Book Title: Klesh Vina nu Jivan
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 65
________________ ક્લેશ વિનાનું જીવન ૧૧૯ ૧૨૦ ક્લેશ વિનાનું જીવન . તો સંસાર આથમે ! જેને “એડજસ્ટ' થવાની કળા આવડી એ દુનિયામાથી મોક્ષ તરફ વળ્યો. ‘એડજસ્ટમેન્ટ’ થયું એનું નામ જ્ઞાન. જે ‘એડજસ્ટમેન્ટ’ શીખી ગયો તે તરી ગયો. ભોગવવાનું છે તે તો ભોગવવાનું જ છે, પણ ‘એડજસ્ટમેન્ટ’ આવડે એને વાંધો ના આવે, હિસાબ ચોખ્ખો થઇ જાય. સુવાળા જોડે તો સહુ કોઇ ‘એડજસ્ટ’ થાય પણ વાંકા-કઠણ-કડક જોડે, બધાં જ જોડે એડજસ્ટ’ થતાં આવડ્યું તો કામ થઈ ગયું. મુખ્ય વસ્તુ “એડજસ્ટમેન્ટ’ છે. ‘હા’ થી મુક્તિ છે. આપણે ‘હા’ કહ્યું તો પણ ‘વ્યવસ્થિત'ની બહાર કાંઈ થવાનું છે ? પણ ‘ના’ કહ્યું તો મહા ઉપાધિ ! ઘરનાં ધણી-ધણિયાણી બેઉ જણ નિશ્ચય કરે કે મારે ‘એડજસ્ટ’ થવું છે તો બન્નેનો ઉકેલ આવે. એ વધારે ખેંચે તો ‘આપણે’ ‘એડજસ્ટ થઇ જવું તો ઉકેલ આવે. એક માણસનો હાથ દુઃખતો તો, પણ તે બીજાને ન્હોતો કહેતો, પણ બીજા હાથે હાથ દબાવીને બીજા હાથેથી ‘એડજસ્ટ’ કર્યું ! એવું ‘એડજસ્ટ’ થઇએ તો ઉકેલ આવે. મતભેદથી તો ઉકેલ ના આવે. મતભેદ પસંદ નહીં, છતાં મતભેદ પડી જાય છે ને ? સામો વધારે ખેંચાખેંચ કરે તો આપણે છોડી દઇએ ને ઓઢીને સૂઇ જવું, જો છોડીએ નહીં ને બેઉ ખેંચ્યા રાખે તો બેઉને ઊંઘ ના આવે ને આખી રાત બગડે. વ્યવહારમાં, વેપારમાં, ભાગીદારીમાં કેવું સાચવીએ છીએ ! તો આ સંસારની ભાગીદારીમાં આપણે ના સાચવી લેવાય ? સંસાર એ ઝઘડાનું સંગ્રહસ્થાન છે. કોઇને ત્યાં બે આની, કોઇને ત્યાં ચાર આની ને કોઇને ત્યાં સવા રૂપિયા સુધી પહોંચી જાય છે ! અહીં ઘેર ‘એડજસ્ટ થતાં આવડતું નથી ને આત્મજ્ઞાનના શાસ્ત્રો વાંચવા બેઠા હોય ! અલ્યા, મેલ ને પૂળો અહીંથી, પહેલું ‘આ’ શીખને. ઘરમાં ‘એડજસ્ટ' થવાનું તો કશું આવડતું નથી. આવું છે આ જગત ! એટલે કામ કાઢી લેવા જેવું છે. જ્ઞાતી’ છોડાવે, સંસારજંજાળથી ! પ્રશ્નકર્તા : આ સંસારનાં બધાં ખાતાં ખોટવાળાં લાગે છે, છતાં કોઈ વખત નફાવાળા કેમ લાગે છે ? દાદાશ્રી : જે ખોટવાળાં લાગે છે તેમાંથી કોઇક વખત જે નફાવાળો લાગે છે તે બાદ કરી નાખવું. આ સંસાર બીજા કશાથી થયેલો નથી, ગુણાકાર જ થયેલા છે. હું જે રકમ તમને દેખાડું તેનાથી ભાગાકાર કરી નાખશો એટલે કશું બાકી નહીં રહે. ભણ્યા તો ભણ્યા, નહીં તો ‘દાદાની આજ્ઞા મારે પાળવી જ છે, સંસારનો ભાગાકાર કરવો જ છે.'- એવું નક્કી કર્યું કે ત્યાંથી ભાગ્યે જ ! બાકી આ દહાડા શી રીતે કાઢવા એ ય મુશ્કેલ થઈ પડ્યું છે. ધણી આવે ને કહેશે કે, “મારા હાર્ટમાં દુઃખે છે.” છોકરાં આવે ને કહેશે કે, ‘હું નાપાસ થયો.” ધણીને ‘હાર્ટ’માં દુ:ખે છે એવું એને કહે. એને વિચાર આવે કે ‘હાર્ટ ફેઈલ” થઈ જશે તો શું થશે ! બધા જ વિચારો ફરી વળે, જંપવા ના દે. ‘જ્ઞાની પુરુષ' આ સંસાર જાળમાંથી છૂટવાનો રસ્તો દેખાડે, મોક્ષનો માર્ગ દેખાડે અને રસ્તા ઉપર ચઢાવી દે, અને આપણને લાગે કે આપણે આ ઊપાધિમાંથી છૂટ્યા ! એવી ભાવનાથી છોડાવતાર મળે જ ! આ બધી પરસત્તા છે. ખાઓ છો, પીઓ છો, છોકરાં પરણાવો છો એ બધી પરસત્તા છે. આપણી સત્તા નથી. આ બધા કષાયો મહીં બેઠા છે. એમની સત્તા છે. ‘જ્ઞાની પુરુષ’ ‘હું કોણ છું ?” એનું જ્ઞાન આપે ત્યારે આ કષાયોથી, આ જંજાળમાથી છુટકારો થાય. આ સંસાર છોડ્યો કે ધક્કો માર્ચે છૂટે એવો નથી, માટે એવી કંઇક ભાવના કરો કે આ સંસારમાંથી છુટાય તો સારું. અનંત અવતારથી છૂટવાની ભાવના થયેલી, પણ માર્ગનો ભોમિયો જોઇએ કે ના જોઇએ ? માર્ગ દેખાડનાર ‘જ્ઞાની પુરુષ’ જોઇએ. આ ચીકણી મટી શરીર પર ચોંટાડી હોય તો તેને ઉખાડીએ તો પણ એ ઊખડે નહીં, વાળને સાથે ખેંચીને ઊખડે તેમ આ સંસાર ચીકણો છે. ‘જ્ઞાની પુરુષ' દવા દેખાડે તો એ ઊખડે. આ સંસાર છોડ્યું છૂટે એવો નથી. જેણે સંસાર છોડ્યો છે, ત્યાગ લીધો છે એ એનાં કર્મના ઉદયે છોડાવ્યો છે. સસહુને તેના ઉદયકર્મના આધારે ત્યાગધર્મ કે ગૃહસ્થીધર્મ મળ્યો હોય. સમકિત પ્રાપ્ત થાય ત્યારથી સિદ્ધદશા પ્રાપ્ત થાય.

Loading...

Page Navigation
1 ... 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76