Book Title: Klesh Vina nu Jivan
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 45
________________ ક્લેશ વિનાનું જીવન ૭૯ ક્લેશ વિનાનું જીવન તો પછી એ આપણી ખામી કાઢશે. તમે આમ નથી કરતા, તેમ નથી કરતા. આમ કાગળ આવ્યો ને તેમ કર્યું તમે. એટલે એ વેર વાળે. હું તમારી ખોડ કાઢું તો તમે પણ મારી ખોડ કાઢવા તલપી રહ્યા હોય ! એટલો ખરો માણસ તો ઘરના બાબતમાં હાથ જ ના ઘાલે. એને પુરુષ કહેવાય. નહીં તો સ્ત્રી જેવો હોય. કેટલાક માણસો તો ઘરમાં જઈને મરચાંનાં ડબ્બામાં જુએ કે, આ બે મહિના પર મરચાં લાવ્યાં હતાં તે એટલી વારમાં થઈ રહ્યાં ? અલ્યાં, મરચાં જુએ છે તે ક્યારે પાર આવે ? એ જેનું ‘ડિપાર્ટમેન્ટ’ હોય તેને ચિંતા ના હોય ? કારણ કે વસ્તુ તો વપરાયા કરે ન લેવાયા ય કરે. પણ આ વગર કામનો દોઢડાહ્યો થવા જાય! પછી બઇએ ય જાણે કે ભઇની પાવલી પડી ગયેલી છે. માલ કેવો છે. તે બેન સમજી જાય. ઘોડી સમજી જાય કે ઉપર બેસનાર કેવો છે, તેમ સ્ત્રી પણ બધું સમજી જાય. એના કરતાં ‘ભાભો ભારમાં તો વહુ લાજમાં’. ભાભો ભારમાં ના રહે તો વહુ શી રીતે લાજમાં રહે ? નિયમ અને મર્યાદાથી જ વ્યવહાર શોભશે. મર્યાદા ના ઓળંગશો ને નિર્મળ રહેજો. પ્રશ્નકર્તા : સ્ત્રીએ પુરુષની કઈ બાબતમાં હાથ ના ઘાલવો ? દાદાશ્રી : પુરુષની કોઈ બાબતમાં ડખો જ ના કરવો. દુકાનમાં કેટલો માલ આવ્યો ? કેટલો ગયો ? આજે મોડા કેમ આવ્યા ? પેલાને પછી કહેવું પડે કે, ‘આજે નવની ગાડી ચૂકી ગયો.” ત્યારે બેન કહેશે કે, “એવા કેવા ફરો છો કે ગાડી ચૂકી જવાય ?’ એટલે પછી પેલા ચિઢાઇ જાય. પેલાને મનમાં એમ થાય કે આવું ભગવાન પણ પૂછનાર હોત તો તેને મારત. પણ અહીં આગળ શું કરે હવે ? એટલે વગર કામના ડખો કરે છે. બાસમતીના ચોખા સરસ રાંધે ને પછી મહીં કાંકરા નાખીને ખાય ! એમાં શું સ્વાદ આવે ? સ્ત્રી પુરુષે એકમેકને હેલ્પ કરવી જોઇએ. ધણીને ચિંતા-વરીઝ રહેતી હોય તે તેને કેમ કરીને ના થાય એવું સ્ત્રી બોલતી હોય. તેમ ધણી પણ બૈરી મુશ્કેલીમાં ના મૂકાય એવું જોતો હોય. ધણીએ પણ સમજવું જોઇએ કે સ્ત્રીને છોકરાં ઘેર કેટલા હેરાન કરતાં હશે! ઘરમાં તૂટ-ફૂટે તો પુરુષ બૂમ ના પાડવી જોઇએ. પણ તે ય લોક બૂમ પાડે કે ગયે વખતે સરસમાં સરસ ડઝન કપ-રકાબી લાવ્યો હતો, તે તમે એ બધાંએ કેમ ફોડી નાખ્યા ? બધું ખલાસ કરી નાખ્યું. એટલે પેલી બેનને મનમાં લાગે કે, મેં તોડી નાખ્યા ? મારે કંઇ એને ખઇ જવાં હતાં ? તૂટી ગયાં તે તૂટી ગયાં, તેમાં હું શું કરું ? મી કાય કરું ? કહેશે. હવે ત્યાં ય વઢવાડો. જ્યાં કશી લેવાય નહીં ને દેવા ય નહીં. જ્યાં વઢવાનું કોઈ કારણ જ નથી ત્યાં ય લઢવાનું ?! અમારે ને હીરાબાને કશો મતભેદ જ નથી પડતો. અમારે એમનામાં હાથ જ નહીં ઘાલવાનો કોઈ દહાડો ય. એમના હાથ પૈસા પડી ગયા, અમે દીઠા હોય તો ય અમે એમ ના કહીએ કે તમારા પૈસા પડી ગયા.” તે જોયું કે ના જોયું ? ઘરની કોઈ બાબતમાં ય અમારે હાથ ઘાલવાનો નહીં. એ પણ અમારામાં હાથ ના ઘાલે. અમે કેટલા વાગે ઊઠીએ, કેટલા વાગે નહાઇએ, ક્યારે આવીએ, ક્યારે જઇએ, એવી અમારી કોઇ બાબતમાં ક્યારે પણ એ અમને ના પૂછે. અને કો'ક દહાડો અમને કહે કે, ‘આજે વહેલા નાહી લો.’ તો અમે તરત ધોતિયું મંગાવીને નાહી લઇએ. અરે, અમારી જાતે ટુવાલ લઈને નાહી લઇએ. કારણ કે અમે જાણીએ કે આ ‘લાલ વાવટો' ધરે છે. માટે કંઇક ભો હશે. પાણી ના આવવાનું હોય કે એવું કંઈક હોય તો જ એ અમને વહેલા નાહી લેવાનું કહે, એટલે અમે સમજી જઇએ. એટલે થોડું થોડું વ્યવહારમાં તમે ય સમજી લો ને, કે કોઇ કોઇનામાં હાથ ઘાલવા જેવું નથી. ફોજદાર પકડીને આપણને લઈ જાય પછી એ જેમ કહે તેમ આપણે ના કરીએ ? જ્યાં બેસાડે ત્યાં આપણે ના બેસીએ ? આપણે જાણીએ કે અહીં છીએ ત્યાં સુધી આ ભાજગડમાં છીએ એવું આ સંસારે ય ફોજદારી જ છે. એટલે એમાં ય સરળ થઇ જવું. ઘેર જમવાની થાળી આવે છે કે નથી આવતી ? પ્રશ્નકર્તા : આવે છે. દાદાશ્રી : રસોઇ જોઇએ તે મળે, ખાટલો પાથરી આપે, પછી શું ? અને ખાટલો ના પાથરી આપે તો તે ય આપણે પાથરી લઇએ ને ઉકેલ લાવીએ. શાંતિથી વાત સમજાવવી પડે. તમારા સંસારના હિતાહિતની વાત કંઇ ગીતામાં લખેલી હોય ? એ તો જાતે સમજવી પડશે ને ? ‘હસબંડ’ એટલે ‘વાઇફ'ની ય ‘વાઇફ' ! (પતિ એટલે પત્નીની

Loading...

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76