________________
= ૪૩૪૪. આટલા વિસ્તારમાં પથરાયેલા આ ચરિત્રમાં ઠામઠામ ઉપદેશાત્મક મહાવાક્યો, પ્રસંગને અનુરૂપ કથાઓ તેમજ પ્રસંગને અનુરૂપ ઉપમા-અલંકાર-લાલિત્ય-ભાષા સૌષ્ઠવ-શબ્દ લાલિત્ય આદિથી ભરપૂર છે. દરેક સર્ગનો સામાન્ય પરિચય આ મુજબ છે. સવિશેષ તો અનુક્રમણિકા જોવાથી ખ્યાલ આવશે.
પ્રથમ સર્ગમાં - શ્રી રત્નચંદ્રમુનિ પોતાની કથાદ્વારા બળરાજાને વૈરાગ્યવાસિત કરે છે વચમાં નમસ્કાર મહામંત્રના શ્રવણનો અનેરો મહિમા બતાવી તે વાતને પુષ્ટ કરવા ગંધાર નામક શ્રાવકની કથા દર્શાવી છે. જૂની આવૃત્તિમાં શ્લોક નં. ૨૩૧- બે વાર ભૂલથી નંબર અપાયેલ તે આમાં સુધારેલ છે.
બીજા સર્ગમાં - પોતાના પુત્રને રાજગાદી મળે અને પોતે રાજમાતા બને, આવા અરમાનોને કારણે સાવકીમાતા શોક્યના પુત્ર ઉપર કેવા પ્રકારનો ગંભીર આરોપ મૂકે છે ! તે બતાવી સ્ત્રીચરિત્રની ગહનતાનું સારું એવું વર્ણન કર્યું છે. શ્લોક નં. ૧૩૨માં એક અક્ષર ઘટતો હોવાથી “તું” ઉમેરેલ છે. ગુજરાતી ભાષામાં વપરાતો બકરી શબ્દ વેરીમિવ - ૩૨૬, વિક્ષરી (સં.૭-૭૯) શબ્દપણ અહિ મળે છે. “દઢપ્રહારી” બ્રાહ્મણપુત્ર હોવાથી તે અવધ્ય છે. તે વાત પણ અહિયા મળે છે.
બળરાજાની દીક્ષા બાદ મહાબલકુમાર રાજા બને છે. અન્યઅન્ય દેશના છ રાજાઓ સાથે કલ્યાણમૈત્રીનો કોલ કરાર કરે છે. ન્યાય-નીતિપૂર્વક રાજય શાસન કરતા કરતા એકવાર નગરમાં પધારેલા શ્રી વરધર્માચાર્યની દેશનાશ્રવણના પ્રતાપે વૈરાગ્યવાસિત બની પોતાના પુત્ર બળભદ્રને રાજગાદીએ બેસાડવા શ્રેષ્ઠ જ્યોતિષીને બોલાવે છે. તે પ્રસંગે જ્યોતિષશાસ્ત્રની પ્રાસંગિક