Book Title: Mahavir Kaheta Hava
Author(s): Vadilal Motilal Shah
Publisher: Shakrabhai Motilal Shah

View full book text
Previous | Next

Page 32
________________ ૩૧ લેખક, વા. મ. શાહ પિઠે જાણતો હોઈશ; તેથી, ઓ દેવાના વલ્લભ ! તેથી તે ભરવાડ મહને તે ગાયો ભળાવી ચાલતો થયો. પણ હું તો “ડુંગરની જમીન ' પર બેઠો સતે વાદળાંનીય પેલી પાર ઉડતો હતો-કૂદતો હતો ? મને તે ગાયોની શી દરકાર હતી ? “આકાશમાં જ કામધેન લાવવાને શક્તિમાન હોવા છતાં એની પણ ગરજ વગરનો હું આ દુનિઆપરની ગાયોને શું કરું? દેવતાના વલ્લભ ! મહને કશાની શી પરવા છે? “હને તે ગાયોના ભરવાડ કે માલીક બનવાની પણ ગરજ ન હતી તેમજ હેમને હેમનું દૂધ છીનવી લેવા ખાતર લાકડીથી મારનાર અને સદા બંધનમાં રાખનાર ભરવાડથી છૂટી કરવાની પણ અને પરવા નહોતી; કારણકે આ દેવોના વલભ! હું કુદરતના નિયમ અને કુદરતનું વલણ બરાબર જાણતો હેબ મને કોઈની દશા પર ખેદ' થવો જ શક્ય નથી, કારણ કે “લાગણું માત્રથી હું ઉ છું. મારી ઉભરાઈ જતી શક્તિઓ કોની તૃષા છીપાવનાર કે સહાયક થઈ પડે એ જુદી વાત છે, પણ હું કોઈને માટે ખેદ કે કોઇના પર દયા કરવાના સ્વભાવવાળ નથી. તેથી, ઓ દેવાના વલભ! તેથી હું તે ગાયોની બાબતમાં કશો પણ વિચાર કરવાની દરકાર વગર મ્હારા ઉડવા અને કુદવામાં જ મશગુલ રહ્યો. અને અને આ પ્રમાણે બેતમાવાળે જઈ પેલી ગાયોએ સ્વતઃ ગામ ભણી રસ્તો લીધો ! બિચારી તે ગાયો! ગોત્તમ! તે કદાચ એવી આશા રાખતી હતી કે હેમના ભરવાડની પેઠે હું પણ એમને ખીલે બાંધી, થોડું “લીલું ઘાસ નીરીશ, બે ચાર ગાળે અને ડચકારા પછી એકાદ દંડપ્રહાર કરી એમને દોહી લઈશ ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60