________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ક્રિયાકાંડ અને આચારો જોવા મળતા હતા.
ક્ષિપ્રા નદીના ડાબી તરફના તટ પર માલવ સામ્રાજ્યની રાજધાની ઉજ્જયિની વસેલી હતી. કુશળ શિલ્પીઓએ આ નગરીને મનોરમ અને સુંદર બનાવેલી હતી. નગરીની ચારે બાજુ મોટી અજેય દીવાલો બનાવેલી હતી. ઉત્તર અને પૂર્વ દિશા તરફ દુર્લંધ્ય પર્વતશ્રેણીઓ હતી. તે દક્ષિણ તરફ દૂર દૂર ફેલાયેલી હતી. રાજધાનીનાં જલ-વાયુ સ્વારથ્યકર હતાં. સ્થાને સ્થાને ગરમ પાણીના કુંડ આવેલાં હતા. ઉજ્જયિનીની શોભા અલૌકિક હતી અને એનો કિલ્લો દુર્લધ્ય હતો. રાજમહાલયમાં પરાપૂર્વથી ચાલી આવતી અઢળક સંપત્તિ હતી. નગરીની પૂર્વ દિશામાં એક વિશાળ શૈવ મંદિર અને શૈવ ધર્મના આશ્રમ આવેલાં હતાં. જ્યારે પશ્ચિમ દિશામાં ભગવાન ઋષભદેવનો ગગનચુંબી ભવ્ય પ્રાસાદ શોભતો હતો અને એની પાર્સના સવ્રત-ઉદ્યાનમાં જૈનાચાર્ય શ્રી મુનિચન્દ્ર અનેક શ્રમણોની સાથે બિરાજમાન હતા. ઉજ્જયિનીની અડધા ભાગની પ્રજા શૈવ ધર્મને અનુસરનારી હતી, અડધી પ્રજા જૈન ધર્મને માનનારી હતી.
માલવપતિ મહારાજા પ્રજાપાલ, બંને ધર્મો પ્રત્યે સમભાવ ધારણ કરતા હતા. બંને ધર્મના સાધુઓનો આદર કરતા હતા. પરંતુ એક રાણી સૌભાગ્યસુંદરી શૈવ ધર્મને દઢતાથી માનતી હતી. બીજી રાણી રૂપસુંદરી જૈન ધર્મની પરમ ઉપાસિકા હતી.
મયણાએ રાણી કમલપ્રભાને કહ્યું : “માતેશ્વરી, મારી માતાએ મારા ધાર્મિક અભ્યાસ માટે અને ધાર્મિક સંસ્કરણ માટે “સુબુદ્ધિ' નામના જૈન વિદ્વાન પંડિતને નિયુક્ત કર્યા હતા. જ્યારે રાણી સૌભાગ્યસુંદરીએ પોતાની પુત્રી સુરસુંદરી માટે “શિવભૂતિ’ નામના શૈવધર્મી પંડિતને નિયુક્ત કર્યા હતા. અમારા પિતા મહારાજા પ્રજાપાલે અમને ધર્મપાલનના વિષયમાં પૂર્ણ સ્વતંત્રતા આપેલી હતી. પરંતુ રાજકુમારીઓ માટે આવશ્યક નૃત્ય, ગીત, વાદન, ચિત્રકળા આદિ ૬૪ કળાઓ શીખવા, તેમનો દૃઢ આગ્રહ હતો અને અમે બંને બહેનો ૬૪ કળાઓમાં નિપુણ બની.” “હે મહાદેવી!' મયણા કમલપ્રભાને કહી રહી હતી.
અમારો રાજમહેલ તો આપે જોયો નથી! જો કે આપ પણ ચંપાનગરીના રાજમહેલમાં વસનારાં રાજરાણી છો. છતાં અમારો ઉજ્જયિનીનો રાજમહેલ મગધ, વત્સ, કોશલ, અવન્તિ આદિ દેશોમાં પ્રશંસાય છે!
મયણા
For Private And Personal Use Only