Book Title: Klesh Vina nu Jivan
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 71
________________ ક્લેશ વિનાનું જીવન ૧૩૧ ૧૩૨ કહેવાય ? ઘરમાં ડખો કરવા જાય તો તમને કોણ ઊભું રાખે ? તને બાસુંદી થાળીમાં મૂકે તો તે ખાઇ લેજે. ત્યાં એમ ના કહેતો કે “અમે ગળ્યું નથી ખાતા.” જેટલુ પીરસે એટલું નિરાંતે ખાજે, ખારું પીરસે તો ખારું ખાજે. બહુ ના ભાવે તો થોડું ખાજે, પણ ખાજે ! ‘ગેસ્ટ’ના બધા કાયદા પાળજે. ‘ગેસ્ટ’ને રાગદ્વેષ કરવાના ના હોય ‘ગેસ્ટ’ રાગદ્વેષ કરી શકે ? એ તો વિનયમાં જ રહે ને ? અમે તો ‘ગેસ્ટ' તરીકે જ રહીએ, અમારે બધી જ ચીજ-વસ્તુ આવે. જેને ત્યાં “ગેસ્ટ’ તરીકે રહ્યાં હોઇએ તેને હેરાન નહીં કરવાનાં. અમારે બધી જ ચીજ ઘેર બેઠાં આવે, સંભારતાં જ આવે અને ન આવે તો અમને વાંધો ય નથી. કારણ કે ત્યાં ‘ગેસ્ટ’ થયા છીએ, કોને ત્યાં ? કુદરતને ઘેર ! કુદરતની મરજી ના હોય તો આપણે જાણીએ કે આપણા હિતમાં છે અને મરજી એની હોય તો ય આપણા હિતમાં છે. આપણા હાથમાં કરવાની સત્તા હોય તો એક બાજુ દાઢી ઊગે ને એક બાજુ ના ઊગે તો આપણે શું કરીએ ? આપણા હાથમાં કરવાનું હોત તો બધું ગોટાળિયું જ થાત. આ તો કુદરતના હાથમાં છે. એની ક્યાંય ભૂલ નથી હોતી, બધું જ પધ્ધતિસરનું હોય. જુઓ ચાવવાના દાંત જુદા, છોલવાના દાંત જુદા, ખાણિયા દાંત જુદા. જુઓ, કેવી સરસ ગોઠવણી છે ! જન્મતાં જ આખું શરીર મળે છે, હાથ, પગ, નાક, કાન, આંખો બધું જ મળે, પણ મોઢામાં હાથ નાખો તો દાંત ના મળેલા હોય ત્યારે કંઇ ભૂલ થઇ ગઇ હશે કુદરતની ? ના, કુદરત જાણે કે જન્મીને તરત એને દૂધ પીવાનું છે, બીજો ખોરાક પચે નહીં, માનું દૂધ પીવાનું છે તો દાંત આપીશું તો એ બચકું ભરી લેશે ! જુઓ કેવી સુંદર ગોઠવણી કરેલી છે ! જેમ જેમ જરૂર પડે તેમ દાંત આવે છે. પહેલાં ચાર આવે પછી ધીમે ધીમે બીજા આવે, અને આ વૈડિયાને દાંત પડી જાય તો પાછા ના આવે ! કુદરત બધી જ રીતે રક્ષણ કરે છે, રાજાની પેઠે રાખે છે. પણ અક્કરમીને રહેતાં નથી આવડતું તે શું થાય ? પણ ડખલામણથી દુ:ખ વહોય ! રાત્રે હાંડવો પેટમાં નાખીને સૂઇ જાય છે ને ? પછી નસકોરાં ક્લેશ વિનાનું જીવન ઘરડ-ઘરડ બોલાવે છે ! મેર ચક્કર, મહીં તપાસ કરીને શું ચાલે છે તે ! ત્યારે કહે કે, ‘એમાં મી કાય કરું ?” અને કુદરતનું કેવું છે ? પેટમાં પાચક રસ, ‘બાઇલ’ પડે છે, બીજું પડે છે, સવારે ‘બ્લડ’ ‘બ્લડ’ની જગ્યાએ, ‘યુરિન’ ‘યુરિન’ની જગ્યાએ, ‘સંડાસ’ ‘સંડાસ’ના ઠેકાણે પહોંચી જાય છે. કેવી પદ્ધતિસરની સુંદર વ્યવસ્થા કરેલી છે ! કુદરત કેવડું મોટું અંદર કામ કરે છે ! જો ડોક્ટરને એક દહાડો આ અંદરનું પચાવવાનું સોંપ્યું હોય તો એ માણસને મારી નાખે ! અંદરનું પાચકરસ નાખવાનું, ‘બાઇલ’ નાખવાનું, બધું ડૉક્ટરને સોંપ્યું હોય તો ડૉક્ટર શું કરે ? ભુખ નથી લાગતી માટે આજે જરા પાચક રસો વધારે નાખવા દો. હવે કુદરતનો નિયમ કેવો છે કે પાચક રસો ઠેઠ મરતાં સુધી પહોંચી વળે એવા પ્રમાણથી નાખે છે. હવે આ તે દહાડે, રવિવારને દહાડે પાચક રસ વધારે નાખી દે એટલે બુધવારે મહીં બિલકુલ પચે જ નહીં ! બુધવારનું પ્રમાણે ય રવિવારે નાખી દીધું ! કુદરતના હાથમાં કેવી સરસ બાજી છે ! અને એક તમારા હાથમાં ધંધો આવ્યો, અને તે ય ધંધો તમારા હાથમાં તો નથી જ. તમે ખાલી માની બેઠા છો કે હું ધંધો કરું છું, તે ખોટી હાયવોય, હાયવોય કરો છો ! દાદરથી સેન્ટ્રલ ટેક્સીમાં જવાનું થયું તે મનમાં અથડાશે-અથડાશે કરીને ભડકી મરે. અલ્યા, કોઈ બાપોય અથડાવાનો નથી, તું તારી મેળે આગળ જોઇને ચાલ. તારી ફરજ કેટલી ? તારે આગળ જોઇને ચાલવાનું એટલું જ. ખરી રીતે તો તે ય તારી ફરજ નથી. કુદરતે તારી પાસે એ પણ કરાવડાવે છે. પણ આગળ જોતો નથી ને ડખો કરે છે. કુદરત તો એવી સરસ છે ! આ અંદર આટલું મોટું કારખાનું ચાલે છે તો બહાર નહીં ચાલે ? બહાર તો કશું ચલાવવાનું છે જ નહીં. શું ચલાવવાનું છે ? પ્રશ્નકર્તા : કોઇ જીવ ઊંધું કરે તો તે ય એના હાથમાં સત્તા નથી ? દાદાશ્રી : ના, સત્તા નથી, પણ ઊંધું થાય એવું ય નથી, પણ એણે અવળા-સવળા ભાવ કર્યા તેથી આ ઊંધું થઇ ગયું. પોતે કુદરતના આ સંચાલનમાં ડખો કર્યો છે, નહીં તો આ કાગડા, કૂતરાં આ જનાવરો કેવાં ? દવાખાનું ના જોઇએ, કોર્ટે ના જોઇએ, એ લોકો ઝઘડા કેવા પતાવી દે

Loading...

Page Navigation
1 ... 69 70 71 72 73 74 75 76