Book Title: Klesh Vina nu Jivan
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 66
________________ ક્લેશ વિનાનું જીવન ૧૨ ૧ આ બધું તમે ચલાવતા નથી. ક્રોધ, માન, માયા, લોભ, કષાયો ચલાવે છે. કષાયોનું જ રાજ છે ! “પોતે કોણ છે” એનું ભાન થાય ત્યારે કષાયો જાય. ક્રોધ થાય ત્યારે પસ્તાવો થાય, પણ ભગવાને કહેલું પ્રતિક્રમણ આવડે નહીં તો શું વળે ? પ્રતિક્રમણ આવડે તો છુટકારો થાય. આ કષાયો જંપીને ઘડી વાર બેસવા ના દે. છોકરો પરણાવતી વખતે મોહ ફરી વળેલો હોય ! ત્યારે મૂછ હોય. બાકી કાળજું તો આખો દહાડો ચાની પેઠે ઊકળતું હોય! તો ય મનમાં થાય કે “હું” તો જેઠાણી છું ને ! આ તો વ્યવહાર છે, નાટક ભજવવાનું છે. આ દેહ છૂટ્યો એટલે બીજે નાટક ભજવવાનું. આ સગાઈઓ સાચી નથી, આ તો સંસારી ઋણાનુબંધ છે. હિસાબ પૂરો થઇ ગયા પછી છોકરો માબાપની જોડે ના જાય. ‘આણે મારું અપમાન કર્યું ” મેલ ને છાલ. અપમાન તો ગળી જવા જેવું છે. ધણી અપમાન કરે ત્યારે યાદ આવવું જોઇએ કે આ તો મારાં જ કર્મનો ઉદય છે અને ધણી તો નિમિત્ત છે, નિર્દોષ છે. અને મારા કર્મના ઉદય ફરે ત્યારે ધણી ‘આવો, આવો’ કરે છે. માટે આપણે મનમાં સમતા રાખીને ઉકેલ લાવી નાખવો. જો મનમાં થાય કે “મારો દોષ નથી છતાં મને આમ કેમ કહ્યું.” એટલે પછી રાતે ત્રણ કલાક જાગે ને પછી થાકીને સૂઈ જાય. ભગવાનના ઉપરી થયેલા બધા ફાવેલા અને બૈરીના ઉપરી થયેલા બધા માર ખાઈને મરી ગયેલા. ઉપરી થાય તો માર ખાય. પણ ભગવાન શું કહે છે ? મારા ઉપરી થાય તો અમે ખુશ થઇએ. અમે તો બહુ દહાડા ઉપરીપણું ભોગવ્યું, હવે તમે અમારા ઉપરી થાઓ તો સારું. ‘જ્ઞાની પુરુષ” જે સમજણ આપે તે સમજણથી છુટકારો થાય. સમજણ વગર શું થાય ? વીતરાગ ધર્મ જ સર્વ દુઃખોથી મુક્તિ આપે. ઘરમાં તો સુંદર વ્યવહાર કરી નાખવો જોઇએ. ‘વાઇફ'ના મનમાં એમ થાય કે આવો ધણી નહીં મળે કોઇ દહાડો અને ધણીના મનમાં એમ થાય કે આવી ‘વાઇફ' પણ ક્યારેય ના મળે !! એવો હિસાબ લાવી નાખીએ ત્યારે આપણે ખરા !!! [૬] ધંધો, ધર્મસમેત ! જીવત શેને માટે વપરાયાં ! દાદાશ્રી : આ ધંધો શેને માટે કરો છો ? પ્રશ્નકર્તા : પૈસા કમાવવા. દાદાશ્રી : પૈસા શેને માટે ? પ્રશ્નકર્તા : એની ખબર નથી. દાદાશ્રી : આ કોના જેવી વાત છે? માણસ આખો દહાડો એન્જિન ચલાવ ચલાવ કરે, પણ શેને માટે ? કંઈ નહીં. એન્જિનનો પટ્ટો ના આપે તેના જેવું છે. જીવન શેને માટે જીવવાનું છે ? ખાલી કમાવવા માટે જ ? જીવ માત્ર સુખને ખોળે છે. સર્વ દુઃખોથી મુક્તિ શી રીતે થાય એ જાણવા માટે જ જીવવાનું છે. . વિચારણા કરવાની, ચિંતા નહીં ! પ્રશ્નકર્તા : ધંધાની ચિંતા થાય છે, બહુ અડચણો આવે છે. દાદાશ્રી : ચિંતા થવા માંડે કે સમજો કે કાર્ય બગડવાનું છે. વધારે ચિંતા ના થાય તો સમજવું કે કાર્ય બગડવાનું નથી. ચિંતા કાર્યને અવરોધક છે. ચિંતાથી તો ધંધાને મોત આવે. જે ચઢ-ઉતર થાય એનું નામ જ ધંધો, પૂરણ-ગલન છે એ. પૂરણ થયું એનું ગલન થયા વગર રહે જ નહીં. આ પૂરણ-ગલનમાં આપણી કશી મિલકત નથી, અને જે આપણી મિલક્ત છે. તેમાંથી કશું જ પૂરણ-ચલન થતું નથી ! એવો ચોખ્ખો વ્યવહાર છે ! આ તમારા ઘરમાં તમારાં વહુ-છોકરાં બધાં જ પાર્ટનર્સ ને ?

Loading...

Page Navigation
1 ... 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76