________________
નીલવર્ણા ને પાંત્રીશ ધનુષ્યની કાયાને ધરતા પ્રભુજી બાલ્યાવસ્થા ઓળંગી યૌવનાવસ્થા પામ્યા. પરમાત્માના રૂપ વૈભવના અદ્ભુત વર્ણન દ્વારા સર્ગની સમાપ્તિ કરવામાં આવી.
પાંચમા સર્ગમાં - પૂર્વભવના છએ મિત્રરાજાઓનું અલગઅલગ દેશમાં રાજપુત્ર તરીકે અવતરણ. અને બધા સ્વપિતૃપદે રાજા થયા. જુદા-જુદા નિમિત્ત પામીને છએ રાજાઓએ શ્રી મલ્લિકુંવરીની કુંભરાજા પાસે દૂતો દ્વારા માંગણી સુવર્ણની પુતળીઆહાર કવલ પ્રક્ષેપ દ્વારા મલ્લિકુમારીનો છએ રાજાઓને પ્રતિબોધ - અત્તે તેઓએ ચારિત્ર ગ્રહણની ભાવના વ્યક્ત કરી - શ્રી મલ્લિકુમારીએ ૩૦૦ સ્ત્રીઓના આંતર પરિવાર અને ૩૦૦ રાજાઓના પરિવાર સાથે મૌન એકાદશીના પુણ્યદિવસે સંયમ ધર્મનો સ્વીકાર કર્યો. અને તે જ દિવસે ચાર ઘાતિકર્મો ખપાવી કૈવલ્ય લક્ષ્મીની પ્રાપ્તિ-ઇન્દ્રો-દેવો દ્વારા સમવસરણના મંડાણ, પ્રભુ સાધ્વીજીઓની પર્ષદામાં રહેતા. ગણધર ભગવંતો દિવસે દૂરથી જ નમન-વંદન કરતાં - એ મિત્ર રાજાઓનું આગમન.
છઠ્ઠા સર્ગમાં - શ્રી મલ્લિનાથ પ્રભુની અમોઘ દેશનામાં સમ્યક્ત સહિત શ્રાવકધર્મના બારવ્રતનું કથાનકો દ્વારા વર્ણન - આ સર્ગમાં સમ્યગ્દર્શન ઉપર નલ-દમયંતીની અભુત કથા કહી છે. દમયંતીને પિતાના ઘરે જ નિર્વાણી દેવી દ્વારા ભાવી જિનેશ્વર શ્રી શાંતિનાથ પ્રભુની પ્રતિમા અર્પણ-ત્રિકાળ પૂજા-સ્વયંવર મંડપ દ્વારા નલરાજા સાથે પાણિગ્રહણ-જુગારના વ્યસન દ્વારા નલે રાજ્ય ગુમાવ્યું. વનવાસ-દમયંતીનો ત્યાગ-દમયંતીને ધનદેવ નામક સાર્થવાહનો ભેટો થયો ત્યાં શ્રી મલ્લિનાથ પ્રભુની પ્રતિમાના દર્શન-પ્રશ્નકથન-ધર્મગુપ્તાચાર્ય પાસે સાંભળવા મલ્યું કે તમે શ્રી મલ્લિનાથ પ્રભુના તીર્થમાં પ્રસન્નચંદ્ર રાજા બનીને મોક્ષે જશો
15