Book Title: Mahavir Kaheta Hava
Author(s): Vadilal Motilal Shah
Publisher: Shakrabhai Motilal Shah

View full book text
Previous | Next

Page 11
________________ હજી સુધી એ કામને માટે સંપૂર્ણ લાયકાત ધરાવતા એક પણ મહાવીર હિંદમાં તો શું પણ યુરોપ-અમેરિકામાં પણ જો જણાયો નથી. હા, બર્નાર્ડ ર, વેલ્સ, સૈનીન, ગાંધી જેવી કેટલીક વ્યક્તિઓ ઉત્પન્ન થઈ છે ખરી કે જેઓ જનસમાજ કરતાં કાંઈક વધારે શક્તિ ધરાવે છે અને એ શકિત વડે સમાજના અમુક ઘાટ ઘડવા પ્રયાસ કરે છે. જર્મનીના ફ્રેડરિક નિજોએ મહાયુદ્ધ પહેલાં જ એ તૈયારીઓ કરી હતી. આ લેખ પણ એક એવો અખતરે જ છે. પરંતુ આવા સઘળા પ્રયાસે ભવિષ્યમાં જન્મનાર કોઈ શ્રેષ્ઠ મહાવીરની– Sage'ની-પ્રસ્તાવના માત્ર ગણું શકાય. આ પ્રયાસ માત્ર સૂર્યના છડીદાર ગણી શકાય. આપણી સમક્ષ દુનિયાને ઈતિહાસ છે, સાયન્સનાં પરિણામો છે, વેદ અને જૈન શાસ્ત્રનાં તત્ત્વજ્ઞાન છે, ગ્રીક તત્વવેત્તાઓખાસ કરીને ડાનિસસનાં સૂત્રો છે. આ સર્વને હજમ કરી એમાંથી ગૌરવશાલી મનુષ્ય ઉપજાવવાની કલાઆપણે પ્રષ્ટાવી શકીએ છીએ. મહારી શ્રદ્ધા છે કે આ કાર્ય એક પાશ્ચાત્ય કરતાં પૌત્ય વિચારક વધારે સફળતાથી બજાવી શકે, કારણ કે સૂક્ષ્મમાં સૂક્ષ્મ અવલોકન જેટલું પ્રાચીન હિંદમાં થયું છે તેટલું બીજા કે દેશમાં થયું નથી અને એક મહાવીર કે કૃષ્ણના આદર્શમાં જે મહત્તા, ગૌરવ, શક્તિ, જીવનને થનગનાટ, આકર્ષણ ભર્યો છે તેવા અન્ય કોઈ દેશના આદર્શમાં ભાગ્યે જ જોવામાં આવે છે. યુરપને એ આદર્શ આપવા ઇચ્છતા યુપિઅન ફીલસુફ નિોને પણ પૌર્વાત્ય પાત્ર (જરથુસ્ત) જ પસંદ કરવું પડયું હતું. મહે છે જે સાહિત્ય વાંચ્યું છે, જે જે વિચારે વિચાર્યા છે, જે જે અનુભવ કર્યા છે તે સર્વ અને એક જ કામ પાછળ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60