________________
મુક્તિઅદ્વેષપ્રાધાન્યદ્વાત્રિંશિકા/શ્લોક-૧૨
ટીકાર્ય ઃलब्ध्यापेक्षातो
સન્માવવામ: ।। લબ્ધિ આદિની અપેક્ષાથી=લબ્ધિ, કીર્તિ આદિની સ્પૃહાથી, જે અનુષ્ઠાન=જે અનુષ્ઠાન કરાય છે, તે વિષ કહેવાય છે=વિષાનુષ્ઠાન કહેવાય છે; કેમ કે શુભ અંતઃકરણ પરિણામરૂપ ચિત્તનો=ધર્માનુષ્ઠાન કરવાની લેશ્યારૂપ શુભ અંતઃકરણ પરિણામરૂપ ચિત્તનો ક્ષણથી=તત્કાળ, નાશ છે.
૩૧
વિષાનુષ્ઠાન શુભ અંતઃકરણ પરિણામરૂપ ચિત્તનો તત્કાળ નાશ કેમ કરે છે ? તેમાં હેતુ કહે છે
તેનાથી પ્રાપ્ત ભોગથી જ=સદનુષ્ઠાનથી પ્રાપ્ત એવા આલોકના ભોગથી જ, તેનો ઉપક્ષય છે–ધર્માનુષ્ઠાન કરવાની લેશ્યારૂપ શુભ અંતઃકરણનો ઉપક્ષય છે.
જે અનુષ્ઠાન તત્ક્ષણ સચ્ચિત્તનો નાશ કરે છે તેને ‘વિષાનુષ્ઠાન’ કેમ કહ્યું ? તેથી કહે છે –
અન્ય પણ સ્થાવર, જંગમ ભેદથી ભિન્ન એવું વિષ ત્યારે જ નાશ કરે છે. ઐહિક ભોગથી નિરપેક્ષ થયેલાનું સ્વર્ગના સુખની વાંછાસ્વરૂપ દિવ્ય ભોગનો અભિલાષ, તેનાથી=દિવ્ય ભોગના અભિલાષથી, અનુષ્ઠાન, ગર કહેવાય છે=ગરાનુષ્ઠાન કહેવાય છે; કેમ કે કાલાંતરમાં=ભવાંતરસ્વરૂપ કાલાંતરમાં, ક્ષય થાય છે=અનુષ્ઠાન સેવવાની લેશ્મારૂપ શુભ અંતઃકરણ પરિણામનો ક્ષય થાય છે.
અહીં પ્રશ્ન થાય કે કાલાંતરમાં=ભવાંતરમાં અનુષ્ઠાન સેવવાના પરિણામનો નાશ થતો હોય એટલા માત્રથી તે અનુષ્ઠાનને ગર કેમ કહ્યું ? તેમાં હેતુ કહે છે -
ભોગથી પુણ્યના નાશ દ્વારા અનર્થનું સંપાદન છે=કાલાંતરમાં અર્થાત્ ભવાંતરમાં પ્રાપ્ત થનારા ભોગથી અનુષ્ઠાનના આસેવનથી બંધાયેલું પુણ્ય નાશ થાય છે ત્યારે દુર્ગતિઓની પ્રાપ્તિરૂપ અનર્થનું સંપાદન છે.
જે અનુષ્ઠાન કાલાંતરમાં સચ્ચિત્તનો નાશ કરે છે, તેને ગરાનુષ્ઠાન સ્વીકારવામાં યુક્તિ આપે છે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org