________________
૧૩
લાગવા પ્રેરે છે. અંદગીમાં એક જ કર્તવ્ય હોય એમ નિરંતર
હારા કાનમાં કહે છે. અને તે કર્તવ્ય બીજું કોઈ નહિ પણ હિંદને એક નૂતન આદર્શ આપવાનું છે. આ રસ્તે મહે કેટલાક પંથ કાપે છેઃ છૂટાંછવાયાં લખાણો કર્યા છે અને ભવિષ્યમાં એક “શાસ્ત્ર” રૂપે આદર્શ રજૂ કરવાનો સંકલ્પ છે. હાલમાં તે એ શાસ્ત્રની પ્રસ્તાવનાની ગરજ સારે એ મતલબથી આ બહાનું પુસ્તક પ્રસિદ્ધ કર્યું છે.
પ્રસ્તુત લેખમાં મહાવીર, શત્રુંજય આદિ જનધર્માયુયાયીએનાં જ માનીતાં નામો હારી “ કલા ” ના સાધન તરીકે વાપરવામાં આવ્યાં છે તે સકારણ છે. અમુક ભાવો (Ideas)ના પ્રતિનિધિ તરીકે એ શબ્દો કિમતી છે એ તે સ્પષ્ટ જ છે; પરંતુ તે સાથે એ પણ ખરું કે જે મહાવીરના નામથી શક્તિહીનતા ઉપદેશાવા લાગી છે તે જ મહાવીરના શ્રીમુખેથી શક્તિને કુઆરે છૂટે એ અને વધારે ઈચ્છવા લાગે છે. પ્રસ્તુત લેખમાં સ્થળે સ્થળે સૂત્રો, વ્યાખ્યાઓ, સિદ્ધાંત છૂપાવવામાં આવ્યાં છે, તેથી લગભગ દરેક વાક્ય ઉપર સવિસ્તર વિવેચનની આવશ્યક્તા છે. પરંતુ એવું વિવેચન આપવા પહેલાં અંદગી, દુનિયા, નીતિ, લાગણી, બુદ્ધિ, આત્મા, સ્વર્ગ, મોક્ષ, સુખ, દુઃખ ઈત્યાદિની વ્યાસ “વ્યાખ્યાઓ આપવી જોઇએ અને એ વ્યાખ્યાઓની સત્યતા પુરવાર કરવા માટે ચર્ચામાં ઉતરવું જોઈએ. આ કામ હું ભવિષ્યમાં લખવાના શાસ્ત્રમાં કરવાનો છું.
મહાયુદ્ધ દરમ્યાન તેમ ૫છી પણ હિંદ ભાવનાના જૂનાકર્ણ મંદિરમાં બેઠું રહ્યું છે. એ જ “દયામય ધર્મ, એ જ નિર્મા
તાપૂર્ણ સમાજવ્યવસ્થા, એ જ હાયના ધંધા, એ જ ભીખનાં પાલીટીસ, એ જ લેકમતાશ્રિત આગેવાની, એ જ પેટ ખાતર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com