________________
મુક્તિઅષપ્રાધાન્યદ્વાચિંશિકા/સંકલના
“દ્વાત્રિશદ્વાચિંશિકા' ગ્રંથની ૧૩મી મુક્તિઅષપ્રાધાન્યદ્વાચિંશિકા'ના પદાર્થોની સંકલના છે
પૂર્વસેવા એટલે શું ?
વિદ્યા સાધવા પૂર્વ વિદ્યાસાધક પૂર્વભૂમિકાની આચરણા કરે છે, અને તે આચરણાથી સંપન્ન થયેલ સાધક જેમ વિદ્યા સાધવા માટે સમર્થ બને છે, તેમ સર્વ વિદ્યાઓમાં શ્રેષ્ઠ એવી મુક્તિની સિદ્ધિ માટે સાધક આત્મા, યોગમાર્ગની પ્રવૃત્તિ કરવા પૂર્વે જે આચરણા કરે, અને જેના બળથી યોગમાર્ગની પ્રવૃત્તિ કરવા સમર્થ બને, તે આચરણા પૂર્વસેવા કહેવાય. પૂર્વસેવાના ચાર ભેદોમાં મુક્તિઅદ્વેષનું પ્રાધાન્ય :
વળી, તે પૂર્વસેવાના ચાર ભેદો છે, જેનું વર્ણન ગ્રંથકારશ્રીએ પૂર્વની પૂર્વસેવા' નામની બારમી હાનિંશિકામાં કરેલ છે. તે ચાર ભેદોમાં મુક્તિઅદ્વેષ પ્રધાન છે; કેમ કે મુક્તિઅદ્વેષ હોય તો જ અન્ય ભેદો યોગમાર્ગની ઉચિત ભૂમિકાનું કારણ બને છે; અને મુક્તિઅદ્વેષ ન હોય તો દેવપૂજાદિ પૂર્વસેવાના ભેદોની આચરણા યોગમાર્ગની પ્રાપ્તિનું કારણ બનતી નથી. તેથી પ્રસ્તુત કાત્રિશિકામાં પૂર્વસેવાના ચારે ભેદોમાં મુક્તિઅદ્વેષ પ્રધાન છે તે બતાવેલ છે.
મુક્તિઅદ્વેષથી મુક્તિ, મુક્તિના ઉપાયો અને મોક્ષમાર્ગમાં પ્રસ્થિત એવા યોગીઓ પ્રત્યેનો અદ્વેષ ગ્રહણ કરવાનો છે; અને આ ત્રણે પ્રત્યે જેને અદ્વેષ નથી તેવા જીવો ગુરુ આદિ પૂજન કરતા હોય તોપણ તે ક્રિયાથી તેઓને કોઈપણ ગુણની પ્રાપ્તિ થતી નથી. માટે પૂર્વસેવાની આચરણારૂપ ગુરુ આદિ પૂજન, સદાચાર, તપ અને મુક્તિઅદ્રષ એ ચાર ભેદોમાં મુક્તિઅદ્દેષ પ્રધાન છે. મુક્તિદ્વેષનું કારણ ભવની ઉત્કટ ઇચ્છા :
મુક્તિષ પ્રગટ થવામાં પ્રબળ કારણ વિના ઉપાયોની ઉત્કટ ઇચ્છા છે; કેમ કે જે જીવોને ભવના ઉપાયભૂત ભોગાદિ પદાર્થો અને માન-સન્માનાદિ ભાવો સારભૂત લાગતા હોય તેમને સંસારના સર્વ ભોગોથી રહિત શુદ્ધ આત્માની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org