Book Title: Klesh Vina nu Jivan
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 73
________________ ૧૩૬ ક્લેશ વિનાનું જીવન [૯] મનુષ્યપણાની કિંમત ! કિંમત તો, સિન્સીયારિટી તે મોસલિટીતી ! આખા જગતનું ‘બેઝમેન્ટ’, ‘સિન્સીયારિટી’ અને ‘મોરાલિટી’ બે જ છે, એ બે સડી જાય તો બધું પડી જાય. આ કાળમાં ‘સિન્સીયારિટી” અને “મોરાલિટી’ હોય એ તો બહુ મોટામાં મોટું ધન કહેવાય. હિન્દુસ્તાનમાં એ ઢગલે ઢગલા હતું, પણ હવે આ લોકોએ એ બધું ફોરેનમાં એક્સપોર્ટ કરી દીધું, અને ‘ફોરેનથી બદલામાં શું ‘ઇમ્પોર્ટ’ કર્યું તે તમે જાણો છો ? તે આ ‘એટિકેટ’ના ભૂતાં પેઠાં ! એને લીધે આ બિચારાંને જંપ નથી રહેતો. આપણે એ ‘એટિકેટ’ના ભૂતની શી જરૂર છે ? જેનામાં નૂર નથી તેના માટે એ છે આપણે તો તીર્થકરી નૂરના લોક છીએ, ઋષિમુનિઓનાં સંતાન છીએ ! તારું ફાટેલું લૂગડું હોય તો ય તારું નૂર તને કહી આપશે કે ‘તું કોણ છે ?” પ્રશ્નકર્તા : ‘સિન્સીયારિટી’ અને ‘મોરાલિટી'નો ‘એકઝેક્ટ’ અર્થ સમજાવો. દાદાશ્રી : “મોરાલિટી’નો અર્થ શું ? પોતાના હક્કનું અને સહજ મળી આવે તે બધું જ ભોગવવાની છૂટ આ છેલ્લામાં છેલ્લો મોરાલિટી’નો અર્થ છે. “મોરાલિટી’ તો બહુ ગૂઢ છે, એના તો શાસ્ત્રોનાં શાસ્ત્રો લખાય. પણ આ છેલ્લા અર્થ પરથી તમે સમજી જાઓ. અને ‘સિન્સીયારિટી’ તો જે માણસ પારકાને ‘સિન્સીયર’ રહેતો નથી તે પોતાની જાતને ‘સિન્સીયર’ રહેતો નથી. કોઇને સ્ટેજ પણ ‘ઇનસિન્સીયર’ ના થવું જોઇએ, એનાથી પોતાની ‘સિન્સીયારિટી’ તૂટે છે. ‘સિન્સીયારિટી’ અને ‘મોરાલિટી’ - આ બે વસ્તુઓ આ કાળમાં હોય તો બહુ થઇ ગયું. અરે, એક હોય તો ય તે ઠેઠ મોક્ષે લઇ જાય ! પણ તેને પકડી લેવું જોઇએ, અને ‘જ્ઞાની પુરુષ' પાસે જ્યારે જ્યારે અડચણ પડે ત્યારે આવીને ખુલાસા કરી જવા જોઇએ કે આ ‘મોરાલિટી’ છે યા આ ‘મોરાલિટી’ નથી. ‘જ્ઞાની પુરુષ'નો રાજીપો અને ‘સિન્સીયારિટી’ આ બેના ગુણાકારથી તમામ કામ સફળ થાય તેમ છે ! ‘ઈતસિન્સીયારિટી'થી ય મોક્ષ ! કોઇ વીસ ટકા ‘સિન્સીયારિટી” અને એંસી ટકા ‘ઇનસિન્સીયારિટી’ વાળો મારી પાસે આવે ને પુછે કે, “મારે મોક્ષે જવું છે ને મારામાં તો આ માલ છે તો શું કરવું?” ત્યારે હું એને કહ્યું કે સો ટકા “ઇનસિન્સીયર’ થઇ જા, પછી હું તને બીજું દેખાડું કે જે તને મોક્ષે લઇ જશે. આ એંશી ટકાનું દેવું એ ક્યારે ભરપાઇ કરી રહે ? એના કરતાં એક વાર નાદારી કાઢે. ‘જ્ઞાની પુરુષનું એક જ વાક્ય પકડે તો ય તે મોક્ષે જાય. આખા ‘વર્લ્ડ’ જોડે ‘ઇનસિન્સીયર’ રહ્યો હશે તેનો મને વાંધો નથી, પણ એક અહીં ‘ સિન્સીયર’ રહ્યો તો તે તને મોક્ષે લઇ જશે ! સો ટકા ઇનસિન્સીયારિટી’ એ પણ એક મોટો ગુણ છે, એ મોક્ષે લઇ જાય. કારણ કે ભગવાનનો સંપૂર્ણ વિરોધી થઇ ગયો. ભગવાનના વિરોધીને તેડી જવા વિના ભગવાનના બાપને ય છૂટકો નથી ! કાં તો ભગવાનનો ભક્ત મોક્ષ જાય કે કાં તો ભગવાનનો સંપૂર્ણ વિરોધી મોક્ષે જાય !! એટલે હું નાદારને તો દેખાડું કે સો ટકા ‘ઇનસિન્સીયર’ થઇ જા, પછી હું તને બીજું દેખાડું જે તને ઠેઠ લઇ જશે. બીજું પકડાવું તો જ કામ થાય, ખાલી ‘ઇનસિન્સીયર’ થઈ ગયો તો તો ના જિવાય !

Loading...

Page Navigation
1 ... 71 72 73 74 75 76