Book Title: Klesh Vina nu Jivan
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 75
________________ ક્લેશ વિનાનું જીવન સત્સંગમાંથી અમે ઘેર ટાઇમસર જઇએ. જો રાત્રે બાર વાગે બારણું ખખડાવીએ તો એ કેવું દેખાય ? ઘરનાં મોઢે બોલે, ‘ગમે ત્યારે આવશો તો ચાલશે.’ પણ તેમનું મન તો છોડે નહીં ને ? એ તો જાતજાતનું દેખાડે. આપણાથી એમને સહેજ પણ દુઃખ કેમ અપાય ? આ તો કાયદો કહેવાય ને કાયદાને આધીન તો રહેવું જ પડે. બે વાગે ઊઠીને ‘રિયલ’ની ભક્તિ કરીએ તો કોઇ કંઇ બોલે ? ના, કોઇ ના પૂછે. ૧૩૯ શુદ્ધ વ્યવહાર : સદ્ વ્યવહાર પ્રશ્નકર્તા : શુદ્ધ વ્યવહાર કોને કહેવો ? સદ્ વ્યવહાર કોને કહેવો ? દાદાશ્રી : ‘સ્વરૂપ’નું જ્ઞાન પ્રાપ્ત થયા પછી જ શુદ્ધ વ્યવહાર શરૂ થાય, ત્યાં સુધી સદ્ વ્યવહાર હોય. પ્રશ્નકર્તા : શુદ્ધ વ્યવહાર ને સદ્ વ્યવહારમાં ફેર શો ? દાદાશ્રી : સ ્ વ્યવહાર અહંકારસહિત હોય ને શુદ્ધ વ્યવહાર નિર્અહંકારી હોય. શુદ્ધ વ્યવહાર સંપૂર્ણ ધર્મધ્યાન આપે અને સદ્ વ્યવહાર અલ્પ અંશે કરીને ધર્મધ્યાન આપે. જેટલા શુદ્ધ વ્યવહાર હોય તેટલો શુદ્ધ ઉપયોગ રહે. શુદ્ધ ઉપયોગ એટલે ‘પોતે’ જ્ઞાતાદ્રષ્ટા હોય, પણ જુએ શું ? તો કે', શુદ્ધ વ્યવહારને જુઓ. શુદ્ધ વ્યવહારમાં નિશ્ચય શુદ્ધ ઉપયોગ હોય. કૃપાળુદેવે કહ્યું : ‘ગચ્છમતની જે કલ્પના તે નહીં સદ્ વ્યવહાર.’ બધા સંપ્રદાયો એ કલ્પિત વાતો છે. તેમાં સદ્ વ્યવહારે ય નથી, તો પછી ત્યાં શુદ્ધ વ્યવહારની વાત શી કરવી ? શુદ્ધ વ્યવહાર એ નિર્અહંકારી પદ છે, શુદ્ધ વ્યવહાર એ બિનહરીફ છે. આપણે જો હરીફાઇમાં ઊતરીએ તો રાગદ્વેષ થાય. આપણે તો બધાંને કહીએ કે તમે જ્યાં છો ત્યાં જ બરોબર છો. ને તમને જો ખૂટતું હોય તો અહીં અમારી પાસે આવો. આપણે અહીં તો પ્રેમની જ લ્હાણી હોય, કોઇ દ્વેષ કરતો આવે તો ય પ્રેમ આપવો. ક્રમિક માર્ગ એટલે શુદ્ધ વ્યવહારવાળા થઇ શુદ્ધાત્મા થાઓ અને ક્લેશ વિનાનું જીવન અક્રમ માર્ગ એટલે પહેલાં શુદ્ધાત્મા થઇને પછી શુદ્ધ વ્યવહાર કરો. શુદ્ધ વ્યવહારમાં વ્યવહાર બધો ય હોય, પણ તેમાં વીતરાગતા હોય. એક-બે અવતારમાં મોક્ષે જવાના હોય ત્યાંથી શુદ્ધ વ્યવહારની શરૂઆત થાય. ૧૪૦ શુદ્ધ વ્યવહાર સ્પર્શે નહીં તેનું નામ ‘નિશ્ચય’ ! વ્યવહાર એટલો પૂરો કરવાનો કે નિશ્ચયને સ્પર્શે નહીં, પછી વ્યવહાર ગમે તે પ્રકારનો હોય. ચોખ્ખો વ્યવહાર ને શુદ્ધ વ્યવહારમાં ફેર છે. વ્યવહાર ચોખ્ખો રાખે તે માનવધર્મ કહેવાય અને શુદ્ધ વ્યવહાર તો મોક્ષે લઇ જાય. બહાર કે ઘરમાં વઢવાડ ના કરે તે ચોખ્ખો વ્યવહાર કહેવાય અને આદર્શ વ્યવહાર કોને કહેવાય ? પોતાની સુગંધી ફેલાવે તે. આદર્શ વ્યવહાર અને નિર્વિકલ્પ પદ એ બે પ્રાપ્ત થઇ જાય પછી રહ્યું શું ? આટલું તો આખા બ્રહ્માંડને ફેરફાર કરી આવે. આદર્શ વ્યવહારથી મોક્ષાર્થ સધાય ! દાદાશ્રી : તારો વ્યવહાર કેવો કરવા માંગે છે ? પ્રશ્નકર્તા : સંપૂર્ણ આદર્શ. દાદાશ્રી : પૈડાં થયા પછી આદર્શ વ્યવહાર થાય તે શું કામનું ? આદર્શ વ્યવહાર તો જીવનની શરૂઆતથી હોવો જોઇએ. ‘વર્લ્ડ’માં એક જ માણસ આદર્શ વ્યવહારવાળો હોય તો તેનાથી આખું ‘વર્લ્ડ’ ફેરફારવાળું થાય એવું છે. પ્રશ્નકર્તા : આદર્શ વ્યવહાર કેવી રીતે થાય ? દાદાશ્રી : તમને (મહાત્માઓને) જે નિર્વિકલ્પ પદ પ્રાપ્ત થયું તો તેમાં રહેવાથી આદર્શ વ્યવહાર એની મેળે આવશે. નિર્વિકલ્પ પદ પ્રાપ્ત થયા પછી કશો ડખો થતો નથી, છતાં પણ તમને ડખો થાય તો તમે મારી આજ્ઞામાં નથી, અમારી પાંચ આજ્ઞા તમને ભગવાન મહાવીર જેવી સ્થિતિમાં રાખે એવી છે. વ્યવહારમાં અમારી આજ્ઞા તમને બાધક નથી, આદર્શ વ્યવહારમાં રાખે એવું છે. ‘આ’ જ્ઞાન તો વ્યવહારને ‘કમ્પ્લીટ’

Loading...

Page Navigation
1 ... 73 74 75 76