________________
પાર્ટીઓ કરે ને માણસે માણસે છોકરાની હોંશિયારીના વખાણ કરે અને એ જ છોકરો બીજે દહાડે સ્કુટર ઠોકીને કે ગાડી ઠોકીને આવ્યો હોય તો બાપ, ‘અક્કલ વગરનો છે, જંગલી છે, ફરી કયારે ય ગાડી અડવાની નહીં !' વિ. વિ. સંભળાવી દે ! ચઢેલો પ્રેમ ઊતરી ગયો ! એ આસક્તિ કહેવાય, રાગદ્વેષ સહિત હોય માટે ! અને જયાં કિંચિત્માત્ર રાગદ્વેષ નથી, સામા માટે ગમે તેવું થાય તો દોષિત દ્રષ્ટિ થાય જ નહીં તે સાચો પ્રેમ ! એને જ પરમાત્મ પ્રેમ કહ્યો ! જેનાથી સંસાર તરાય !
૭. “અવળાં’ આમ છૂટી જાય ! બાપ વ્યસની હોય તો છોકરાં તેવાં થાય જ ! વ્યસનથી જાગૃતિ પર ખૂબ આવરણ આવે છે. તે છોડયા પછી પણ ઘણો કાળ રહે ! વ્યસનથી માણેલું સુખ રી-પે કરવા અચુક જાનવરગતિમાં જવું પડે ! માટે વ્યસનથી દૂર રહેવું. વ્યસનીના સંગમાં ન રહેવું. વ્યસનથી છૂટવું હોય તો મહીં નિરંતર પ્રતિતિમાં તો રહેવું જ જોઈએ કે વ્યસન એ સો ટકા ખોટી વસ્તુ છે. અને એનો વાંધો નહિ' એમ માને કે એ ચોંટયા વગર રહે જ નહિ !
છોકરાંને ઇંડા, મીઠાઈ વિ. ના ખવડાવાય. એનાથી વીર્ય વધે ને પછી છોકરાં કંટ્રોલમાં ના રહે !
૮. નવી જનરેશન, હેલ્થી માઈડવાળી ! આજકાલ મોટાભાગનો સમય છોકરાં ટી.વી. સીનેમા, રમતગમતમાં વેડફે છે. પા કલાક જુએ તો ચાલે પણ આ તો કલાકોના કલાકો કાઢે એમાં તેનો શો અર્થ ?! લ્હાય બળે ત્યારે ગંધાતો કાદવ શરીરે ચોપડીને ઠંડક લેવા જવું એના જેવું છે ટી.વી., સીનેમાનું !
સંપૂજય શ્રી દાદાશ્રીએ આજની જનરેશન માટેની સુંદર શોધખોળ કરેલી છે કે આજનો યુવાવર્ગ ‘હેલ્થી માઈન્ડવાળો’ છે જાણે દેવલોકમાંથી સીધા જ ઊતરેલા ના હોય ! એમના ભાગે સુખ સાહ્યબી આવી છે ભોગવવાની ! એમના ભાગે બસો, ટેનો મોટરો ને પ્લેન આવ્યાં છે ! પહેલાં તો ગાડાં ને ટાંગા કે પગે ચાલીને જ ફરવું પડતું ! આ વાળછાવાળી
(લાંબા વાળવાળા) નવી જ જાતનું ચોખું મન લાવ્યા છે. એમનામાં કષાયો ઓછા ને વિષયો વધારે છે ! મોહી પ્રજા, તે મોહમાં જ મસ્ત રહે. આપણા બાપદાદાઓએ ડબલબેડ ક્યાં જોયાં હતાં ? અરે, બેડ-રૂમ જ ક્યાં હતી પહેલાં ?! અત્યારે વિષયોમાં ખુંપ્યા તેથી વ્યવહારિક ચાલાકી ઘટી ! આજનાં છોકરાંમાં તેથી બરકત ઓછી જણાય ! મમતા ય બહુ ઓછી ! પણ જીવનમાં સરળતા અને ચોખ્ખાઈ ભારે ! ચોરી, છેતરપીંડી, તેજોષ એવાં અપલક્ષણોથી ખાસ્સાં દૂર જોવા મળે આજના છોકરાં ? પહેલાં ગણતર હતું ને ભણતર ન હતું. આજે એનાથી અવળું જ જોવા મળે. ભણતર પણ ગણતર નહિ, છતાં હેલ્થી માઈન્ડવાળાને ઘડવા હોય તો સરળતાથી ઘડાય !
૯. મધર-ફાધરતી ફરિયાદો ! મા-બાપોની એક ફરિયાદ આજકાલ બહુ જોવા મળે છે; છોકરાં મોડા ઊઠે છે ! રોજ સવારના એટલા માટે કષાયો ને કકળાટો થાય ! દાદાશ્રી રાહ બતાવે છે આનો કે ઘરનાંએ કહેવાનું બંધ કરી દેવું. ઉપરથી સવારના ઓઢાડી આવવું. એની મેળે સમયસર ઊઠતો થશે. અજમાવી જોવા જેવું છે ! નહીંતર ય ક્કળાટથી કંઈ વળતું તો નથી જ ને !
રમતીયાળ છોકરાંને, ‘પરીક્ષામાં સારી ગ્રેડે પાસ થશે તો અમુક ઈનામ મળશે.’ એવી રીતે એન્કરેજ ભણવામાં કરવાં.
નાના છોકરાંના ગ્રાસ્મીંગના “રીવોલ્યુશન્સ પર મિનિટ’ મા-બાપ કરતાં ઘણાં ઓછાં હોય. બન્નેના રીવોલ્યુશન ડીફરન્સને કારણે પટ્ટો ફટાફટ તૂટી જાય. હવે ‘હા’ ‘રીવોલ્યુશન’વાળો ‘લૉ’ કરી શકે પણ “લૉ’ વાળો ‘હા’ ના કરી શકે ! એટલે મા-બાપે જ વચ્ચે ‘કાઉન્ટર પુલી’ મુકી ‘લૉ’ કરવા પડે. ‘કાઉન્ટર પુલી’ એટલે શું ? આપણે ચાર કામ કરવાનાં છોકરાને સોંપીને બહાર ગયા હોઈએ ને પાછા આવીએ તો દોઢ જ કામ થયાં હોય તો તરત આપણી કમાન છટકે ને ? ત્યાં કાઉન્ટર સ્લી ગોઠવવી પડે. છોકરાંને કામ સોંપતાંની સાથે જ ડબલ ચેક કરવું પડે કે જે જે આપણે સોંપ્યું તે એણે સાંભળ્યું છે ? સાંભળ્યું તો સમજ્યો છે ? સમજ્યો પણ કરવાની રીત એને આવડે છે ? આ બધી તપાસ કરતાં જણાશે કે આપણી