Book Title: Klesh Vina nu Jivan
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 69
________________ ક્લેશ વિનાનું જીવન ૧૨૭ ધંધામાં હિતાહિત ! ધંધો કયો સારો કે જેમાં હિંસા ના સમાતી હોય, કોઇને આપણા ધંધાથી દુઃખ ના થાય. આ તો દાણાવાળાનો ધંધો હોય તે શેરમાંથી થોડું કાઢી લે. આજકાલ તો ભેળસેળ કરવાનું શીખ્યા છે. તેમાં ય ખાવાની વસ્તુઓમાં ભેળસેળ કરે તે જનાવરમાં ચાર પગમાં જઇશ. ચારપગો થાય પછી પડે તો નહીં ને ? વેપારમાં ધર્મ રાખજો, નહીં તો અધર્મ પેસી જશે. પ્રશ્નકર્તા : હવે ધંધો કેટલો વધારવો જોઇએ ? દાદાશ્રી : ધંધો એટલો કરવો કે નિરાંત ઊંઘ આવે, આપણે જ્યારે ખસેડવા ધારીએ ત્યારે એ ખસેડી શકાય એવું હોવું જોઈએ જે આવતી ના હોય તે ઉપાધિને બોલાવવાની નહીં. વ્યાજનો વાંધો ?' પ્રશ્નકર્તા : શાસ્ત્રમાં વ્યાજ લેવાનો નિષેધ નથી ને ? દાદાશ્રી : આપણાં શાસ્ત્રોએ વ્યાજનો વાંધો ઉઠાવ્યો નથી, પણ વ્યાજખાઉ થયો તે નુકસાનકારક છે. સામાને દુ:ખ ના થાય ત્યાં સુધી વ્યાજ લેવામાં વાંધો નથી. કરક્સર, તો ‘તોબલ' રાખવી ! ઘરમાં કરકસર કેવી જોઇએ ? બહાર ખરાબ ના દેખાય ને કરકસર હોવી જોઇએ. કરકસર રસોડામાં પેસવી ના જોઇએ, ઉદાર કરકસર હોવી જોઇએ. રસોડામાં કરકસર પેસે તો મન બગડી જાય, કોઇ મહેમાન આવે તો ય મન બગડી જાય કે ચોખા વપરાઇ જશે ! કોઇ બહુ લાફો હોય તેને અમે કહીએ કે “નોબલ’ કરકસર કરો. [૭] ઉપરીનો વ્યવહાર ! અન્ડરહેન્ડ’તી તો રક્ષા કરવાની ! પ્રશ્નકર્તા : દાદા, શેઠ મારાથી બહુ કામ લે છે ને પગાર થોડો આપે છે ને ઉપરથી ટેડકાવે છે. દાદાશ્રી : આ તો હિન્દુસ્તાનના શેઠિયા તે વહુને હઉ છેતરે. પણ છેવટે નનામી કાઢે છે ત્યારે તો એ જ છેતરાય છે. હિન્દુસ્તાનના શેઠિયાઓ નોકરનું તેલ કાઢ કાઢ કરે, જંપીને ખાવા ય ના દે, નોકરના પગાર કાપી લે. પેલા ઇન્કમટેક્ષવાળા કાપી લે, ત્યારે ત્યાં સીધા થાય, પણ આજ તો ઇન્કમટેક્ષવાળાનું ય આ લોકો કાપી લે છે ! જગત તો પ્યાદાને, ‘અન્ડરહેન્ડ'ને ટેડકાવે એવું છે. અલ્યા, સાહેબને ટૈડકાવને, ત્યાં આપણું જીતેલું કામનું ! જગતનો આવો વ્યવહાર છે. જ્યારે ભગવાને એક જ વ્યવહાર કહ્યો હતો કે તારા “અન્ડર’માં જે આવ્યા તેમનું રક્ષણ કરજે. “અન્ડરહેન્ડ’નું રક્ષણ કરે તે ભગવાન થયેલા. હું નાનો હતો ત્યારથી જ ‘અન્ડરહેન્ડ'નું રક્ષણ કરતો. અત્યારે અહીં કોઇ નોકર ચાની ટ્રે લઈને આવે ને તે પડી જાય એટલે શેઠ એને ટૈડકાવે કે ‘તારા હાથ ભાંગલા છે. દેખાતું નથી ?’ હવે એ તો નોકર રહ્યો બિચારો. ખરેખર નોકર કોઇ દહાડો કશું તોડે નહીં, એ તો “રોંગ બીલિફથી એમ લાગે છે કે નોકરે તોડ્યો. ખરેખર તોડનારો બીજો છે. હવે ત્યાં બિનગુનેગારને ગુનેગાર ઠરાવે છે, નોકર પછી એનું ફળ આપે છે, કોઇપણ અવતારમાં. પ્રશ્નકર્તા : તો એ વખતે તોડનાર કોણ હોઇ શકે ? દાદાશ્રી : એ અમે ‘જ્ઞાન’ આપીએ છીએ તે વખતે બધા ખુલાસા

Loading...

Page Navigation
1 ... 67 68 69 70 71 72 73 74 75 76