Book Title: Klesh Vina nu Jivan
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 72
________________ ૧૩૪ ક્લેશ વિનાનું જીવન ભગવાન કંઇ તમને ‘હેલ્પ’ કરતા નથી. ભગવાન નવરા નથી. આ તો કુદરતની બધી રચના છે અને તે ભગવાનની ખાલી હાજરીથી જ રચાયેલું પ્રશ્નકર્તા : આપણે કુદરતના ‘ગેસ્ટ’ કે ‘પાર્ટ ઓફ નેચર’ છીએ ? દાદાશ્રી : ‘પાર્ટ ઓફ નેચર’ પણ ખરા અને ‘ગેસ્ટ’ પણ ખરા. આપણે પણ ‘ગેસ્ટ’ તરીકે રહેવાનું પસંદ કરીએ છીએ. ગમે ત્યાં બેસશો તો ય તમને હવા મળી રહેશે, પાણી મળી રહેશે. અને તે ‘ફી ઓફ કોસ્ટ’ ! જે વધારે કિંમતી છે તે “ફ્રી ઓફ કોસ્ટ’ મળી રહે છે. કુદરતને જેની કિંમત છે તેની આ મનુષ્યોને કિંમત નથી. અને જેની કુદરતની પાસે કિંમત નથી, (જેમ કે હીરા) તેની આપણા લોકોને બહુ કિંમત છે. ક્લેશ વિનાનું જીવન ૧૩૩ છે ? બે આખલાઓ લઢે, ખૂબ લઢે, પણ પછી છૂટ્યા પછી એ કંઈ કોર્ટ ખોળવા જાય છે ? બીજે દહાડે જોઇએ તો નિરાંતે બંને ફરતા હોય ! અને આ અક્કરમીઓને કોર્ટો હોય, દવાખાનાં હોય તો ય એ દુઃખી, દુઃખી ને દુ:ખી ! આ લોક રોજ રોદણાં રડતાં હોય. આમને અકરમી કહેવાય કે સક્કરમી કહેવાય ? આ ચકલો, કાબર, કૂતરાં બધાં કેવાં રૂપાળાં દેખાય છે ! એ કંઈ શિયાળામાં વસાણું ખાતાં હશે ? અને આ અક્કરમી વસાણું ખાઇને ય રૂપાળા દેખાતા નથી, કદરૂપા દેખાય છે, આ અહંકાર ને લઇને રૂપાળો માણસે ય કદરૂપો દેખાય છે. માટે કંઈક ભૂલ રહે છે, એવો વિચાર નહીં કરવાનો ? .. તો ય કુદરત, સદા મદદે રહી ! પ્રશ્નકર્તા : શુભ રસ્તે જવાના વિચારો આવે છે પણ તે ટકતા નથી ને પાછા અશુભ વિચારો આવે છે, તે શું છે ? દાદાશ્રી : વિચાર શું છે ? આગળ જવું હોય તો ય વિચાર કામ કરે છે ને પાછળ જવું હોય તો ય વિચાર કામ કરે છે. ખુદા તરફ જવાના રસ્તાએ આગળ જાઓ છો ને પાછા વળો છો, એના જેવું થાય છે. એક માઇલ આગળ જાઓ ને એક માઇલ પાછળ જાઓ, એક માઇલ આગળ જાઓ ને પાછા વાળો.... વિચાર એક જ જાતના રાખવા સારા. પાછળ જવું એટલે પાછળ જવું ને આગળ જવું એટલે આગળ જવું. આગળ જવું હોય તેને ય કુદરત ‘હેલ્પ' કરે છે ને પાછળ જવું હોય તેને ય કુદરત ‘હેલ્પ’ કરે છે. ‘નેચર’ શું કહે છે ? ‘આઇ વિલ હેલ્પ યુ.’ તારે જે કામ કરવું હોય, ચોરી કરવી હોય તો ‘આઇ વિલ હેલ્પ યુ.” કુદરતની તો બહુ મોટી ‘હેલ્પ’ છે, કુદરતની ‘હેલ્પ’થી તો આ બધું ચાલે છે ! પણ તું નક્કી નથી કરતો કે મારે શું કરવું છે ? જો તું નક્કી કરે તો કુદરત તને ‘હેલ્પ” આપવા તૈયાર જ છે. ‘ફર્સ્ટ ડિસાઇડ’ કે મારે આટલું કરવું છે, પછી તે નિશ્ચયપૂર્વક સવારના પહોરમાં યાદ કરવું જોઇએ. તમારા નિશ્ચયને તમારે ‘સિન્સીયર’ રહેવું જોઇએ, તો કુદરત તમારી તરફેણમાં ‘હેલ્પ’ કરશે. તમે કુદરતના ‘ગેસ્ટ' છો. એટલે વાતને સમજો. કુદરત તો ‘આઇ વિલ હેલ્પ યુ” કહે છે.

Loading...

Page Navigation
1 ... 70 71 72 73 74 75 76