________________
લેખક, વા. મ. શાહ લૌકિક ધર્મને તેડવા–સંહારવા, નવું” ઉત્પન્ન કરવા અને નવા વડે લેકોને ભડકાવી એમાંથી થોડીક હિમતવાન વ્યક્તિઓ બનાવવા માટે જ હું મારા ‘ડુંગર” પરથી કવચિત “ નીચે ઉતરી અડવું છું. હું દરેક ચીજને નવી “કીમત” આપું છું, નવાં નામ આપું છું, નવાં રૂપ આપું છું, અને તેથી જૂની કીમતના રખવાળે ક્રોધાયમાન થઈ ખારા પર પ્રહાર કરવાને ૫ણ ચૂકતા નથી. પણ તેથીય શું ? દરેક પ્રકાર મહારે મન આનંદનો એક નવો પાક છે ! અને એટલા જ માટે હું “આર્ય ' કરતાં “અનાર્ય ” લેકમાં વધારે જાઉં છું !” એમ શ્રી મડા ર કહેતા હવા.
તથાપિ ગૌત્તમને ગભરાટ હજી દૂર થયો નહિ. “પ્રભો ! હું તે આપનો ભક્ત છું–શિ છું. મને તો આપે હાથ દેવો જોઈએ.” એમ ગોત્તમ કાલાવાલા કરતા હવા.
અને શ્રી મહાવીરે આંખ બંધ કરી અને બેદરકારીથી કહ્યું : “ હું “મુડદાં ' ઉપાડનો નથી ! અને ખાર શિવ્ય, હારી માફક ગુરનેય શિખામ કે આજ્ઞા આપતો હેય નહિ ! તું તે વખતે “હારો શિષ્ય થવા આવ્યો હતો કે જે વખતે તું પિતાને જ પછાન ન હતું. ગરમ ! જે પોતાને પીછાનતો નથી તે બીજાને શું પાને? મને ને પીછાન્યા સિવાય તું બહાર શિષ્ય થવા આવ્યો તેથી શું દહાડો વળે? માટે પ્રથમ તું પિતાને પીછાન. એટલે મને પીછાની શકીશ; અને મને પીછાનીશ &ારે હું હને રૂારા શિષ્ય તરીકે સ્વીકારીશ. દેવોના વલ્લભ ! હારો લકત્તર ધર્મ તે આવે છે ! “લૌકિક ધર્મોમાં એથી ઉલટું જ છે. લો ગમે તે પુરુષના પગને વળગી પડે છે,-હેને ચહેરાથી અંજાઈ જઈને, કે હેના સંગીતથી મુગ્ધ થઈને, કે તેની આસપાસના ઠાઠમાઠથી દબાઇ જઇને, કે હેના વાણીવિલાસથી રેજિત થઇને, લેકે ગમે તે પુરૂષના પગને વળગી પડે છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com