Book Title: Klesh Vina nu Jivan
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 42
________________ ક્લેશ વિનાનું જીવન તમારું' રહે તો એનો મોક્ષ ના થાય. નિષ્પક્ષપાતીનો મોક્ષ થાય ! સમકિતીની નિશાની શું ? ત્યારે કહે, ઘરનાં બધાં ઊંધું કરી આપે તો ય પોતે છતું કરી નાખે. બધી બાબતમાં છતું કરવું એ સમકિતીની નિશાની છે આટલું જ ઓળખવાનું છે કે આ ‘મશીનરી’ કેવી છે, એનો ‘ફયુઝ’ ઊડી જાય તો શી રીતે ‘ફયુઝ’ બેસાડી આપવો. સામાની પ્રકૃતિને ‘એડજસ્ટ’ થતાં આવડવું જોઇએ. અમારે જો સામાનો ‘ફયુઝ’ ઊડી જાય તો ય અમારું એડજસ્ટમેન્ટ હોય. પણ સામાનું ‘એડજસ્ટમેન્ટ’ તૂટે તો શું થાય ? ‘ફયુઝ’ ગયો. એટલે પછી તો એ ભીંતે અથડાય, બારણે અથડાય, પણ વાયર તૂટતો નથી. એટલે જો કોઇ ફયુઝ નાખી આપે તો પાછું રાગે પડે નહીં તો ત્યાં સુધી એ ગુંચાય. ૩૩ સંસાર છે એટલે ઘા તો પડવાના જ ને ? ને બઇસાહેબ પણ કહેશે ખરાં કે હવે ઘા રૂઝાશે નહીં. પણ સંસારમાં પડે એટલે પાછા ઘા રૂઝાઇ જાય. મૂર્છિતપણું ખરું ને ! મોહને લઇને મૂર્છિતપણું છે. મોહને લઇને ઘા રૂઝાઇ જાય. જો ઘા ના રૂઝાય તો તો વૈરાગ્ય જ આવી જાય ને ?! મોહ શેનું નામ કહેવાય ? બધા અનુભવ બહુ થયા હોય, પણ ભૂલી જાય. ડાયવોર્સ લેતી વખતે નક્કી કરે કે હવે કોઇ સ્ત્રીને પરણવું નથી, તો ય ફરી પાછો ઝંપલાવે ! ... આ તે કેવી ફસામણ ?! પૈણશે નહીં તો જગતનું બેલેન્સ કેમ રહેશે ? પણ ને. છો ને પૈણે ! ‘દાદા’ને તેનો વાંધો નથી, પણ વાંધો અણસમજણનો છે. આપણે શું કહેવા માંગીએ છીએ કે બધું કરો, પણ વાતને સમજો કે શું હકીકત છે! ભરત રાજાએ તેરસો રાણીઓ સાથે આખી જિંદગી કાઢી અને તે જ ભવે મોક્ષ લીધો ! તેરસો રાણીઓ સાથે !!! માટે વાતને સમજવાની છે. સમજીને સંસારમાં રહો, બાવા થવાની જરૂર નથી. જો આ ના સમજાયું તો બાવો થઇને એક ખૂણામાં પડી રહે. બાવો તો, જેને સ્ત્રી જોડે સંસારમાં ફાવતું ના હોય તે થાય, અને સ્ત્રીથી દૂર રહેવાય છે કે નહીં, એવી શક્તિ કેળવવા માટેની એક કસરત છે. સંસાર તો ટેસ્ટ એક્ઝામિનેશન છે. ત્યાં ટેસ્ટેડ થવાનું છે. લોખંડ ક્લેશ વિનાનું જીવન પણ ટેસ્ટેડ થયા વગરનું ચાલતું નથી, તો મોક્ષમાં અટેસ્ટેડ ચાલતું હશે ? માટે મૂર્છિત થવા જેવું આ જગત નથી. મૂર્છાને લીધે આવું જગત દેખાય છે અને માર ખઇ ખઇને મરી જવાનું ! ભરતરાજાને તેરસો રાણીઓ હતી તે તેની શી દશા હશે ? આ ઘેર એક રાણી હોય તો ય તે ઢેડ ફજેતો કરાવ કરાવ કરે છે તો તેરસો રાણીઓમાં ક્યારે પાર આવે ? અરે, એક રાણી જીતવી હોય તો મહામુશ્કેલ થઇ પડે છે! જિતાય જ નહીં. કારણ કે મતભેદ પડે કે પાછો લોચો પડી જાય ! ભરતરાજાને તો તેરસો રાણીઓ જોડે નભાવવાનું. રાણીવાસમાંથી પસાર થાય તો પચાસ રાણીઓનાં મોઢાં ચઢેલાં ! અરે, કેટલીક તો રાજાનું કાટલું જ કાઢી નાખવા ફરતી હોય. મનમાં વિચારે કે ફલાણી રાણીઓ એમની પોતાની ને આ પરભારીઓ ! એટલે રસ્તો કંઇક કરો. કાંઇક કરે તે રાજાને મારવા માટે, પણ તે પેલી રાણીઓને બુઠ્ઠી કરવા સારું ! રાજા ઉપર દ્વેષ નથી, પેલી રાણીઓ ઉપર દ્વેષ છે. પણ એમાં રાજાનું ગયું ને તું તો રાંડીશ ને? ત્યારે કહે કે, ‘હું રાંડીશ પણ આને રંડાવું ત્યારે ખરી !' ૩૪ આ અમને તો બધું તાદ્દશ્ય દેખાયા કરે, આ ભરત રાજાની રાણીનું તાશ્ય અમને દેખાયા કરે. તે દહાડે કેવું મોઢું ચઢેલું હશે. રાજાની કેવી ફસામણ હશે, રાજાના મનમાં કેવી ચિંતાઓ હશે, તે બધું ય દેખાય ! એક રાણી જો તેરસો રાજાઓ જોડે પૈણી હોય તો રાજાઓનાં મોઢાં ના ચઢે ! પુરુષને મોઢું ચઢાવતા આવડે જ નહીં. આક્ષેપો, કેટલા દુ:ખદાયી ! બધું જ તૈયાર છે, પણ ભોગવતાં આવડતું નથી, ભોગવવાની રીત આવડતી નથી. મુંબઇના શેઠિયાઓ મોટા ટેબલ પર જમવા બેસે છે, પણ જમી રહ્યા પછી તમે આમ કર્યું, તમે તેમ કર્યું, મારું હૈયું તું બાળબાળ કરે છે વગર કામની. અરે વગર કામનું તો કોઇ બાળતું હશે ? કાયદેસર બાળે છે, ગેરકાયદેસર કોઇ બાળતું જ નથી. આ લાકડાંને લોકો બાળે છે, પણ લાકડાના કબાટને કોઇ બાળે છે ? જે બાળવાનું હોય તેને જ બાળે છે. આમ આક્ષેપો આપે છે. આ તો ભાન જ નથી. મનુષ્યપણું બેભાન થઇ ગયું છે, નહીં તો ઘરમાં તે આક્ષેપો અપાતા હશે ? પહેલાંના વખતમાં

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76