Book Title: Muktiadweshapradhanya Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 53
________________ ૩૨ મુક્તિઅદ્વેષપ્રાધાન્યાત્રિશિકા/બ્લોક-૧૨ કુદ્રવ્યના સંયોગથી ઉત્પન્ન થયેલ વિષવિશેષ ગર છે, અને તેનો ગરબો વિષમ વિકાર કાલાંતરમાં પ્રાદુર્ભાવ થાય છે. તિ=એ હેતુથી, આ અનુષ્ઠાનને ગરઅનુષ્ઠાન કહ્યું છે, એમ અવય છે. અહીં પ્રશ્ન થાય કે આલોકની આશંસાથી કરાયેલા અનુષ્ઠાનને વિષાનુષ્ઠાન કહ્યું, પરલોકની આશંસાથી કરાયેલા અનુષ્ઠાનને ગરાનુષ્ઠાન કહ્યું, તે પ્રમાણે કોઈને આલોક અને પરલોક ઉભયની અપેક્ષા હોય તો આ બે અનુષ્ઠાન કરતાં ત્રીજું અનુષ્ઠાન સ્વીકારવું પડશે, અને તેમ સ્વીકારીએ તો પાંચ અનુષ્ઠાનને બદલે છ અનુષ્ઠાનની પ્રાપ્તિ થાય. તેથી કહે છે -- ઉભય અપેક્ષાજનિત-આલોક અને પરલોક ઉભય અપેક્ષાથી ઉત્પન્ન થયેલું અનુષ્ઠાન ગતિરિતે=આ બે અનુષ્ઠાનથી જુદું પડશે, તેનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે – “=તારી વાત બરાબર નથી; કેમ કે ઉભયતી અપેક્ષામાં પણ અધિક, બળવાનપણું છે=આલોક અને પરલોક ઉભયની અપેક્ષામાં પણ આલોક અને પરલોકમાંથી જે બળવાન પરિણામ હોય તેને ગ્રહણ કરીને તે અનુષ્ઠાનમાં તેનો અંતર્ભાવ છે, એ પ્રમાણે અમે સંભાવના કરીએ છીએ. II૧૨I ભાવાર્થ :વિષાનુષ્ઠાન અને ગરાનુષ્ઠાનનું સ્વરૂપ :(૧) વિષાનુષ્ઠાન : જે જીવો ગુરુ આદિ પૂજાઅનુષ્ઠાન કરે છે અને તેના દ્વારા આલોકમાં લબ્ધિ, કીર્તિ આદિની સ્પૃહા કરે છે, તેવા જીવોને ભવનો અભિળંગ ઘણો છે. તેથી ગુણનિષ્પત્તિના કારણભૂત એવા પણ સદનુષ્ઠાનને તુચ્છ ઐહિક ભોગ માટે કરે છે, તેઓનું તે ગુરુ આદિ પૂજાનુષ્ઠાન વિષાનુષ્ઠાન કહેવાય છે; કેમ કે અનુષ્ઠાનકાળ દરમ્યાન શુભ લેશ્યરૂપ શુભ અંતઃકરણ પરિણામ છે, તે પરિણામ તત્કાળ નાશ પામે છે અર્થાત્ તે અનુષ્ઠાનના સેવનથી અપેક્ષિત લબ્ધિ, કીર્તિ આદિની પ્રાપ્તિ થવાથી તે અનુષ્ઠાનના સેવનનો શુભ અંતઃકરણ પરિણામ નાશ પામે છે. જેમ વર્તમાનમાં કોઈને કહેવામાં આવે કે જેઓ ભગવાનની સારી ભક્તિ કરશે, તેમને એક હજાર રૂપિયા મળશે તો તે હજાર રૂપિયાના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104