________________
૩૮
મહાવીર કહેતા હતા કિંમત આંકો છો. સહાય કરવી જ હોય તો શક્તિ વધારવામાં સહાય કરે, પંતુજી–ઠીંગુજી બનવામાં–પરાધીન બનવામાં સહાય ન કરો. સ્વરક્ષાની અને જયની શક્તિ દરેક જીવાત્મામાં રહેલી છે, હેને પ્રકટ કરવામાં અને ખીલવવામાં સહાય કરવી હોય તે કરજે,––પરન્તુ તે પણ પરોક્ષ રીતે–દૂર રહીને-સૂર્યનાં કિર
ની માફક કરજો. જીવાત્માઓની ખરી સહાય એ જ છે. ઈન્દ્ર! તું ગમે તેટલો બળવાન, તો પણ હજી સોના-રૂપાની બેડીઓથી –સુખદુઃખના ખ્યાલોથી–બંધાયેલો “ગુલામ” છે! “લાગણી” ન દાસ છે ! શું બંધનમાત્રને હસી શકનાર, “લાગણી” ને પોતાની ટચલી આંગળી પર નાચ નચાવનાર વાર એક ગુલામની સહાય સ્વીકારશે ? કે ઇચ્છશે પણ?...હા...હા...હા...! પણ હુને હજી સીમા વગરનું સત્ય હમજવાને વાર છે! હીરામાણેકમાં સજાયેલાથી ‘ નગ્ન સત્ય” સહન થવાને હજી વાર છે ! “ભલા' ભાઈ! હમણાં તે તું હારા સ્થાને સીધા, અને મહેને “મહારી મઝા” એકલા એકલા ચાખવા દે !”
અને દેવોના વલ્લભ એવા ઓ ગત્તમ ! એ જ વખતે ઈન્દ્ર મસ્તક નમાવી આકાશમાગે અદશ્ય થયો. હારી દષ્ટિ સમક્ષ માત્ર પેલે દોરડું ઉગામી ઊભેલો ક્રોધાતુર ભરવાડ અને પેલી મુંગી ગાય : એ સિવાય બીજું કાંઈ નહતું.
અને આ સઘળું માત્ર એક ક્ષણમાં બનવા પામ્યું હતું. પેલા ભરવાડે દોરડું ઉગામ્યું અને મહારા હૃદયે ગુપ્ત હાસ્ય કર્યું એટલા અંતરમાં આ સઘળું બન્યું હતું. તે ભરવાડ તે ઈન્દ્રને જોઈ શક્યો નહતો, કે અમારા વચ્ચે થયેલી વાતચીત સાંભળી શકો નહતો. અને, એ દેવેના વલ્લભ! શું દુનિયાના કીડા દેના દેવને કદાપિ જોઈ-સાંભળી શકયા છે?
“પણ મહારું મૌન પેલા ભરવાડના ક્રોધાગ્નિમાં થી હેમિનાર થઈ પડયું. ગૌતમ! તે ભરવાડ નાગની પેઠે કુફાટા મારવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com