________________
૨૦
હેમની પાછળ ચાલવા લાગ્યો. આગળ શ્રી મહાવીર અને પાછળ હું એમ ચાલતાં ચાલતાં અમે એક સીધી અને ઘણી મુશ્કેલ ટેકરીની નજદીક આવ્યા, જહાં શ્રી મહાવીર થવ્યા અને હુને કહેવા લાગ્યાઃ ““દયા” અને “રક્ષા ની ભાવનાએ આર્યાવર્તને નિર્માલ્ય કર્યો છે, અને ‘ક્રૂરતા” અને “ભક્ષણની ભાવનાએ આર્યાવર્ત સિવાયની શેષ દુનિયાનું અધ:પતન કર્યું છે. સમસ્ત દુનિયા ભૂલી ગઈ છે કે બુદ્ધિ અને બુદ્ધિએ યોજેલી દરેક ભાવના આત્માની દાસી માત્ર છે, નહિ કે રાણુ. સઘળી ભાવનાઓ. સધળા આદર્શો, સઘળી વ્યાખ્યાઓ આત્માની સહાયક માત્ર હેઈ શકે, આત્માનું સ્વામિત્વ એમની પાસે ન હોવું જોઈએ. ઝવેરી “ચવ ” થી, સોની “રતીથી, કાપડીઓ “સુ” થી, નૈયાયિક ન્યાયસૂત્રથી અને સાધુ વર્તનના અમુક નિયમથી પોતપોતાને ‘વ્યાપાર કરે, પણ એ બધી ચીજે એમનાં કાટલાં માત્ર છે, નહિ કે કિસ્મત. કિસ્મત' ઉપજાવવી અને એ વડે પોતે વધુ શક્તિમાન થવું એ જ આશય હોવો જોઈએ. કાપડીઓ તસુ અને ગજને બદલે શેર અને બશેરીના બંધારણ” વડે પણ " કિમત 'ઉપજાવી શકે. જીવનને
કરતા’ ના ધરણનું આશ્રિત બનાવવું એ “ભ્રમણ’ છે, તેમજ “દયા” ના જ ધારણનું આશ્રિત બનાવવું એ પણ ભ્રમણા છે. હું હારે હમારી પૃથ્વી પર ફરતે હતો, સ્ટારે મહે કરતા બહુ વધેલી જોઈ તેથી રયા અને રક્ષાનું ધોરણ છ આપ્યું હતું. જો કે તે છતાં મહારા “ગુપ્ત મંડળના સભાસદોમાં–શૈતમ જેવાઓમાં–દયાના ધોરણની તાબેદારી ન રહેવા પામે એની પણ હું સંભાળ અવશ્ય રાખતો. એક ભરવાડ વ્હારે મહને મારવા તૈયાર થયે હતો અને ઇન્દ્ર હારી મદદે દોડી આવ્યો હતો હારે હે તે મદદ અને રક્ષા સ્વીકારવામાંય “અપમાન અને પાપ માન્યું હતું, એ મતલબને એક ઉલ્લેખ આજે પણ જેનેના ધર્મગ્રંથોમાં ભાગ્યા તૂટયા આકારમાં હયાતી ધરાવે છે. પણ એ ઘટનાનું સંપૂર્ણ-આબેહુબ-ધ્યાન તેઓ પાસે નથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com