Book Title: Klesh Vina nu Jivan
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 40
________________ ક્લેશ વિનાનું જીવન O જાણવું કે આમાં આપણી સત્તા બહાર થયેલું છે. એટલે આપણે એ ફ્લેશ કરતો હોય તો ય ઓઢીને સૂઇ જવું એ ય થોડી વાર પછી સૂઇ જશે. અને આપણે પણ સામું બોલવા લાગીએ તો ? અવળી કમાણી, ક્લેશ કરાવે ! મુંબઇમાં એક ઊંચા સંસ્કારી કુટુંબનાં બેનને મેં પૂછ્યું કે, “ઘરમાં ક્લેશ તો નથી થતો ને ?” ત્યારે એ બેન કહે, ‘રોજ સવારમાં ક્લેશના નાસ્તા જ હોય છે !' મેં કહ્યું, ‘ત્યારે તમારે નાસ્તાના પૈસા બચ્યા, નહીં ?” બેન કહે, “ના, તે ય પાઉં પાછા કાઢવાના, પાઉંને માખણ ચોપડતા જવાનું.’ તે ક્લેશે ય ચાલુ ને નાસ્તા ય ચાલુ ! અલ્યા, કઇ જાતના જીવડાઓ છે ? પ્રશ્નકર્તા : કેટલાકના ઘરમાં લક્ષ્મી જ એવા પ્રકારની હશે એટલે ક્લેશ થતો હશે ? દાદાશ્રી : આ લક્ષ્મીને લીધે જ આવું થાય છે. હંમેશાં જો લક્ષ્મી નિર્મળ હોય તો બધું સારું રહે, મન સારું રહે, આ લક્ષ્મી માઠી ઘરમાં પેઠી છે, તેનાથી ક્લેશ થાય છે. અમે નાનપણમાં નક્કી કરેલું કે બનતા સુધી ખોટી લક્ષ્મી પેસવા જ ના દેવી, છતાં સંજોગોવશાત્ પેસી જાય તો તેને ધંધામાં રહેવા દેવી, ઘરમાં ના પેસવા દેવી, તે આજે છાસઠ વરસ થયાં પણ ખોટી લક્ષ્મી પેસવા દીધી નથી, ને ઘરમાં કોઇ દહાડો ક્લેશ ઊભો થયો ય નથી. ઘરમાં નક્કી કરેલું કે આટલા પૈસાથી ઘર ચલાવવું. ધંધો લાખો રૂપિયા કમાય, પણ આ પટેલ સર્વિસ કરવા જાય તો શું પગાર મળે ? બહુ ત્યારે છસો-સાતસો રૂપિયા મળે. ધંધો એ તો પચ્ચેના ખેલ છે. મારે નોકરીમાં મળે એટલા જ પૈસા ઘેર વપરાય, બીજા તો ધંધામાં જ રહેવા દેવાય. ઇન્કમટેક્ષવાળાનો કાગળ આવે તે આપણે કહેવું કે ‘પેલી રકમ હતી તે ભરી દો.’ ક્યારે ક્યો ‘એટેક’ થાય તેનું કશું ઠેકાણું નહીં અને જો પેલા પૈસા વાપરી ખાય તો ત્યાં ઇન્કમટેક્ષવાળાનો ‘એટેક આવ્યો, તે આપણે અહીં પેલો ‘એટેક’ આવે ! બધે ‘એટેક” પેસી ગયા છે ને ? આ જીવન કેમ કહેવાય? તમને કેમ લાગે છે ? ભૂલ લાગે છે કે નથી લાગતી ? તે આપણે ભૂલ ભાંગવાની છે. ક્લેશ વિનાનું જીવન અખતરો તો કરી જુઓ !! ક્લેશ ના થાય એવું નક્કી કરો ને ! ત્રણ દહાડા માટે તો નક્કી કરી જુઓ ને! અખતરો કરવામાં શું વાંધો છે. ત્રણ દિવસના ઉપવાસ કરે છે ને તબિયત માટે ? તેમ આ પણ નક્કી તો કરી જુઓ. આપણે ઘરમાં બધાં ભેગા થઇ ને નક્કી કરો કે ‘દાદા વાત કરતા હતા, તે વાત મને ગમી છે. તો આપણે ક્લેશ આજથી ભાંગીએ.” પછી જુઓ. ધર્મ કર્યો (!) તો ય ક્લેશ ? જ્યાં ક્લેશ નથી ત્યાં યથાર્થ જૈન, યથાર્થ વૈષ્ણવ, યથાર્થ શૈવ ધર્મ છે. જ્યાં ધર્મની યથાર્થતા છે ત્યાં ક્લેશ ના થાય. આ ઘેર ઘેર ક્લેશ થાય છે, તો એ ધર્મ ક્યાં ગયા ? સંસાર ચલાવવા માટે જે ધર્મ જોઇએ છે કે શું કરવાથી ક્લેશ ના થાય, એટલું જ જો આવડી જાય તો ય ધર્મ પામ્યા ગણાય. ક્લેશરહિત જીવન જીવવું એ જ ધર્મ છે. હિન્દુસ્તાનમાં અહીં સંસારમાં જ પોતાનું ઘર સ્વર્ગ થશે તો મોક્ષની વાત કરવી, નહીં તો મોક્ષની વાત કરવી નહીં, સ્વર્ગ નહીં તો સ્વર્ગની નજીકનું તો થવું જોઇએ ને ? ક્લેશરહિત થવું જોઇએ, તેથી શાસ્ત્રકારોએ કહ્યું છે કે “જ્યાં કિંચિત્માત્ર ક્લેશ છે ત્યાં ધર્મ નથી.” જેલની અવસ્થા હોય ત્યાં ‘ડિપ્રેશન' નહીં ને મહેલની અવસ્થા હોય ત્યાં ‘એલિવેશન’ નહીં, એવું હોવું જોઇએ. ક્લેશ વગર જીવન થયું એટલે મોક્ષની નજીક આવ્યો, તે આ ભવમાં સુખી થાય જ. મોક્ષ દરેકને જોઇએ છે. કારણ કે બંધન કોઇને ગમતું નથી. પણ ક્લેશરહિત થયો તો જાણવું કે હવે નજીકમાં આપણું સ્ટેશન છે મોક્ષનું. .. તો ય આપણે છતું કરીએ ! એક વાણિયાને મેં પૂછયું, ‘તમારે ઘરમાં વઢવાડ થાય છે ?” ત્યારે એણે કહ્યું, ‘ઘણી થાય છે.’ પૂછયું, ‘એનો તું શો ઉપાય કરે છે ?” વાણિયો કહે, “પહેલાં તો હું બારણાં વાસી આવું છું.' મેં પૂછયું, ‘પહેલાં બારણાં વાસવાનો શો હેતુ ?” વાણિયાએ કહ્યું, ‘લોકો પેસી જાય તે ઊલટી વઢવાડ વધારે. ઘરમાં વઢીએ પછી એની મેળે ટાઢું પડે.’ આની બુદ્ધિ સાચી

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76