Book Title: Klesh Vina nu Jivan
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 70
________________ ક્લેશ વિનાનું જીવન ૧૨૯ આપી દઇએ છીએ, આ તોડનાર કોણ ? ચલાવનાર કોણ એ બધું જ ‘સોલ્વ’ કરી આપીએ છીએ. હવે ત્યાં ખરી રીતે શું કરવું જોઇએ? ભ્રાંતિમાં ય શું અવલંબન લેવું જોઇએ ? નોકર તો ‘સિન્સીયર’ છે, એ તોડે એવો નથી. પ્રશ્નકર્તા : ગમે તેટલો ‘સિન્સીયર’ હોય પણ નોકરના હાથે તૂટી ગયું તો પરોક્ષ રીતે એ જવાબદાર નહીં ? દાદાશ્રી : ખરો, જવાબદાર ! પણ આપણે કેટલો જવાબદાર છે તે જાણવું જોઇએ. આપણે પહેલામાં પહેલું તેને પૂછવું જોઇએ કે, ‘તું દાઝયો તો નથી ને ?” દાઝયો હોય તો દવા ચોપડવી. પછી ધીમે રહીને કહેવું કે ઉતાવળે ના ચાલીશ હવેથી. સત્તાનો દુરૂપયોગ, તો.... આ તો સત્તાવાળો હાથ નીચેનાને કચડ કચડ કરે છે. જે સત્તાનો દુરૂપયોગ કરે છે તે સત્તા જાય ને ઉપરથી માનવ અવતાર ન આવે. એક કલાક જ જો આપણી સત્તામાં આવેલા માણસને ટેડકાવીએ તો આખી જિંદગીનું આયુષ્ય બંધાઇ જાય. સામાવળિયાને ટેડકાવે તો જુદું છે. પ્રશ્નકર્તા : સામો વાંકો હોય તો જેવા સાથે તેવા ના થવું ? દાદાશ્રી : સામી વ્યક્તિનું આપણે ના જોવું જોઇએ, એ એની જવાબદારી છે, જો બહારવટિયા સામે આવે ને તમે બહારવટિયા થાઓ તો ખરું, પણ ત્યાં તો બધું આપી દો છો ને ? નબળા સામે સબળ થાઓ તેમાં શું ? સબળ થઇને નબળા સામે નબળા થાઓ તો ખરું. આ ઓફિસરો ઘેર બૈરી જોડે લઢીને આવે ને ઓફિસમાં આસિસ્ટન્ટ'નું તેલ કાઢે ! અલ્યા, ‘આસિસ્ટન્ટ' તો ખોટી સહી કરાવીને લઈ જશે તો તારી શી વલે થશે ? ‘આસિસ્ટન્ટ”ની તો ખાસ જરૂર. અમે ‘આસિસ્ટન્ટ’ને બહુ સાચવીએ. કારણ કે એના લીધે તો આપણું ચાલે છે. કેટલાક તો સર્વિસમાં શેઠને આગળ લાવવા પોતાને ડાહ્યા દેખાડે. શેઠ કહે ૨૦ ટકા લેજે. ત્યારે શેઠ આગળ ડાહ્યા દેખાવા ૨૫ ટકા લે. આ શા હારુ પાપનાં પોટલાં બાંધે છે ! [૮] કુદરતને ત્યાં “ગેસ્ટ' ! કુદરત, જન્મથી જ હિતકારી ! આ સંસારમાં જે જીવમાત્ર છે તે કુદરતના ‘ગેસ્ટ’ છે, દરેક ચીજ કુદરત તમને તમારી પાસે તૈયાર કરીને આપે છે. આ તો તમને કઢાપોઅજંપો, કઢાપો-અજંપો રહ્યા કરે છે. કારણ કે આ સમજણ નથી, અને એવું લાગે છે કે ‘હું કરું છું.’ આ ભ્રાંતિ છે. બાકી કોઇથી આટલું ય થઇ શકતું નથી. અહીં જન્મ થતા પહેલાં, આપણે બહાર આવવાના થયા તે પહેલાં લોકો બધી જ તૈયારીઓ કરી રાખે છે ? ભગવાનની સવારી આવી રહી છે ! જન્મતા પહેલાં બાળકને ચિંતા કરવી પડે છે કે બહાર નીકળ્યા પછી મારા દૂધનું શું થશે ? એ તો દૂધની કૂંડીઓ બધુંજ તૈયાર હોય છે ! ડોક્ટરો, દાયણો ય તેયાર હોય, અને દાયણ ના હોય તો છેવટે વાળંદાણી ય હોય છે. પણ કંઇકની કંઇક તૈયારી તો હોય જ, પછી જેવા ‘ગેસ્ટ’ હોય ‘ફર્સ્ટ કલાસ’નાં હોય તેની તૈયારી જુદી, ‘સેકન્ડ કલાસ'ની જુદી અને ‘થર્ડ ક્લાસ’ની જુદી, બધા ‘કલાસ’તો ખરા ને ? એટલે બધી જ તૈયારીઓ સાથે તમે આવ્યા છો, તો પછી હાય-અજંપો શાના હારુ કરો છો ? જેના ‘ગેસ્ટ’ હોઇએ ત્યાં આગળ વિનય કેવો હોવો જોઇએ ? હું તમારે ત્યાં ગેસ્ટ થયો તો મારે ‘ગેસ્ટ' તરીકેનો વિનય ના રાખવો જોઇએ ? તમે કહો કે ‘તમારે અહીં નથી સૂવાનું, ત્યાં સૂવાનું છે.’ તો મારે ત્યાં સૂઇ જવું જોઇએ. બે વાગે જમવાનું આવે તો ય શાંતિથી જમી લેવું જોઇએ. જે મૂકે તે નિરાંતે જમી લેવું પડે, ત્યાં બૂમ પડાય નહીં. કારણ કે “ગેસ્ટ’ છું. તે હવે ‘ગેસ્ટ’ રસોડામાં જઇને કઢી હલાવવા જાય તો કેવું

Loading...

Page Navigation
1 ... 68 69 70 71 72 73 74 75 76