________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
“હે સુશીલે! તેં મારા પુત્રને કેવી રીતે નીરોગી કર્યો, એ વાત જાણવાની મારી તીવ્ર જિજ્ઞાસા છે.”
હે માતેશ્વરી! એ વાત મારે કહેવી જ છે, પરંતુ એ વાત પર આપની શ્રદ્ધા થાય, તે માટે મારા જીવનની થોડી વાતો કરવી જરૂરી છે, કે જે વાતો આપના સપુત્રની આરોગ્યપ્રાપ્તિમાં સહાયક બની છે.
એમાં પહેલી વાત છે પરમાત્મા ઋષભદેવ પ્રત્યેના મારા અવિહડ પ્રેમની! મને બાલ્યકાળથી મારી માતા રૂપસુંદરીએ ભગવાન ઋષભદેવ સાથે સાચો સંબંધ બાંધી આપ્યો હતો. હું પ્રતિદિન એ પરમાત્માનાં દર્શન-પૂજન અને કવન કરતી હતી અને કરું છું. હું એ પ્રભુનાં ગીતો રચું છું અને ગાઉં છું! અને જ્યારથી હું નૃત્યકળા શીખી છું ત્યારથી ક્યારેક ક્યારેક ઋષભદેવ-પ્રાસાદમાં... જ્યારે ત્યાં કોઈ સ્ત્રી-પુરુષ ન હોય ત્યારે નૃત્ય પણ કરું છું!
હે માતા! આપણે એ ભવ્ય, સુંદર અને કલાત્મક ઋષભપ્રાસાદમાં રોજ જઈશું. એ પ્રાસાદના બાહ્ય ઉપવનમાં મને બેસવાનું ખૂબ ગમે છે. પ્રભુનાં દર્શન-પૂજન-સ્તવન-નર્તન કર્યા પછી હું એ ઉપવનમાં જઈને બેસું છું. આખુંય ઉપવન લગભગ ખાલી થઈ ગયું હોય, ચાલી જતી રમણીઓના નૂપુર ઝંકાર સંભળાતા બંધ થઈ ગયા હોય, વૃક્ષના ટોડલે બેઠેલી કોયલ ધીરુ ધીરું, મીઠું મીઠું ટહુકતી હોય, પાસેના સરોવરમાં બેઠેલું સારસ-બેલડું જ્યારે નિર્ભય બની ક્રિીડા કરતું હોય ત્યારે હું મારા પ્રિય લતામંડપમાં જઈને બેસું છું. પવનની ધીમી લહરીઓ મને ભેટતી હોય! એ પવનમાં ધ મસ્તી હોય! સુગંધ હોય! જાણે હું કોઈ નશાનો અનુભવ કરું! એવું કોઈ તત્ત્વ છે ત્યાં! માર ઘેરદાર ચણિયો ને આછું ઝીણું ઉત્તરીય વસ્ત્ર હવામાં ઊડતાં રહે! ને હું ચંપાની વૃક્ષઘટામાં પ્રવેશી જાઉં!
અમારા એ સુવ્રત-ઉદ્યાનના ઉપવનમાં દેશ-વિદેશનાં અનેક વૃક્ષો ઊગેલાં છે. એ વૃક્ષોને દેશ-દેશાન્તરોથી લાવવામાં, એની પ્રકૃતિને અનુકુળ જલવાયુ
અયા
For Private And Personal Use Only