________________
તો વાતે વાતે વઢે તે છોકરાં ય સમજી જાય કે મમ્મી પપ્પા બરક્ત વગરના છે ! દુષમકાળમાં જીવડાં પાકેલાં ચીભડાં જેવાં છે ! એને અડતાં જ ફાટી જશે, ઓરડો ગંધાશે ને છેવટે ધોવો પડશે !
આપણા લઢવાથી છોકરાને દુઃખ થાય તો તેનું તુર્ત જ હાર્ટિલી પ્રતિક્રમણ કરી નાખવાનું. નાનાં છોકરાં હોય તો હૃદયથી મનમાં માફી માંગી લેવી.
વાત દોઢ પહોંચી અને તેથી દોઢ જ કામ થયું ! માટે સોંપતાં જ આપણે ધીરે ધીરે, શાંતિથી સમજાવીને કહેવું. કહ્યા બાદ ફરી પાછું તેને પૂછી લેવું કે “તને શું શું કામ સોંપ્યું તે બોલી જા. એની કરવાની રીત બોલી જા !!” આમ પાકું કર્યા પછી જ એને છોડાય. આ તો આપણી ચંચળતા, ઉતાવળ, અને અધુરાપણું ઘણાં બધા ગૂંચવાડા ઊભા કરી દે છે ! માટે આપણે આ રીતે કાઉન્ટર પુલી ગોઠવવી પડે. છોકરાંના લેવલ સુધી આપણે જવું પડે ! તો જ મેળ પડે !
પૈડાં મા-બાપને બાળકોએ સંભાળી લેવાં જોઈએ. જેમ ગાડીમાં પંચર પડે તો કેવું તરત જ સંભાળી લે છે ! મા-બાપોએ પણ છોકરાં અંદરોઅંદર લઢે ત્યારે કોઈના ય પક્ષમાં બેઠા વગર સમતા રાખી ‘જોયા” કરવાનું !
છોકરાંઓ અંદરોઅંદર લઢે અને પપ્પાને કે મમ્મીને ફરિયાદ કરે ! એમાં લગભગ મા-બાપો જે પહેલું આવીને ફરિયાદ કરે એના પક્ષમાં બેસી જાય અને બીજાને આરોપી ગણી લે ! આમાં સાચો માર્યો જાય ! તપાસ કરવા ય ના રહે વાસ્તવિકતાની ! સાચો ન્યાય થાય તો ગુનેગારી ઘટે ! પણ ન્યાયશક્તિ જ નથી ત્યાં ! કળિયુગમાં જે પહેલી ફરિયાદ કરે તે જ ગુનેગાર !
છોકરાં રીસાય તો મા-બાપ મુંઝાઈ જાય ! અકળાઈ જાય અને ઘાંટાઘાટી કરી દે ! રીસાવાનું કારણ શું? પોતાનું ધાર્યું કરાવવા ! છોકરાં રીસાય ત્યારે મા-બાપોએ સમતાથી, ધીરજથી જોયા કરવું. એની મેળે જ છોકરાં પાછાં પડશે ! પણ ધીરજ લાવે કયાંથી ? એના માટે સક્શાસ્ત્રનું જ્ઞાનીની વાણીનું વાંચન મનન કે આધ્યાત્મિક જીવન જરૂરી છે !
છોકરાં બહુ ગુસ્સો કરતાં થાય તે પહેલાં જ મા-બાપનો ગુસ્સો બંધ થવો જોઈએ. ગુસ્સો એ વીકનેસ છે.
છોકરાને વઢવાનો વાંધો નથી, પણ મહીં અસર થયા વગર વઢો. આ તો મહીં અકળાઈને વઢે, મોટું બગાડીને વઢે ! તેથી કષાયો વધે છે ! કષાય વગર, ડ્રામેટીક વઢો તો છોકરાંને રીયલાઈઝ થાય ને સુધરે ! આ
કર્મનો ન્યાય શું કહે છે કે મા-બાપ છોકરાં પર ગુસ્સો કરે તેનું પુણ્ય બંધાય છે કારણ કે હેતુ એમાં ઊંચો છે ! મા-બાપ ને ગુરુ ગુસ્સો કરે ત્યાં પુણ્ય બંધાય છે, બીજે બધે પાપ !
છોકરાંને બહુ વઢવાથી તે કપટ કરતાં શીખી જાય બીકના માર્યા ! જે છોકરાની મા બહુ કડક હોય તેનાં છોકરાંને વ્યવહાર ના આવડે.
ના છૂટકે છોકરાંને ટકોર કરાય, તે પણ સાધારણ, ચેતવણી પૂરતું કહેવાય જેથી અવળાને સવળું માનીને ના ચાલે ! છોકરાંના હાથે કશું તૂટી જાય, તો ના વઢાય.
મા-બાપ છોકરાં પર કંટ્રોલ કરવા જાય, ડિસિપ્લીનમાં રાખવા જાય ! અલ્યા, આપણે કેટલાં ડિસિપ્લીન્ડ છીએ ?! છોકરાંને કપડાંની જેમ ધીબી નાખે ! તે છોકરાં પછી વેર બાંધે !
“જ્ઞાન” તો શું બને તે ‘જુઓ’ કહે છે અને સામાને દુઃખ થાય તો પ્રતિક્રમણ કરી ધોઈ નાખો !
છોકરાંને કયારે ય મરાય નહીં. સંડાસ ગંધાતું હોય તેથી બારણાંને ચીઢાઈને લાતો મારવાથી શું વળે ? પ્રતિક્રમણ એ જ છે સાચો ઉપાય.
ગુનેગાર બાળકોને સમજાવીને કામ લેવું, નહીં તો વધારે વંઠી જાય ! છોકરાં તો ડાહ્યાં જ હોય, મા-બાપને હેન્ડલ કરતાં નથી આવડતું ! પાર્સલ પર “ગ્લાસ વીથ કેર” એમ લેબલ શા માટે મારતા હશે ? તેમ છોકરાંની સાથે ગ્લાસની જેમ કાળજી રાખીને વ્યવહાર થાય.
19
20