________________
મહાવીર કહેતા હતા ...હા...! દેના વલ્લભ! તું મને સ્ત્રી બનાવવા ઈચ્છે એય હારી ગુરૂભક્તિ કે ?... અને સાંભળ, હવે હુને કહી દઉં છું કે સ્ત્રી હાથ તો આપે છે, પણ...બદલામાં હૈિયું લઈ લે છે !...' હૈયું જતાં હિંમત હેની સાથે જ જાય છે, અને તેથી જ સ્ત્રીઓ આટલી બધી હિંમતવાળી છે, હારે આજના પુરૂષો રોડ, માયકાંગલા, પારકા હાથની “હુંફ” પર જ જીવતા, સ્વબલ અને સ્વમાનના “ભાન વગરના અને અનુદાર બન્યા છે. દેવોના વલ્લભ! જે હું ઈચ્છા કરવાની સ્થિતિમાં હોત તો આજના પુરૂષો સ્ત્રી બને એમ ઈચ્છત ! કારણ કે, તેથી તેમાં કાંઈક વિશેષ “માણસાઈ’ પ્રકટ થાત ! અને ગાત્તમ ! આપણે તો હમણ “માણસાઈ નહિ પણ દેવતાઈ-પરમ દેવતાઈ-સિદ્ધાઈ પ્રકટ કરવા ગિરિરાજ પર નીકળી પડ્યા છીએ તે શું તું ભૂલી ગયો?" એમ શ્રી મહાવીર કહેતા હવા.
“ગરમ ! આજે સ્ત્રીઓ સ્ત્રીત્વને વફાદાર નથી રહી, પુરૂષો પુરૂષત્વને. આજે બધાએ આરામને લક્ષ્યબિંદુ માન્યું છે, અને કેટલાકે તો વળી એશઆરામને ! અને તેથી મુક્તિ પણ આરામસ્થાનમાં જ કલ્પી છે ! “ આરામ” તથા “સુખને પ્રાપ્તવ્ય ઠરાવી “દુનિયાના ઈશ્વરે એ દુનિયાના માણસો ” માટે નીતિઅનીતિના વાડા અને પુર -પાપની સાંકળો યોજી લેકેને સાહસ વગરની–“ લહેજત” વગેરની-તનદુરસ્ત “મસ્તી” વગરની– ગૌરવ” વગરની-કંગાલ કીટવત્ જીંદગી જીવતાં શીખવ્યું છે. દેવોના વલ્લભ! તું પણ એ “લૌકિક ધર્મમાં જ ઉછરેલ હોવાથી તું “બેડીઓને તેડતાં ડરે છે અને હારા હાથની માગણી કરે છે. પણ જાણ, એ દેવોના વલભ! જાણ કે, લૌકિક નીતિ અને
* પુરૂષ-આજને વિકૃત નિર્માલ્ય પુરૂષ નહિ પણ સ્વાભાવિક પુરૂષ પિતાની ઉભરાઇ જતી શક્તિને લીધે સ્વભાવત: ઉદાર હોય છે. “ભલાઈ” કે “પુણ્ય” કરવાના ઇરાદાથી નહિ પણ સ્વભાવતઃ-જેતાની “મઝા”
ખાતર-તે “ઉભરાય” છે, વર્ષ છે, આપે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com