Book Title: Muktiadweshapradhanya Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 97
________________ ૭૬ મુક્તિઅદ્વેષપ્રાધાન્યદ્વાચિંશિકા/શ્લોક-૨૭-૨૮ છે; અને ધારાલગ્ન શુભભાવ હોતે છતે ચરમાવર્તવાળા જીવોને આ સંસારનું સ્વરૂપ સાંભળીને કોઈ ભય ઉત્પન્ન થતો નથી; પરંતુ જેમ સર્વિદ્યાસાધકને સિદ્ધિ આસન્ન દેખાય ત્યારે વેતાલ આદિના ઉપદ્રવથી પણ ભય ઉત્પન્ન થતો નથી, તેમ ચરમાવર્તવર્તી જીવો, આ સંસારનું ચાર ગતિના ભ્રમણરૂપ ભયાવહ સ્વરૂપ સાંભળે છે ત્યારે સંસારથી ભય પામવા છતાં પણ, પોતાને થયેલા શુભભાવના બળથી ‘હું નજીકમાં મોક્ષને પામીશ” એવો આપ્તપુરુષોના વચનથી વિશ્વાસ ઉત્પન્ન થવાને કારણે ચિત્તમાં પ્રમોદનો ઉદય થવાથી, સંસારના પરિભ્રમણથી ભયભીત થઈને વિહ્વળ બનતા નથી, પરંતુ સંસારના ઉચ્છેદ માટે ઉત્સાહી થાય છે. ગરબા અવતરણિકા : શ્લોક-૨૭માં કહ્યું કે ચરમાવર્તવાળા જીવોને ધારાલગ્ન શુભભાવ હોતે છતે કોઈ ભય નથી; કેમ કે સિદ્ધિ નજીક દેખાય છે. ત્યાં પ્રશ્ન થાય કે ચરમાવર્તવર્તી જીવોને મોક્ષ નજીક છે તેમ કેમ કહી શકાય ? તેથી કહે છે – શ્લોક : चरमावर्तिनो जन्तोः सिद्धरासनता ध्रुवम् । भूयांसोऽमी व्यतिक्रान्तास्तेष्वेको बिन्दुरम्बुधौ ।।२८।। અન્વયાર્થ : પરમાવતિનો નન્ત =ચરમાવર્તવર્તી જીવોને ધ્રુવ—નિચ્ચે સિદ્ધરાસન્નતાસિદ્ધિની આસન્નતા છે. સિદ્ધિની આસન્નતા કેમ છે ? તે સ્પષ્ટ કરે છે – મૂયાં: ઘણા ની આ=આવર્તા તિત્તિા =પસાર કરાયા તેપુત્ર તેઓમાંeઘણા આવર્તામાં એકાએક આવર્ત સંવુથો વિવું=સમુદ્રમાં બિંદુ છે. ૨૮ શ્લોકાર્થ :ચરમાવર્તવત જીવોને નિચ્ચે સિદ્ધિની આસન્નતા છે. સિદ્ધિની આસન્નતા કેમ છે ? તે સ્પષ્ટ કરે છે – Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 95 96 97 98 99 100 101 102 103 104