________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
‘માલવસુંદરી રાજકુમારી મદના પ્રસન્ન થાઓ! શું મેં તમારા આ એકાંત વિશ્રામમાં વ્યાઘાત કરીને તમને રૂષ્ટ કર્યાં છે?'
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘નહીં, નહીં, પરંતુ આપ, ભંતે! અહીં આ સુરક્ષિત મંડપમાં અનુમતિ લીધા વિના કેવી રીતે આવી ગયા? શું પ્રહરી ઊંઘી ગયા છે? અથવા તો આપે એમને માયાથી વિમોહિત કરી દીધા છે?'
પુરુષે હસીને કહ્યું : નહીં, કુમારી! હું અદશ્ય થઇને આકાશમાર્ગે આવ્યો છું, બિચારા પ્રહરી મને જોઈ નહીં શક્યા હોય.'
હું આશ્ચર્યમૂઢ થઈને બોલી : ‘પરંતુ આપ કોણ છો, ભંતે? શું આપ ગંધર્વ છો?’
‘નહીં ભદ્રે, હું મનુષ્ય છું.'
‘પરંતુ આ રીતે આવવાનું શક્ય..?'
‘મને લોપાંજન-વિદ્યા અને ખેચ૨-વિદ્યા સિદ્ધ છે. એના બળે હું આવી શક્યો.'
‘આપ સાધારણ પુરુષ નથી. મહાનુભાવ! આપ કોઈ દેવ, દાનવ, યક્ષ... મને ઠગવા-છેતરવા આવ્યા છો શું?'
‘નહીં નહીં, હૈ કલ્યાણી! મેં તમારા અપ્રતિમ રૂપની, લાવણ્યની, અસહ્ય તેજની, દર્પની અને લોકોત્તર પ્રતિભાની ચર્ચા મારા દેશમાં સાંભળી હતી. કેવળ તમને જોવા માટે જ ઘણા દૂર દેશથી છદ્મવેશે આવ્યો છું. હવે મને ખબર પડી કે સાંભળેલી વાતોથી પણ પ્રત્યક્ષ વાતો ચઢિયાતી છે. તમારા જેવી રૂપવતી કુમારી કદાચ વિશ્વમાં બીજી નહીં હોય.'
મારું કુતૂહલ ઓછું થયું હતું. હવે મારામાં થોડી હિંમત આવી હતી. મેં મારા રૂપની પ્રશંસા સાંભળીને કહ્યું : ‘ભંતે! બીજાઓની પ્રશંસા કરવામાં અને પોતાનો ગુપ્ત પ્રેમ પ્રગટ કરવામાં આપ કુશળ લાગો છો. જેવી રીતે અદૃશ્યરૂપે આકાશમાર્ગે કોઈ સ્ત્રીના એકાંત-આવાસમાં પહોંચી જવા કુશળ છો તેવી...'
મણા
‘પરંતુ ભદ્રે મદના! મારા હૃદયમાં તમારો અસાધારણ પ્રેમ ઘણા સમય પહેલાં (મારા હૃદયમાં) ઘ૨ કરી ગયો હતો. તમે મને જીવન તથા આત્માથી પણ વધુ પ્રિય છો.’
મેં કહ્યું : ભંતે, જરા સંભાળીને આ પ્રેમમાર્ગ પર કદમ મૂકજો. કદાચ ત્યાં આપની વિઘાઓ કામ ન આપે!'
For Private And Personal Use Only
૧૩