Book Title: Klesh Vina nu Jivan
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 49
________________ ક્લેશ વિનાનું જીવન ૮૮ ક્લેશ વિનાનું જીવન અથડામણો થાય છે. બધા કંઈ કાળાં બજાર કરે છે ? છતાં ઘરના ત્રણ માણસોમાં સાંજ પડ્યે તેત્રીસ મતભેદ પડે છે. આમાં શું સુખ પડે ? પછી નફફટ થઈ જીવે. એ સ્વમાન વગરનું જીવન શું કામનું ? એમાં ય મેજિસ્ટ્રેટ સાહેબ કોર્ટમાં સાત વર્ષની સજા ઠોકીને આવ્યા હોય, પણ ઘેર પંદર-પંદર દહાડાથી કેસ પંડિંગમાં પડ્યો હોય ! બાઇસાહેબ જોડે અબોલા હોય ! ત્યારે આપણે મેજિસ્ટ્રેટ સાહેબને પુછીએ કે, “કેમ સાહેબ ?” ત્યારે સાહેબ કહે કે, ‘બાઇ બહુ ખરાબ છે, બિલકુલ જંગલી છે.” હવે બાઇસાહેબને પૂછીએ કે, “કેમ સાહેબ તો બહુ સારા માણસ છે ને ?!' ત્યારે બાઇસાહેબ કહે, ‘જવા દો ને નામ. રોટન માણસ છે.” હવે આવું સાંભળીએ, ત્યાંથી જ ના સમજી જઈએ કે આ બધુ પોલંપોલ છે જગત ? આમાં કરેક્ટનેસ જેવું કશું જ નથી. | વાઇફ' જો શાક મોંઘા ભાવનું લાવી હોય તો શાક જોઇને અક્કર્મી તડૂકે, આટલા મોઘા ભાવનું તે શાક લવાતું હશે ? ત્યારે બાઇસાહેબ કહેશે, આ તમે મારી પર એટેક કર્યો.' એમ કહીને બાઇ ‘ડબલ એટેક' કરે હવે આનો પાર ક્યાં આવે ? “વાઇફ” જો મોંઘા ભાવનું શાક લાવી હોય તો આપણે કહીએ, ‘બહુ સારું કર્યું, મારા ધનભાગ્ય ! બાકી, મારા જેવા લોભિયાથી આટલું મોંઘું ના લવાત.' અમે એક જણને ત્યાં ઊતરેલા. તે એનાં વાઇફ છેટેથી તણછો મારીને ચા મૂકી ગયાં. હું સમજી ગયો કે આ બેઉને કંઇક ભાંજગડ પડેલી છે. મેં બહેનને બોલાવીને પૂછયું, ‘તણછો કેમ માર્યો?” તો એ કહે, “ના, એવું કશું નથી.’ એને કહ્યું, ‘તારા પેટમાં શું વાત છે એ હું સમજી ગયો છું. મારી પાસે છુપાવે છે ? તે તણછો માર્યો તો તારો ધણી ય મનમાં સમજી ગયો કે શું હકીકત છે. આ એકલું કપટ છોડી દે છાનીમાની, જો સુખી થવું હોય તો.’ પુરુષ તો ભોળા હોય ને આ તો સ્ત્રીઓ ચાલીસ વર્ષ ઉપર પાંચપચ્ચીસ ગાળો દીધી હોય તો તે કહી બતાવે કે તમે તે દહાડે આમ કહેતા હતા ! માટે સાચવીને સ્ત્રી જોડે કામ કાઢી લેવા જેવું છે. સ્ત્રી તો આપણી પાસે કામ કાઢી લેશે. પણ આપણને નથી આવડતું. સ્ત્રી સાડી લાવવાનું કહે દોઢસો રૂપિયાની, તો આપણે પચ્ચીસ વધારે આપીએ. તે છ મહિના સુધી તો ચાલે. સમજવું પડે, લાઇફ એટલે લાઇફ છે ! આ તો જીવન જીવવાની કળા ના હોય ને વહુ કરવા જાય ! વગર સર્ટિફિકેટે ધણી થવા ગયા, ધણી થવા માટેની લાયકાતનું ‘સર્ટિફિકેટ' હોવું જોઇએ તો જ બાપ થવાનો અધિકાર પ્રાપ્ત થાય. આ તો વગર અધિકારે બાપ થઇ ગયા ને પાછાં દાદા યે થાય ! આનો ક્યારે પાર આવશે ? કંઇક સમજવું જોઇએ. રિલેટિવમાં, તો સાંધવાનું ! આ તો ‘રિલેટિવ' સગાઇઓ છે. જો ‘રિયલ’ સગાઇ હોય ને, તો તો આપણે જક્કે ચઢેલા કામના કે તું સુધરે નહીં ત્યાં સુધી જક્કે ચઢીશ. પણ આ તો ‘રિલેટિવ' ! ‘રિલેટિવ” એટલે એક કલાક જો બઇસાહેબ જોડે જામી જાય તો બેઉને ‘ડાયવોર્સનો વિચાર આવી જાય, પછી એ વિચારબીજનું ઝાડ થાય. આપણે જો, ‘વાઇફ'ની જરૂર હોય તો એ ફાડફાડ કરે તો આપણે સાંધ સાંધ કરવું. તો જ આ ‘રિલેટિવ’ સંબંધ ટકે, નહીં તો તૂટી જાય. બાપ જોડે ય “રીલેટીવ' સંબંધ છે. લોક તો ‘રિયલ’ સગાઇ માનીને બાપ જોડે ચઢે જક્ટ. એ સુધરે નહીં ત્યાં સુધી જક્કે ચઢવું ? મેર ચક્કર, એમ કરતાં, સુધરતાં તો ડોસો મરી જશે! એના કરતાં એની સેવા કર ને બિચારો વેર બાંધીને જાય એના કરતાં એને નિરાંતે મરવા દે ને ! એનાં શિંગડાં અને ભારે. કોઇને વીસ વીસ ફૂટ લાંબાં શિંગડાં હોય તેમાં આપણને શું ભાર ?! જેના હોય તેને ભાર. આપણે આપણી ફરજ બજાવવી. માટે જન્ને ના ચઢો, તરત વાતનો ઉકેલ લાવી નાખો. તેમ છતાં સામો માણસ બહુ બાઝે તો કહીએ કે, ‘હું તો પહેલેથી જ ડફોળ છું. મને તો આવું આવડતું જ નથી.” એવું કહી દીધું એટલે પેલો આપણને છોડી દે. જે તે રસ્તે છુટી જાઓ અને મનમાં એમ નહીં માની બેસવાનું કે બધાં ચઢી બેસશે તો શું કરીશું? એ શું ચઢી બેસે ? ચઢી બેસવાની કોઇ શક્તિ જ ધરાવતું નથી. આ બધાં કર્મના ઉદયથી ભમરડા નાચે છે ! માટે જેમ તેમ કરીને આજનો શુક્રવાર ફ્લેશ વગર કાઢી નાખો, કલ કી બાત કલ દેખ લેંગે. બીજે દહાડે કંઇક ટેટો ફૂટવાનો થયો તો ગમે તે રીતે તેને ઢાંકી દેવો, ફિર દેખ લેંગે. આમ દિવસો કાઢવા.

Loading...

Page Navigation
1 ... 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76