Book Title: Mayna
Author(s): Bhadraguptasuri
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 11
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આ પુત્રવધૂનો છે!' હજુ તો એ પ્રૌઢા સ્ત્રી યુવતી સામે જુએ, તે પહેલાં યુવતી એ સ્ત્રીનાં ચરણોમાં નમી પડી... પ્રૌઢાએ પોતાની એ પુત્રવધૂને બે હાથે ઊભી કરી ને એની સામે જોઈ રહી. માતાજી, તમારા આ સુપુત્ર નીરોગી થયા, તે પ્રભાવ પરમાત્મા ઋષભદેવનો છે અને ગુરુદેવશ્રી મુનિચન્દ્રસૂરિજીનો છે.' મા, એ બધી વાતો ઘરે ગયા પછી કરીશું... પરંતુ તારું ચંદ્ર જેવું મુખ કેમ વિલાઈ ગયું? મારે તો તારો નાગપાશ જેવો કેશકલાપ જોવો હતો.. કમળપુષ્પના રંગ જેવી તારી દેહયષ્ટિ નીરખવી હતી. નેહભર્યા તારા હાસ્યથી વર્ષોનો મારો થાક ઉતારી નાંખવો હતો...” “વત્સ, એ બધી વાતો લાંબી છે. વાતો સંઘર્ષની છે.. આંતરબાહ્ય વિક્નોની છે... એ બધી વાતો સંભળાવીશ નિરાંતે.. પણ એ પહેલાં મારે, તને દેવકુમાર જેવો રૂપરૂપનો અંબાર બનાવનારી મારી આ પુત્રવધૂને ઓળખવાની છે. એનો પરિચય પામવાનો છે. એણે કેવી રીતે તને નીરોગી કર્યો... વગેરે બધું જ જાણવું છે!” માતાજી, અત્યારે તો આપણે ઘરે જઈએ. તમને ખૂબ વિશ્રામની જરૂર છે. સ્નાન... ભોજનાદિથી નિવૃત્ત થયા પછી બધી વાતો કરીશું! હવે તો આપને અહીં જ રહેવાનું છે.” એ પ્રૌઢા હતી રાણી કમલપ્રભા. અંગદેશના ચંપાનગરીના રાજા સિહરથની વિધવા રાણી. પેલો યુવાન હતો. શ્રીપાલ. રાજકુમાર શ્રીપાલ! રાણી કમલપ્રભાનો લાડકવાયો કુમાર! છેલ્લે છેલ્લે પુત્રને કુષ્ઠરોગથી ઘેરાયેલો જોયો હતો. આજે એને નીરોગી અને રૂપવાન જોયો! ઘણાં વર્ષો સંઘર્ષમાં પસાર થયાં હતાં. છેવટે કૌશામ્બીનગરમાં એક વિશિષ્ટ જ્ઞાની વિમલગુણસૂરિ મળ્યા. તેમણે કમલપ્રભાને કહ્યું : હે દેવી, તારા કુષ્ઠરોગી પત્રને માલવપતિની પુત્રી પરણી છે. પત્નીના કહેવાથી સિદ્ધચક્રની આરાધના કરી. તેથી તારો પુત્ર નીરોગી થયો છે. તેનો પ્રબળ પુણ્યોદય પ્રગટ્યો છે! તારા એ પુણ્યશાળી પત્ર ભવિષ્યમાં સમ્રાટ રાજા થશે! પિતાનું રાજ પાછું મેળવશે.” મયણા For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 298