________________
२२ • श्रीनेमिनाथस्तोत्रसङ्ग्रहः સહિયારા સંવાસના સ્થાનરૂપ ક્રીડાસરોવરો છે અને ભવાં એ સરોવરની પાળે શોભિત વનાલી છે.” (પદ્ય-૧૫) નયન અને ભવાને એક સાથે વર્ણવ્યા બાદ કવિશ્રી ભવાને સ્વતંત્ર ઉન્મેલાથી વધુ રમ્ય બનાવે છે.
ભવાં મોક્ષદ્વારના કમાડને ઉઘાડવાની કુંચિકા છે, રાગ અને દ્વેષરૂપી મત્ત હાથીને વશ કરવા માટેના અંકુશ છે.” આ રીતે સકારાત્મક સુંદર ઉન્મેલા બાદ કવિશ્રી નકારાત્મકતા પણ પ્રયોજે છે–“આ ભવાં દુર્ગતિમાં જતા જીવોને માટે અપશુકન સ્વરૂપ બે ભુજંગી છે.” (પદ્ય-૧૬)
પરમાત્માના વદનને ચન્દ્રની ઉપમા તો સર્વ સામાન્ય છે. પરંતુ મોક્ષધ્વIનાં વિષયતમત:સ્તોમસંહાર' પદો તેમાં અભિનવતા પ્રગટ કરે છે. ઉપરાંત આ વદન ને—‘તાનાં નીમેટું,’ ‘ત્રિભુવનવિનયશ્રીવશીકારીય પુચ્છું,' “બ્રાહ્મીબ્રીડાતડા’ અને ‘વતજ્ઞાનવપ્ના: મણિમયમુકુર' કહીને સુરમ્ય બનાવ્યું છે. (પદ્ય-૧૭)
૧૯મા પદ્યમાં પ્રભુના જન્માભિષેક સમયની પ્રકૃષ્ટ ઉન્મેક્ષા રજૂ થઈ છે. “જન્મ-સ્નાત્ર મહોત્સવના સમયે ક્ષીરસમુદ્રના શ્વેત જલ કળશોમાંથી પ્રભુના દેહ પર પડી રહ્યા છે. પ્રભુના દેહની કાંતિદ્વારા તે શબલિત (નીલવર્ણી) બની જાય છે, આથી શેવાલનો ભ્રમ થવાથી ઇન્દ્રો વારંવાર હાથ અન્ય બાજુ લઈ જાય છે.”
પદ્ય-૨૨માં રાજીમતીનો ઉપાલંભ છે, પદ્ય-૨૩માં પરમાત્માના લંછન-શંખની ઉન્નેક્ષા છે. પદ્ય-૨૪માં પ્રભુની શિવગતિ કાવ્યાત્મક રીતે અભિવ્યક્ત થઈ છે.
આમ, આ સ્તોત્ર પરમાત્માના સદ્ભુત રૂપને અદ્ભુત ઉ—ક્ષાઓ, ભવ્યભાવો ઉપરાંત સબળ ભાષાભિવ્યક્તિ દ્વારા રજૂઆત કરવાના કારણે જનમનાનંદન બન્યું છે.
આવી જ સુંદરતમ અભિવ્યક્તિઓ અન્ય ચારેય સ્તોત્રોમાં આકંઠ ભરેલી છે. યથાવસરે તેનો અભ્યાસ કરવા નમ્ર વિનંતિ. એ સ્તોત્રો પરિશિષ્ટમાં આપવામાં આવ્યા છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org