________________
૩૨
મહાવીર કહેતા હતા બિચારી તે ગાયો ! હેમને ખુલ્લા મેદાનમાં ચરવાની મના હતી અને લીલું ઘાસ લાવીને હેમના ખીલા આગળ નીરવામાં આવતું હતું, તેથી ëમાં જ તે ટેવાઈ ગઈ હતી અને હેમાં જ હેમને “સુખ' લાગતું હતું–બિચારી તે ગાયોને !
બિચારી તે ગાયો ! દેરડું અને દંડે એ અનિશ હેમની નજર આગળ રમી રહ્યાં હતાં અને તે તો હેમણે હારી પાસે જોયાં નહિ! કહે, દેવોના વલ્લભ! મારી પાસે રહેવું એમને કેમ ગમે-બિચારી તે ગાયોને?
પણ સાંભળ, ઓ ગોત્તમ! મહાવીર કોઈ દિવસ લેકગણુ સાથે શબ્દોની આપ-લે કરતો નથી. સિંહણનું દૂધ સુવર્ણપાત્ર જ ઝીલી શકે, બીજી ધાતુનાં વાસણ કરવી શકે જ નહિ, ઓ ગૌત્તમ! મહાવીર બરાબર જાણે છે; કારણ કે તે ગુફામાં પણ જોઈ શકે છે.
“અને મહાવીરની ભાષા જેટલી “સિંહ”થી અને “બાલકથી હમજી શકાય છે તેટલી “ગાયે થી અને “ભરવાડ”થી નથી હમજી શકાતી; કારણ કે સિંહના તે ઉદ્ઘાસને પણ ગાયો
દુર્ગધ' માને છે! ઓ દેવાના વલ્લભ! એટલા માટે હું પ્રાયઃ ગુફાઓ સાથે કે ગિરિશિખરો સાથે કે આકાશમાં વાદળાં સાથે કે મહારા પોતાના ઉત્પન્ન કરેલા “વિચાર” રૂપી પુત્ર સાથે વાતો કર્યા કરું છું અને કવચિત કવચિત “દુનિયા” રહામે ‘બળવો’ કરનાર કોઈ 'સિંહ' મળી જાય છે તે હેની સાથે વાત કરું છું !
ઓ દેવેના વલ્લભ! મહાકું ડહાપણુ-મ્હારૂં જ્ઞાન બહારની ગુફામાં ગર્ભવંતું થયું હતું, તેથી તે શહેરમાં વસતા” લોકાને માટે ભયંકર છે મહારૂ ડહાપણ એકાંત ગિરિશિખર પરની શિલાપર વીયાણું હતું, અને હેનું બાળક જન્મની સાથેજ સમુદ્રના તળિયાથી આકાશના છેડા સુધી કુદાકુદ કરવા લાગ્યું હતું! ઓ દેના વલ્લભ!
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com