________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રહી છે. મારું મુખ લાલ થઈ ગયું. આંખોમાં મદ છવાયો, ગાત્રો કંપવા લાગ્યાં. હું મારી સંપૂર્ણ સાવધાનીથી એ પુરુષપુંગવના અસાધારણ વીણાવાદનને વિસ્ફારિત નજરે જોતી રહીં.
એકાએક એ વીણાવાદકે આંગળીઓની ગતિમાં ફેરફાર કર્યો. ત્યારે મેં મૂઢ બનીને જોયું તો તેણે એક જ સમયે વીણાને ત્રણ ગ્રામોમાં વગાડવી શરૂ કરી હતી. આવું ક્યારેય જોયું ન હતું કે સાંભળ્યું ન હતું. થોડી જ ક્ષણોમાં હું અવશ થઈ ગઈ. મને એમ લાગ્યું કે મારા શરીરમાં લોહીના બદલે ગરમાગરમ મદિરા વહી રહી છે. પછી હું સ્થિર ન રહી શકી. હું ઊભી થઈ, મેં ભગવાન ઋષભદેવને પંચાંગ નમસ્કાર કર્યા અને નૃત્યનો પ્રારંભ કરી દીધો. પહેલાં મંદ, પછી તીવ્ર અને પછી તીવ્રતર. હવે એ આંગળીઓ અને ચરણોમાં હોડ ચાલી હતી. નૃત્ય અને વાદન એકીભૂત થઈ ગયાં હતાં. વાદકની આંગળીઓ અને મારા ચરણ-ચાપ એકમૂર્ત થઈ ગયાં હતાં. કોણ નૃત્ય કરતું હતું. કોણ વીણાવાદન કરતું હતું? અને કોણ એ અલૌકિક દૃશ્યને જોતું હતું? જોનારા હતા માત્ર ભગવાન ઋષભદેવ! વિણાના સૂર ધીમા થતા ગયા, નૃત્ય ધીમું પડ્યું. ને હું પ્રભુનાં ચરણોમાં ઢળી પડી. વીણાવાદક રહસ્ય પુરુષ મને ઉઠાવીને રંગમંડપની બહાર પેલા લતાકુંજમાં લઈ ગયો. ધીરે ધીરે મેં આંખો ખોલી. પેલા વીણાવાદકે કહ્યું : રાજકુમારી મયણાસુંદરીનો જય હો!” હું હારી ગઈ, ભંતે!” મેં કહ્યું. “ભદ્ર, પ્રેમમાં જય-પરાજય ન હોય, ત્યાં તો ભેદ નષ્ટ થાય છે ને એકીકરણ સર્જાય છે!”
પરંતુ ભંતે, આ સમયે મને જે અનુભૂતિ થઈ તે અભૂતપૂર્વ હતી. શું આપ સ્વયં ગંધર્વરાજ ચિત્રરથ અલકાપુરીથી મને તત્ય કરવા પધાર્યા છો?'
ભદ્ર! હું પુરંદર છું!'
આ રાજગૃહીના રાજકુમાર પુરંદર છો? દેવ, અજ્ઞાનતામાં મારાથી થયેલો અવિનય ક્ષમા કરો.”
સત્ય પ્રેમમાં વિનય-અવિનય નથી હોતા, ભદ્ર!' દેવ, તમે કેવી રીતે ત્રણ ગ્રામોમાં એક જ કાળે વિણાવાદન કરવામાં સમર્થ છો? આવું તો ત્રણ લોકમાં કઈ ન કરી શકે!'
મયણા
૧પ
For Private And Personal Use Only