Book Title: Mayna
Author(s): Bhadraguptasuri
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 12
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org જ્ઞાની મુનિનું કથન સાંભળીને કમલપ્રભા ઉજ્જયિનીમાં આવી અને આવતાં જ પુત્ર અને પુત્રવધૂ નગરના રાજમાર્ગ પર મળી ગયાં. મયણા અને શ્રીપાલ, કમલપ્રભાને લઈ નગરની બહાર દશપુરના માર્ગ પર આવેલા પોતાના ઘરે આવ્યાં. Acharya Shri Kailassagarsuri Gyanmandir ઘર નાનું હતું પણ સુંદર અને સુઘડ હતું. આંગણામાં ખડક કોરીને અને મોટા પથ્થરો ગોઠવીને સુંદર બગીચો બનાવવામાં આવ્યો હતો. સપાટ જમીન પર સુશોભિત મકાન ઊભેલું હતું. તેના પ્રવેશદ્વારે પહોંચવા માટે નૈસર્ગિક લાગે તેવાં પગથિયાં હતાં. મકાનની ચોતરફ બોરસલ્લી, આંબા અને અરીઠાનાં વૃક્ષો હતાં. લાલ રંગનાં નળિયાંના છાપરાવાળું મકાન અંદર અને બહારથી આછા લીલા રંગથી રંગેલું હતું. મકાનમાં પ્રવેશતાં પહેલાં સરસ મજાની અગાસી હતી. અગાસીના કઠેડાઓની પાસે વ્યવસ્થિત રીતે કૂંડાં ગોઠવેલાં હતાં. વચ્ચોવચ નેતરનાં અને લાકડાનાં સુખાસનો ગોઠવાયેલાં હતાં. દીવાનખંડમાં સાદાઈ અને સુઘડતા દેખાતી હતી. જમીન પર આરસની ફરસ એકદમ ચકચકત હતી. ખંડનું બધું જ રાચરચીલું સફાઈબંધ હતું. જોતાં એમ જ લાગે કે આ નવા મકાનમાં મયણા અને શ્રીપાલ આજે જ રહેવા આવ્યાં હશે. છાપરાની નીચે છતમાં કરેલો રંગ પણ તાજો જ કર્યો હોય તેટલી ચોખ્ખી છત લાગતી હતી. આ મકાન ઉજ્જયિનીના નગરશ્રેષ્ઠી અને આચાર્યશ્રી મુનિચંદ્રના પરમ ભક્ત ધર્મપાલનું હતું. ગુરુદેવના નિર્દેશથી તેમણે મયણા-શ્રીપાલને આ મકાન રહેવા આપ્યું હતું. ચણા માતા, પુત્ર અને પુત્રવધૂ મકાનમાં પ્રવેશ્યાં. ‘માતાજી, સર્વપ્રથમ આપ લાંબી યાત્રાનો થાક ઉતારવા સ્નાનઘરમાં જાઓ. શાંતિથી સ્નાન કરો અને આપના માટે આ નવાં વસ્ત્રો મૂકું છું, તે પહેરી લેજો. હું જાણું છું કે આપ વિધવા રાણી છો!' કંઈ જ બોલ્યા વિના કમલપ્રભા વસ્ત્રો લઈ સ્નાનઘરમાં દાખલ થઈ ગઈ. મયણા રસોઈઘરમાં ચાલી ગઈ અને શ્રીપાલ (ઉંબર૨ાણો) દીવાનખંડમાં એક લાંબા સુખાસન પર બેઠો. તેણે ઘણા સમય પછી માને જોઈ હતી. તેનું હૃદય હર્ષથી રોમાંચિત હતું. તે પોતાનો સમગ્ર વૃત્તાંત માને કહેવા માટે તત્પર બન્યો હતો. મયણા પણ ભોજન બનાવતાં આ જ વાત વિચારતી For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 298