Book Title: Klesh Vina nu Jivan
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 8
________________ ક્લેશ વિનાનું જીવન રહેવાની ઓરડી છે કે નહીં ? આટલી ચાર વસ્તુ મળે ને પછી બૂમ પાડે તે બધાંને જેલમાં ઘાલી દેવાં જોઇએ! તેમ છતાં તેને બૂમ રહેતી હોય તો તેણે શાદી કરી લેવી જોઇએ. શાદીની બૂમ માટે જેલમાં ના ઘાલી દેવાય. આ ચાર વસ્તુઓ જોડે આની જરૂર છે. ઉંમરલાયક થયેલાને શાદી માટે ના ન પડાય. પણ આમાંય કેટલાક શાદી થઇ હોય ને તેને તોડી નાખે છે ને પછી એક્લા રખડે છે ને દુ:ખ વહોરે છે. થયેલી શાદી તોડી નાખે છે, કઇ જાતની પબ્લિકે છે આ ?! આ ચાર-પાંચ વસ્તુ ના હોય તો આપણે જાણીએ કે આ ભઇને જરા અડચણ પડે છે. તે ય દુઃખ ના કહેવાય, અડચણ કહેવાય. આ તો આખો દહાડો દુઃખમાં કાઢે છે, આખો દહાડો તરંગો કર્યા જ કરતો હોય. જાતજાતના તરંગો કર્યા કરે ! આ એક જણનું મોટું જરા હિટલર જેવું હતું, એનું નાક જરાક મળતું આવતું હતું. તે પોતાની જાતને મનમાં ખુદ માની બેઠેલો કે આપણે તો હિટલર જેવા છીએ ! મેર ચક્કર ! કંઇ હિટલર ને કંઇ તું ? શું માની બેઠો છે ?! હિટલર તો અમથો બૂમ પાડે તો આખી દુનિયા હાલી ઊઠે ! હવે આ લોકોના તરંગોનો ક્યાં પાર આવે ! એટલે વસ્તુની કશી જરૂર નથી, આ તો અજ્ઞાનતાનું દુ:ખ છે. અમે ‘સ્વરૂપ જ્ઞાન’ આપીએ પછી દુઃખ ના રહે. અમારાં પાંચ વાક્યોમાં આપણે ક્યાં નથી રહેતા એટલું જ બસ જોયા કરવાનું ! એના ટાઈમે ખાવાનું બધું મળ્યાં કરે, અને એ પાછું ‘વ્યવસ્થિત' છે. જો દાઢી એની મેળે થાય છે તો શું તને ખાવાપીવાનું નહીં મળી રહે ? આ દાઢીની ઇચ્છા નથી તો ય તે થાય છે ! હવે તેમને વધારે વસ્તુની જરૂર નથી ને ? વધારે વસ્તુની જુઓ ને કેટલી બધી ઉપાધિ છે! તમને ‘સ્વરૂપજ્ઞાન’ મળતાં પહેલાં તરંગો આવતા હતા ને ? તરંગોને તમે ઓળખો ખરા ને ? પ્રશ્નકર્તા : જી હા, તરંગો આવતા હતા. દાદાશ્રી : મહીં જાતજાતના તરંગો આવ્યા કરે, તે તરંગોને ભગવાને આકાશી ફૂલ કહ્યું છે. આકાશી ફૂલ કેવું હતું ને કેવું નહોતું. એના જેવી વાત ! બધા તરંગમાં ને અનંગમાં, બેમાં જ પડ્યા છે. આમ, સીધી ધોલ મારતાં નથી. સીધી ધોલ મારે એ તો પધ્ધતિસર કહેવાય. પણ ક્લેશ વિનાનું જીવન મહીં ‘એક ધોલ ચોડી દઇશ’ એવી અનંગ ધોલ માર્યા કરે. જગત તરંગી ભૂતોમાં તરફડ્યા કરે છે. આમ થશે તો આમ થશે ને તેમ થશે. આવા શોખની ક્યાં જરૂર છે ? જગત આખું “અન્નેસેસરી’ પરિગ્રહના સાગરમાં ડૂબી ગયું છે ‘નેસેસરી’ને ભગવાન પરિગ્રહ કહેતા નથી. માટે દરેકે પોતાની ‘નેસેસિટી” કેટલી છે એ નક્કી કરી લેવું જોઇએ. આ દેહને મુખ્ય શેની જરૂર છે ? મુખ્ય તો હવાની. તે તેને ક્ષણે ક્ષણે ફ્રી ઓફ કોસ્ટ મળ્યા જ કરે છે. બીજું, પાણીની જરૂર છે. એ પણ એને ફ્રી ઓફ કોસ્ટ મળ્યા જ કરે છે. પછી જરૂરિયાત ખાવાની છે. ભૂખ લાગે છે એટલે શું કે ફાયર થયો, માટે એને હોલવો. આ ‘ફાયર'ને હોલવવા માટે શું જોઇએ ? ત્યારે આ લોકો કહે કે, “શ્રીખંડ, બાસુંદી !' ના અલ્યા, જે હોય તે નાખી દે ને મહીં. ખીચડીકઢી નાખી હોય તો ય એ હોલવાય. પછી સેકન્ડરી સ્ટેજ ની જરૂરિયાતમાં પહેરવાનું, પડી રહેવાનું એ છે. જીવવા માટે કંઇ માનની જરૂર છે ? આ તો માનને ખોળે છે ને મૂચ્છિત થઇને ફરે છે. આ બધું ‘જ્ઞાની પુરુષ' પાસેથી જાણવું જોઇએ ને ?! એક દહાડો જો નળમાં ખાંડ નાખેલું પાણી આવે તો લોક કંટાળી જાય. અલ્યા, કંટાળી ગયો ? તો કે' હા, અમારે તો સાદું જ પાણી જોઇએ. આવું જો થાય ને તો એને સાચાની કિંમત સમજાય. આ લોક તો ફેન્ટા ને કોકાકોલા ખોળે છે. અલ્યા, તારે શેની જરૂરિયાત છે એ જાણી લે ને ! ચોખ્ખી હવા, ચોખ્ખું પાણી ને રાત્રે ખીચડી મળી ગઇ તો આ દેહ બૂમ પાડે ? ના પાડે. એટલે જરૂરિયાત શું છે એટલું નક્કી કરી લો. ત્યારે આ લોક અમુક જ પ્રકારનો આઇસ્ક્રીમ ખોળશે ! કબીર સાહેબ શું કહે છે ? તેરા વેરી કોઇ નહીં, તેરા વેરી ફેલ.” અન્નેસેસરી’ માટે ખોટી દોડાદોડ કરે છે એ જ ‘ફેલ” કહેવાય. તું હિન્દુસ્તાનમાં રહે છે ને નહાવા માટે પાણી માંગે તો અમે તેને ‘ફેલ” ના કહીએ ? અપને ફેલ મિટા દે, ફિર ગલી ગલી મેં ફિર.”

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76