________________
,
1 હશે કે વ્હેલતા હશે કે પેાતાના ‘ગુપ્ત મંડલ ' વચ્ચે કાઇ મહાન પ્રશ્નનું કાકડુ ઉકેલતા હશે, એમ ધારી મ્હેં રાત્રિને સમય આ કામ માટે પસંદ કર્યા હતા. દુનિયાના મનુષ્યા દુનિયા પાર વસતારાના જીવન બાબતમાં પશુ પોતાની જ રીતે ખ્યાલ આંધે છે!
એક ટેકરી પરથી બીજી ટેકરી પર હું વ્યર્થ ભટકયા, કારણ કે મ્હારી આશા પ્રમાણે કાઇ મહાવીર, કાઈ કૃષ્ણ, કાઇ મહમ્મદ, કાઈ નાનક, કાઇ કબીર, કાઇ શિવાજી, કાઇ નેપાલીઅન મ્હને રસ્તામાં વ્હેલતા કે ગુફામાં બેઠેલા જોવામાં ન આવ્યા.
6
તથાપિ હજી મ્હારી આશા થાકી નહેાતી, જો કે મ્હારા પગ અવશ્ય થાક્યા હતા. એ આશા મ્હારા પગને નવું બળ ધીરતી હતી. તેથી હું આગળ ને આગળ ચાલવા લાગ્યા અને એક ટેકરી પર એક મનુષ્ય આકૃતિ જોઇ તે તરફ વધવા લાગ્યા. આખરે એક સિદ્ધતા તેા પત્તો મેળવ્યા છે!' એમ કહી મ્હારૂં મન મલકાવા લાગ્યું. પરન્તુ છેક નજીકમાં આવી પહોંચતાં ચંદ્રપ્રકાશની સહાયથી મ્હારી આંખાએ એ આકૃતિને એકદમ પિછાની. તે બીજું કાઈ નહિ પણ મુનિ જિનવિજય હતા, કે જેના નિખાલસ નિરભિમાની હૃદય માટે અને જ્ઞાનની શુદ્ધ ભક્તિ માટે મ્હને હમેશાં બહુમાન હતું. હું હેમને એક એવા પુરૂષ તરીકે પિછાનતા હતા કે જે સાહિત્ય તથા ન્યાય શાસ્ત્રના જ્ઞાન અને સરળ હૃદય વડે, હજારા પડદા તળે ઢંકાયલા સત્યને જોવા અને પ્રગટ કરવા મથતા હતા, જો કે બુદ્ધિવાદથી વr mysticism (ગુપ્તવાદ) માં હજી પહોંચ્યા નહેાતા. તેઓ પોતાના સરસ્વતીનિવાસ અને શાસ્ત્રાના ઢગને છેાડી આ પહાડ પર અને આટલી રાત્રિએ ક્રમ આવ્યા હશે એ ખ્યાલથી મ્હને આશ્ચર્ય થયું.
મ્હને જોતાં જ તે મ્હને ભેટી પડયા અને એક નિર્દોષ બાળકની નિખાલસતાથી પૂછ્યા લાગ્યા : “દોસ્ત ! તું અહી મ્હાંથી ?”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com