________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘મહેલના વિશાળ પ્રાંગણમાં સંધ્યાપૂર્વે સુગંધિત જલ છાંટવામાં આવે છે. મોટા મોટા સમ્રાટ આ રાજમહેલની શોભા એકાદ વાર જોવા લાલાયિત
રહે છે.
માતાજી, અમને રાજ કુમારીઓને રાજમહેલના કોઈ પણ ભાગમાં જવાની - ફરવાની છૂટ હતી. પરંતુ મને તો મારા અને મારી માતાના ખંડમાં જ રહેવાનું વધારે ગમતું હતું. કારણ કે મને જૈન ધર્મનું અધ્યયન કરાવનાર મારા પૂજ્ય પંડિત “સુબુદ્ધિ” મારા ખંડમાં જ મને ભણાવતા હતા!'
બેટી!' કમલપ્રભાએ પૂછ્યું. પંડિતજી પાસે તું શું શું ભણી?' ‘તેમણે મને સાચું પરમાત્મસ્વરૂપ, સાચું ગુરુસ્વરૂપ અને સાચું ધર્મસ્વરૂપ સમજાવ્યું. આત્માના અસ્તિત્વને તર્કથી અને શાસ્ત્રોથી સિદ્ધ કર્યું. આત્માની અજરા-અમરતા સમજાવી. આત્માની સ્વભાવ-વિભાવદશા સમજાવી. વિભાવદશાનાં કારણભૂત આઠ કર્મોનું જ્ઞાન આપ્યું. કર્મોનો બંધ, કર્મોનો ઉદય, કર્મોનું સંક્રમણ, કર્મોની સત્તા આદિ વિસ્તારથી કર્મોનું સ્વરૂપ સમજાવ્યું. કર્મોનો નાશ કરનાર ધર્મનું સ્વરૂપ સમજાવ્યું. ગૃહસ્થ ધર્મ સમજાવ્યો, સાધુધર્મ સમજાવ્યો! ચાર ગતિનું સ્વરૂપ બતાવ્યું. દેવગતિ, નરક્શતિ, તિર્યંચગતિ અને મનુષ્યગતિનાં સુખ-દુઃખ સમજાવ્યાં.”
“ઉત્પાદ-વ્યય અને ધ્રૌવ્યની ત્રિપદી સમજાવી. નૈગમ-સંગ્રહ-વ્યવહાર આદિ સાત નયનું જ્ઞાન આપ્યું. નિશ્ચયનય અને વ્યવહારનય સમજાવ્યો. ક સપ્તભંગી સાત ભંગ સમજાવ્યા. આ ચાર પ્રમાણ - ચાર નિક્ષેપ સમજાવ્યા.
ખરેખર પંડિતજીએ મને ઘણું ઘણું જણાવ્યું. જૈન ધર્મ પ્રત્યેની મારી શ્રદ્ધાને અવિહડ કરી દીધી. તેમાંય આઠ કર્મોના બંધ, ઉદય, ઉદીરણા અને સત્તાની વાત તો અદ્દભુત રીતે સમજાવી છે.
માતાજી! આ બધું ભણતાં મનમાં કોઈ તત્ત્વની વાત ન સમજાય તો હું ગુરુદેવ મુનિચન્દ્રસૂરિની પાસે પહોંચી જાઉં! તેઓ મને ઓળખે છે. મારા પંડિતજીએ જ મારી ઓળખાણ કરાવી હતી. મોટા ભાગે હું મારી માતા રૂપસુંદરીની સાથે જ ગુરુદેવ પાસે જતી! તેઓ મારા પ્રશ્નોનું સમાધાન
માણ
For Private And Personal Use Only