________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રભાતનો સમય હતો. ઉજ્જયિની નગરીના રાજપથ પર એક ક્ષીણકાય સ્ત્રી ધીમે પગલે ચાલી રહી હતી. તેનો દેહ કુશ હતો. તેના ગુલાબી ચહેરા પર સમયની કરચલીઓ ઊપસી આવી હતી. તેનાં વસ્ત્રો સાદાં હતાં. છતાં શ્વેત વસ્ત્રોમાં તે જાજરમાન લાગતી હતી. તેના દેહ પર સુવર્ણ ન હતું. તે નારી પ્રૌઢા લાગતી હતી. તેની ચાલમાં ડોલન ન હતું, પરંતુ નયનોમાં જ્યોતિ હતી, મસ્તક પર દૃઢતા હતી. ચાલમાં ગાંભીર્ય હતું.
ત્યાં અચાનક સામેથી ચાલ્યા આવતા એક યુગલે એ સ્ત્રીને જોઈ. યુવકે યુવતીનો હાથ દબાવી ઊભી રાખી. યુવકની આંખો વિકસ્વર થઈ... મુખ પર હર્ષ છવા... તે દોડ્યો. પાછળ યુવતી પણ દોડી... યુવક પેલી સ્ત્રીનાં ચરણોમાં આળોટી પડ્યો... “મા! મારી મા!” વત્સ તું?” એ સ્ત્રી મૂંઝાઈ ગઈ, “વત્સ! મેં તને...” ન ઓળખ્યો, મા? હું તારો પુત્ર!' બેટા શ્રીપાલ!'
એ પ્રોઢ સ્ત્રીએ પુત્રને બે હાથે ઊભો કર્યો... પુત્ર માતાની છાતીએ ચોંટી પડ્યો. હર્ષનાં અનરાધાર આંસુઓથી માતાએ પુત્રના મસ્તકને ભીંજવી નાંખ્યું..
બે હાથે પુત્રને અળગો કરી, એના ખભે બે હાથ મૂકી માતા પુત્રને નવા અભિનવ રૂપને જોઈ રહી. પડછંદ અને માંસલ દેહ! બંકી ગરદન પર ઝૂમતાં કાળાં જુલફા.. મધુર સ્વર.. કામદેવને પણ શરસંધાન કરવાનું મન થાય તેવું ભવ્ય લલાટ! આંખોમાં હજાર હીરાઓનું તેજ! “બેટા, આ ચમત્કાર સાચો છે? કે હું સ્વપ્ન જોઉં છું?' “મા, તું સ્વપ્ન નથી જોતી... વાસ્તવિકતા જુએ છે. આ ચમત્કાર તારી
માણા
For Private And Personal Use Only