________________
૧૭
છે તું ભી એવા ગીત પર
મહે પૂછયું: “અને, મહારાજ ! આપ અહીં હાંથી ?”
જિનવિજયજી બોલ્યાઃ “હું હવે “મહારાજ' નથી, બાળક છું. જે મને “મહારાજ' અને “આપ” શબ્દોથી સંબોધીશ તો હારે ને હારે બનશે નહિ. ત્વને ખબર છે? ભણેલું બધું ભૂલી જઇને એક તર્કવિતર્કહીન બાલક થઈ છેલ્લા છ માસથી હું આ ૫હાડ પર આવી રહ્યો છું. ભૂતકાળને હું યાદે કરતે થીઃ ફલાણી તકે મહે ગુમાવી કે ફલાણું ભૂલ કરી એવા સ્મરણથી મહાર આનંદ કલુષિત કરવા હવે હું તૈયાર નથી. ભવિષ્યની મહને પરવા નથીઃ કાલે ખાવા નહિ મળે તે શું થશે, કે જાનવર આવી ફાડી ખાશે તો શું થશે, ઇત્યાદિ (કાલની ચિંતા હું કરતું નથી. હાય, કલેશ, ભય એ ત્રણ શત્રુને મારીને અહીં આવી બેઠે છું. એ શ ઓને મારનારાઓ જ આ શત્રુંજયગિરિ પર આવે છે અને અહીંની ખુશનુમા હવાથી આર વધારે તાકાતવાળા બને છે. અમને અહીં આગળ વધવાની. હેટા થવાની, ખીલવાની પણ ‘ઇચ્છા” થતી નથી. અમે તે અમારાથી “ડેટા'ને જોઈએ છીએ અને આપોઆપ ખીલીએ છીએ. બધી અવસ્થાના અવધુ આ પહાડ પર રહે છે. કોઈ બાલ્યાવસ્થામાં, કોઈ કિશોર અવસ્થામાં, કોઇ ભર યુવાનીમાં, કોઈ આધેડ અને કોઈ વૃદ્ધ, તે કોઈ વળી અતિવૃદ્ધ અવસ્થામાં છે. તેઓ એક સ્થળેથી બીજે
સ્થળે પસાર થાય છે સ્ટારે હેમના દેહમાંથી તેમના ગુણેને સક્સ પ્રવાહ વહેતો જ હોય છે અને તે અમને આપોઆપ મળતા રહી અમારું પોષણ અને વૃદ્ધિ સ્વભાવતઃ થયાં કરે છે. પણ દોસ્ત, હવે કહે કે તું અહીં કહાંથી?”
મહારા છગરી દસ્ત!” હે કહ્યું: “હું અહીં અવધૂઓમાંના એકાદને જેવા જ આવ્યો છું.”
જિનવિજયજી બાળકની નિર્દોષતાથી હસ્યા અને બોલ્યાઃ દુનિયાના લેકિને વધુ દેખાતા જ નથી!” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com