________________
૧૯
મુક્તિઅદ્વેષપ્રાધાન્યદ્વાચિંશિકાશ્લોક-૭-૮ મુક્તિના અષને કારણે મોક્ષમાર્ગથી અત્યંત વિમુખભાવ કરે એવા મહાપાપની તેઓને નિવૃત્તિ થાય છે, અને તે મહાપાપની નિવૃત્તિને કારણે આવા જીવો પાસે કોઈ મોક્ષમાર્ગનું વર્ણન કરે તો મોક્ષ અને મોક્ષમાર્ગ પ્રત્યે રુચિ થાય તેવી લાયકાત પ્રગટેલી હોય છે. વળી મુક્તિઅષથી પ્રગટ થયેલી મહાપાપની નિવૃત્તિને કારણે યોગમાર્ગને પ્રાપ્ત કરવાના અધિકારીરૂપ ગુણ થયેલો હોય છે. તેથી આવા જીવોને કલ્યાણની પરંપરારૂપ મહાગુણ પ્રાપ્ત થાય છે; અને જે જીવોને મુક્તિનો અદ્વેષ નથી, તે જીવોને તેવો ગુણ પ્રગટેલો નથી, તેથી તેવા જીવો મુક્તિઅદ્વેષના પરિણામ વિના ફક્ત ગુરુ આદિ પૂજન કરે તેટલાથી ક્યારેય મુક્તિઅષવાળાને જેવો ગુણ થાય છે તેવો ગુણ થતો નથી અર્થાત્ મુક્તિઅષવાળા જીવો યોગમાર્ગની પ્રાપ્તિ કરીને સદ્ગતિની પરંપરા દ્વારા કલ્યાણની પરંપરાને પ્રાપ્ત કરે છે, તેવા પ્રકારની કલ્યાણની પરંપરાને મુક્તિષવાળા જીવો ગુરુ આદિ પૂજન દ્વારા ક્યારેય પ્રાપ્ત કરતા નથી. III અવતરણિકા –
મુક્તિઅષવાળા જીવો ગુરુ આદિ પૂજન કરીને પૂર્વસેવા દ્વારા યોગમાર્ગની ભૂમિકાને પ્રાપ્ત કરે છે, જ્યારે મુક્તિના Àષવાળા જીવો ગુરુ આદિનું પૂજન કરતા હોય તો પણ તેમને ગુરુ આદિના પૂજનથી યોગમાર્ગની ઉચિત ભૂમિકાની પ્રાપ્તિ થતી નથી. આવું કેમ થાય છે ? તેમાં ગ્રંથકારશ્રી યુક્તિ બતાવે છે –
અહીં વિશેષ એ છે કે પૂર્વસેવા એટલે સાધનાની સિદ્ધિ કરવા માટેની પૂર્વભૂમિકારૂપ ક્રિયા. જેમાં વિદ્યાસાધક પૂર્વસેવા દ્વારા ભૂમિકા કરીને વિદ્યા સાધવા માટે બેસે તો વિદ્યા સાધવા માટે સમર્થ બને, તેમ યોગમાર્ગનો સાધક યોગમાર્ગને સાધવા માટે પૂર્વભૂમિકારૂપ આ ચાર પ્રકારની પૂર્વસેવાને આચરે તો યોગમાર્ગને સાધવા માટે સમર્થ બને છે; અને પૂર્વસેવાના ચાર ભેદોમાં મુક્તિઅદ્વેષ પ્રધાન છે. તેથી જે જીવો મુક્તિઅદ્વૈષવાળા છે અને પૂર્વસેવાનાં અન્ય ત્રણ અંગોને પણ સેવે છે, તેઓની તે પૂર્વસેવાની ક્રિયા યોગસાધનાની ભૂમિકાની નિષ્પત્તિનું કારણ બને છે; અને જે જીવોને મુક્તિનો અદ્વેષ નથી તે જીવો પૂર્વસેવાનાં અન્ય ત્રણ અંગોને સેવતા હોય તો પણ તે ત્રણ અંગોના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org