Book Title: Mahavir Kaheta Hava
Author(s): Vadilal Motilal Shah
Publisher: Shakrabhai Motilal Shah

View full book text
Previous | Next

Page 35
________________ ३४ મહાવીર કહેતા હવે એટલે વિકૃત બને છે ત્યહારે છેવટે હેની અંદર દબાઈ રહેલું એશ્વર્ય બીજા કેઈ પાત્ર કે પદાર્થને ઈશ્વર બનાવવા પ્રવૃત્ત થાય છે. તે દબાઈ રહેલું આશ્વર્ય કહે છેઃ “ચાલે આપણે પત્થરને પણ ઇશ્વર બનાવીએ અને પૂજીએ; કારણ કે ઈશ્વરના પૂજન વગર બીજું બધું ધૂળ છે !” પોતાનું આશ્વર્ય પછાનવા અને સ્વીકારવા અને જાહેર કરવામાં શરમ–પાપ-અનીતિ-ગુન્હો માનવાનું શિક્ષણ ભરવાડોએ ફેલાવ્યું હતું, ગામકારણ કે જડ પર રાજ કરવું સહેલું છે! તેથી ભરવાડેએ ગાયોને વિનીતપણું શિખવ્યું. લાંબા કાળથી એ શિક્ષણ પામેલી ગાયે ભરવાડને કહે છે: તું અમારા શરીરમાંથી દૂધ દોહી લે અને એ દૂધની મલાઈ વડે સશક્ત થઈ અનંતકાળ સુધી અમારું સ્વામિત્વ ભોગવ, અમારી સુરક્ષિત છંદગી” જાળવવા ખાતર અમારા પર દોરડાં અને દંડના પ્રયોગ પણ ખુશીથી અજમાવ, હારું દિલ ચાહે તેમ અમને રાખઃ હારૂં શરણું એ જ અમારું સુખ છે. નાગરિકે હાકેમને કહે છે: “અમારી પાસેથી કર લે, હારી કીર્તિને સહીસલામત અને વધારે વિસ્તૃત બનાવવા માટે કરવા પડતા યુદ્ધમાં હોમવા ખાતર અમારાં શરીર જોઈએ તો તે પણ લે; કારણ કે અમને હારા એ કથનમાં શ્રદ્ધા છે કે તું જે કાંઈ કરે છે તે બધું અમારી રક્ષા માટે જ કરે છે. અમે તો હારો અચળ સૂર્ય અને અમારે અખંડ ચુડલે–ચાંદલે એ જ ઈચ્છીએ છીએ; અને તેથી હારા પ્રત્યે વગર શરતે “વફાદારી’ બતાવવામાં જ અમારું કલ્યાણ છે.” ભક્તો ગુરૂને કહે છેઃ “અમારું ધન જ માત્ર નહિ પણ તન અને વળી મન પણ–રે આત્મા પશુ-હને સમપર્ણ છે ! તું જે ફરમાવે તે અમારી “નીતિ’ છે. તું ઋાં દોરી જાય ઢાં અમે અંધનો મોક્ષ છે.’ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60