Book Title: Klesh Vina nu Jivan
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 47
________________ ક્લેશ વિનાનું જીવન ક્લેશ વિનાનું જીવન રહી છે. તેથી તો અમે કહ્યું કે ‘સમભાવે નિકાલ કરજો.’ એનાથી વેર બંધ થાય. સુખ લેતાં ફફ્લામણ વધી ! સંસારી મીઠાઇમાં શું છે ? કઇ એવી મીઠાઈ છે કે જે ઘડીવારે ય ટકે ? વધારે ખાધી હોય તો અજીર્ણ થાય, ઓછી ખાધી હોય તો મહીં લાલચ પેસે. વધારે ખાય તો મહીં તરફડામણ થાય. સુખ એવું હોવું જોઇએ કે તરફડામણ ના થાય. જુઓને, આ દાદાને છે ને એવું સનાતન સુખ ! સુખ પડે એટલા માટે લોક શાદી કરે છે, ત્યારે ઊલટું વધારે ફસામણ લાગે. મને કોઇ ‘હેલ્પર’ મળે, સંસાર સારો ચાલે એવો કોઇ ‘પાર્ટનર’ મળે એટલા માટે શાદી કરે છે ને ? સંસાર આમ આકર્ષક હોય પણ મહીં પેઠા પછી મુંઝવણ થાય, પછી નીકળાય નહીં. લક્કડ કા લહુ જ ખાય વો ભી પસ્તાય, જો ના ખાય વો ભી પસ્તાય.’ પૈણીને પસ્તાવાનું, પણ પસ્તાવાથી જ્ઞાન થાય. અનુભવજ્ઞાન થવું જોઇએ ને ? એમને એમ ચોપડી વાંચે તો કંઇ અનુભવજ્ઞાન થાય ? ચોપડી વાંચીને કંઇ વૈરાગ આવે ? વૈરાગ તો પસ્તાવો થાય ત્યારે થાય. આ રીતે લગ્ન નક્કી થાય ! એક બેનને પરણવું જ નહોતું, એમનાં ઘરનાં મારી પાસે તેને તેડી લાવ્યાં. ત્યારે મેં એને સમજાવી, પૈણ્યા વગર ચાલે એમ નથી અને પૈણીને પસ્તાયા વગર ચાલે તેમ નથી. માટે આ બધી રોકકળાટ રહેવા દે ને હું કહું છું એ પ્રમાણે તું પરણી જા. જેવો વર મળે એવો, પણ વર તો મળ્યો ને ? કોઇ પણ જાતનો વર જોઇએ. એટલે લોકોને આંગળી કરવાની ટળી જાય ને ! અને ક્યા આધારે ધણી મળે છે એ મે તેને સમજાવ્યું. બેન સમજી ગઇ, ને મારા કહ્યા પ્રમાણે પૈણી. પણ પછી વર જરા દેખાવડો ના લાગ્યો. પણ એણે કહ્યું કે મને દાદાજીએ કહ્યું છે એટલે પરણવું જ છે. બેનને પૈણતા પહેલાં જ્ઞાન આપ્યું. અને પછી તો એણે મારો એક શબ્દ ઓળંગ્યો નહિ ને બેન એકદમ સુખી થઇ ગઇ. છોકરાઓ છોકરીની પસંદગી કરતા પહેલાં બહું ચૂંથે છે. બહુ ઊંચી છે, બહુ નીચી છે, બહુ જાડી છે, બહુ પાતળી છે, જરા કાળી છે. મેર ચકકર, આ તે ભેંસ છે ? છોકરાંઓને સમજ પાડો કે લગ્ન કરવાની રીત શું હોય ! તારે જઇને છોડીને જોવી ને આંખથી આકર્ષણ થાય એ આપણું લગ્ન નક્કી જ છે અને આકર્ષણ ના થાય તો આપણે બંધ રાખવું. જગત' વેર વાળે જ ! આ તો ‘આમ ફર, તેમ ફર’ કરે ! એક છોકરો આવું બોલતો હતો તેને મેં તો ખખડાવ્યો. મેં કહ્યું, ‘તારી મધર હઉ વહુ થઇ હતી. તું કઈ જાતનો માણસ છે તે ?” સ્ત્રીઓનું આટલું બધું ઘોર અપમાન ! આજે છોકરીઓ વધારે વધી ગઇ છે તેથી સ્ત્રીઓનું અપમાન થાય છે. પહેલાં તો આ ડોબાઓનું ઘોર અપમાન થતું હતું, તેનો આ બદલો વાળે છે. પહેલાં તો પાંચસો ડોબાઓ-રાજાઓ લાઇનબંધ ઊભા રહે ને એક રાજકુંવરી વરમાળા પહેરાવવા નીકળે, ને ડોબાઓ ડોક આગળ ધરીને ઊભા રહે ! કુંવરી આગળ ખસી કે ડોબાને કાપો તો લોહી ય ના નીકળે ! કેવું ઘોર અપમાન ! બળ્યું, આ પૈણવાનું !! એના કરતા ના પૈણ્યા હોય તો સારું !!! અને આજકાલ તો છોકરીઓ હઉ કહેતી થઇ ગઇ છે કે જરા આમ ફરો તો ? તમે જરા કેવા દેખાવ છો ? જુઓ, આપણે આમ જોવાની ‘સિસ્ટમ કાઢી તો આ વેષ થયો ને આપણો ? એના કરતાં ‘સિસ્ટમ” જ ના પાડીએ તો શું ખોટું ? આ આપણે લફરું ઘાલ્યું તો આપણને એ લફરું વધ્યું. આ કાળમાં જ છેલ્લાં પાંચેક હજાર વર્ષથી પુરુષો કન્યા લેવા જાય છે. તે પહેલાં તો બાપ સ્વયંવર રચે ને તેની મહીં પેલા સો ડોબા આવેલા હોય ! તેમાથી કન્યા એક ડોબાને પાસ કરે ! આ રીતે પાસ કરીને પૈણવાનું હોય તેના કરતાં ના પૈણવું સારું. આ બધા ડોબા લાઇનબંધ ઊભા હોય, તેમાંથી કન્યા વરમાળા લઈને નીકળી હોય. બધાના મનમાં લાખ આશાઓ હોય તે ડોકી આગળ ધર્યા કરે ! આ રીતે આપણી પસંદગી વહુ કરે એના કરતાં જન્મ જ ના લેવો સારો ! તે આજે એ ડોબાઓ

Loading...

Page Navigation
1 ... 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76