________________
મુક્તિઅદ્વેષપ્રાધાન્યદ્વાચિંશિકા/શ્લોક-૩ : “જે કારણથી આ પ્રકારથી પણ=લબ્ધિપૂજાધિઅર્થીપણાના પ્રકારથી પણ, દ્વેષાભાવ= મુક્તિઅદ્વેષ. અહીં દ્રવ્યસાધુપણામાં, તત્ત્વથી હિત છે તે કારણથી તેઓ પણ=દ્રવ્યસાધુપણું પાળનારાઓ પણ, તે પ્રકારના કલ્યાણને પ્રાપ્ત કરનારા છે.”
તિ' શબ્દ યોગબિંદુ ગ્રંથ'ના ઉદ્ધરણની સમાપ્તિમાં છે. સાા
વ્યાપત્રર્શનાના' અહીં 'T' થી એ કહેવું છે કે સમ્યગ્દર્શનથી ભ્રષ્ટ ન થયા હોય તેવાઓને તો નવમા ગ્રેવેયકની પ્રાપ્તિ થાય, પરંતુ સમ્યગ્દર્શનથી ભ્રષ્ટ થયેલાને પણ નવમાં ચૈવેયકની પ્રાપ્તિ થાય. ભાવાર્થ :ભવના ઉત્કટ રાગી જીવોને પણ મુક્તિઅદ્વેષના કારણે સંયમની ક્રિયાથી રૈવેયકની પ્રાપ્તિ :
શુદ્ધ સંયમ પાળનારા સાધુઓને ચક્રવર્તી આદિથી પૂજાતા જોઈને “હું પણ સંયમ લઉં તો ચક્રવર્તી આદિ મારી પૂજા કરે” તેવી પૂજાની સ્પૃહાથી કોઈ સંયમ ગ્રહણ કરે અથવા તો તેવા પ્રકારના અન્ય કારણને સામે રાખીને સંયમ ગ્રહણ કરે અર્થાત્ પૂજા સિવાયના અન્ય આલોકના કે પરલોકના કારણને સામે રાખીને સંયમ ગ્રહણ કરે, એવા કેટલાક સમ્યગ્દર્શનથી ભ્રષ્ટ થયેલા જીવોને, આવા તુચ્છ આશયરૂપ ખરાબ વ્રતના પાલનથી નવમા રૈવેયકની પ્રાપ્તિ થાય છે, તે વિપાકથી અનિષ્ટ છે; કેમ કે તે પ્રવ્રજ્યાથી કિંચિત્કાળ માટે રૈવેયકની પ્રાપ્તિકૃત સુખ હોવા છતાં તે પ્રવજ્યા ઘણા દુઃખના અનુબંધનું બીજ છે. તેથી જેમ કોઈ ચોરી કરીને ઘણી વિભૂતિ મેળવે તોપણ તત્ત્વથી તે અહિતરૂપ છે; કેમ કે આલોકમાં પણ અનર્થનું કારણ બની શકે. કદાચ પુણ્યના સહકારથી આલોકના અનર્થનું કારણ ન બને તોપણ પરલોકમાં અવશ્ય અનર્થનું કારણ છે; તેમ ખરાબ રીતે ગ્રહણ કરાયેલી પ્રવ્રજ્યા પણ તત્ત્વથી અનર્થરૂપ છે.
આનાથી એ બતાવવું છે કે ખરાબ રીતે ગ્રહણ કરાયેલા સંયમથી દેવલોકની પ્રાપ્તિ હોવા છતાં તે સુંદર નથી.
હવે એ બતાવવું છે કે ખરાબ રીતે ગ્રહણ કરાયેલા સંયમવાળા જીવોને પણ નવમા રૈવેયકની પ્રાપ્તિ થાય છે, તેમાં મુખ્ય કારણ મુક્તિનો અદ્વેષ છે, પરંતુ માત્ર નિરતિચાર દ્રવ્યસાધુપણાના પાલનની ક્રિયા કારણ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org