Book Title: Klesh Vina nu Jivan
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 10
________________ ક્લેશ વિનાનું જીવન ૧૦ ક્લેશ વિનાનું જીવન કે ચાસણી ખાવી છે તે પહેલાં નક્કી કર. ડુંગળી એ ડુંગળી હોવી જોઇએ. નહીં તો ડુંગળી ખાધાનો અર્થ જ શો ? આ તો બધું ગાંડપણ છે. પોતાનું કંઇ ડિસિઝન નહીં, પોતાની સૂઝ નહીં ને કશું ભાને ય નહીં! કો'કને ડુંગળીને ખાંડની ચાસણીમાં ખાતો જુએ એટલે પોતે પણ ખાય ! ડુંગળી એવી વસ્તુ છે કે ખાંડની ચાસણીમાં નાખે કે તે યુઝલેસ થઇ જાય. એટલે કોઇને ભાન નથી, બિલકુલ બેભાનપણું છે. પોતાની જાતને મનમાં માને કે, ‘હું કંઇક છું અને એને ના ય કેમ પડાય આપણાથી ? આ આદિવાસી પણ મનમાં સમજે કે, “હું કંઇક છું.” કારણ કે એને એમ થાય કે, “આ બે ગાયો ને આ બે બળદનો હું ઉપરી છું !' અને એ ચાર જણનો એ ઉપરી જ ગણાય ને ? જયારે એમને મારવું હોય ત્યારે એ મારી શકે, એ માટે અધિકારી છે એ. અને કોઇનો ઉપરી ના હોય તો છેવટે વહુનો તો ઉપરી હોય જ. આને કેમ પહોંચી વળાય ? જયાં વિવેક નથી, સારાસારનું ભાન નથી ત્યાં શું થાય ? મોક્ષની તો વાત જવા દો પણ સાંસારિક હિતાહિતનું પણ ભાન નથી. સંસાર શું કહે છે કે રેશમી ચાદર મફત મળતી હોય તો તે લાવીને પાથરો નહીં અને “કોટન’ વેચાતી મળતી હોય તો લાવો. હવે તમે પૂછશો કે એમાં શું ફાયદો ! તો કે’ આ મફત લાવવાની ટેવ પડ્યા પછી જો કદી નહીં મળે તો મુશ્કેલીમાં મુકાઇ જઇશ. માટે એવી ટેવ રાખજે કે કાયમ મળ્યા કરે. માટે કોટનની વેચાતી લાવજે. નહીં તો ટેવ પડ્યા પછી કપરું લાગશે. આ જગત જ બધું એવું થઇ ગયું છે, ઉપયોગ નામે ય ના મળે. મોટા મોટા આચાર્ય મહારાજને કહીએ કે, “સાહેબ, આ ચાર ગોદડાંમાં આજે સૂઇ જાઓ.’ તો એમને મહાઉપાધિ લાગે, ઊંઘ ના આવે આખી રાત ! કારણ કે સાદડીમાં સૂવાની ટેવ પડેલી ને ! આ સાદડીથી ટેવાયેલા છે ને પેલા ચાર ગોદડાંથી ટેવાયેલા છે. ભગવાનને તો બેઉ કબૂલ નથી. સાધુના તપને કે ગૃહસ્થીના વિલાસને ભગવાન કબૂલ કરતા નથી એ તો કહે છે કે જો તમારું ઉપયોગપૂર્વક હશે તો તે સાચું. ઉપયોગ નથી ને એમને એમ ટેવ પડી જાય તે બધું મિનિંગલેસ કહેવાય. પૂછવું, તે ‘દાદા' તમને બતાવશે કે આ ત્રણ રસ્તા જોખમવાળા છે ને આ રસ્તો બિનજોખમી છે તે રસ્તે અમારા આશીર્વાદ લઇને ચાલવાનું છે. તે આવી ગોઠવણીથી સુખ આવે ! એક જણ મને કહે કે, “મને કશી સમજણ પડતી નથી. કશાક આશીર્વાદ મને આપો.’ તેના માથે હાથ મૂકીને મે કહ્યું, ‘જા, આજથી સુખની દુકાન કાઢ. અત્યારે તારી પાસે જે છે તે દુકાન કાઢી નાખ.' સુખની દુકાન એટલે શું ? સવારથી ઊઠયા ત્યારથી બીજાને સુખ આપવું, બીજો વેપાર ના કરવો. હવે એ માણસને તો આની બહુ સમજણ પડી ગઇ. એણે તો બસ આ શરૂ કરી દીધું, એટલે તો એ ખૂબ આનંદમાં આવી ગયો ! સુખની દુકાન કાઢે ને એટલે તારે ભાગે ય સુખ જ રહેશે અને લોકોને ભાગે ય સુખ જ જશે. આપણે હલવાઇની દુકાન હોય પછી કોઇને ત્યાં જલેબી વેચાતી લેવા જવું પડે ? જ્યારે ખાવી હોય ત્યારે ખવાય. દુકાન જ હલવાઇની હોય ત્યાં પછી શું ? માટે તું સુખની જ દુકાન કાઢ. પછી કશી ઉપાધિ જ નહીં. તમારે જેની દુકાન કાઢવી હોય તેની કાઢી શકાય. જો બધા જ દહાડાની ના કાઢી શકાય તો અઠવાડિયામાં એક દહાડો રવિવારના દહાડે તો કાઢો ! આજે રવિવાર છે, ‘દાદાએ કહ્યું છે કે સુખની દુકાન કાઢવી છે. તમને સુખના ઘરાકો મળી રહેશે. ‘વ્યવસ્થિત’ નો નિયમ જ એવો છે કે ગ્રાહકને ભેગા કરી આલે. ‘વ્યવસ્થિત’ નો નિયમ એ છે કે તે જે નક્કી કર્યું હોય તે પ્રમાણે તને ઘરાક મોકલી આપે. જેને જે ભાવતું હોય તેણે તેની દુકાન કાઢવી. કેટલાક તો સળીઓ કર્યા કરે. એમાંથી એ શું કાઢે ? કોઇને હલવાઇનો શોખ હોય તો તે શેની દુકાન કાઢે ? હલવાઇની જ. લોકોને શેનો શોખ છે ? સુખનો. તો સુખની જ દુકાન કાઢ, જેથી લોકો ય સુખ પામે ને પોતાના ઘરનાં ય સુખ ભોગવે. ખાઓ, પીઓ ને મઝા કરો. આવતા દુઃખના ફોટા ના પાડો. ખાલી નામ સાંભળ્યું કે ચંદુભાઇ આવવાના છે, હજુ આવ્યા નથી, ખાલી કાગળ જ આવ્યો છે ત્યાંથી જ એના ફોટા પાડવા મંડી જાય. આ ‘દાદા’ તો ‘જ્ઞાની પુરુષ’ એમની દુકાન કેવી ચાલે ? આખો વાતો જ સમજવાની છે કે આ રસ્તે આવું છે ને આ રસ્તે આવું છે. પછી નક્કી કરવાનું છે કે કયે રસ્તે જવું ! ના સમજાય તો ‘દાદાને

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76