Book Title: Klesh Vina nu Jivan
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 56
________________ ૧૦૨ ક્લેશ વિનાનું જીવન ક્લેશ વિનાનું જીવન ૧૦૧ ને ! આ જગતમાં કોઇ જીવ કોઇને તકલીફ આપી શકે નહીં એવું સ્વતંત્ર છે, અને તકલીફ આપે છે તે પૂર્વે ડખલ કરેલી તેથી. તે ભૂલ ભાંગી નાખો પછી હિસાબ રહે નહીં. ‘લાલ વાવટો' કોઇ ધરે તો સમજી જવું કે આમાં આપણી કંઇ ભૂલ છે. એટલે આપણે તેને પૂછવું કે, ‘ભઇ, લાલ વાવટો કેમ ધરે છે?” ત્યારે એ કહે કે, ‘તમે આમ કેમ કર્યું હતું ?” ત્યારે આપણે એની માફી માગીએ ને કહીએ કે, ‘હવે તો તું લીલો વાવટો ધરીશ ને ?” ત્યારે એ હા કહે. અમને કોઇ લાલ વાવટો ધરતું જ નથી. અમે તો બધાંના લીલા વાવટા જોઇએ ત્યાર પછી આગળ હૈડીએ. કોઇ એક જણ લાલ વાવટો નીકળતી વખતે ધરે તો એને પૂછીએ કે, ‘ભઇ તું કેમ લાલ વાવટો ધરે છે ?” ત્યારે એ કહે કે, ‘તમે તો અમુક તારીખે જવાના હતા તે વહેલા કેમ જાવ છો ?” ત્યારે અમે એને ખુલાસો કરીએ કે, ‘આ કામ આવી પડ્યું એટલે ના છૂટકે જવું પડે છે એટલે એ સામેથી કહે કે, ‘તો તો તમે જાવ, જાવ કશો વાંધો નહીં.” આ તો તારી જ ભૂલને લીધે લોક લાલ વાવટો ધરે છે, પણ જો તું એનો ખુલાસો કરું તો જવા દે. પણ આ તો કોઇ લાલ વાવટો ધરે એટલે અક્કરમી બૂમાબૂમ કરે, ‘જંગલી, જંગલી અક્કલ વગરનાં, લાલ વાવટો ધરે છે ?” એમ ડફડાવે. અલ્યા, આ તો તે નવું ઊભું કર્યું. કોઇ લાલ વાવટો ધરે છે માટે “ધેર ઇઝ સમથીંગ રોંગ.” કોઇ એમને એમ લાલ વાવટો ધરે નહીં. ઝઘડા, રોજ તે કેમ પોષાય ?' દાદાશ્રી : ઘરમાં ઝઘડા થાય છે ? પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : ‘માઇલ્ડ” થાય છે કે ખરેખરા થાય છે ? પ્રશ્નકર્તા : ખરેખરા પણ થાય, પણ બીજે દિવસે ભૂલી જઈએ. દાદાશ્રી : ભૂલી ના જાવ તો કરો શું ? ભૂલી જઇએ તો જ ફરી ઝઘડો થાય ને ? ભૂલ્યા ના હોઇએ તો ફરી ઝઘડો કોણ કરે ? મોટા મોટા બંગલામાં રહે છે, પાંચ જણ રહે છે, છતાં ઝઘડો કરે છે ! કુદરત ખાવાપીવાનું આપે છે ત્યારે લોક ઝઘડા કરે છે ! આ લોકો ઝઘડા, ક્લેશકંકાસ કરવામાં જ શૂરા છે. જ્યાં લઢવાડ છે એ “અંડરડેવલડ’ પ્રજા છે. સરવૈયું કાઢતાં આવડતું નથી એટલે લઢવાડ થાય છે. જેટલા મનુષ્યો છે તેટલા ધર્મ જુદા જુદા છે. પણ પોતાના ધર્મનું દેરું બાંધે કેવી રીતે ? બાકી ધર્મ તો દરેકના જુદા છે. ઉપાશ્રયમાં સામાયિક કરે તે ય દરેકની જુદી જુદી હોય. અરે, કેટલાક તો પાછળ રહ્યા રહ્યા કાંકરી માર્યા કરતા હોય, તે ય એની સામાયિક કરે ? આમાં ધર્મ રહ્યો નથી, મર્મ રહ્યો નથી. જો ધર્મ ય રહ્યો હોતને તો ઘરમાં ઝઘડા ના થાત. થાય તો તે મહિનામાં એકાદ વાર થાય. અમાસ મહિનામાં એક દહાડો જ આવે ને ! પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : આ તો ત્રીસે ય દહાડા અમાસ. ઝઘડામાં શું મળતું હશે ? પ્રશ્નકર્તા : નુકસાન મળે. દાદાશ્રી : ખોટનો વેપાર તો કોઇ કરે જ નહીં ને ? કોઈ કહેતું નથી કે ખોટનો વેપાર કરો ! કંઇક નફો કમાતા તો હશે ને ? પ્રશ્નકર્તા : ઝઘડામાં આનંદ આવતો હશે ! દાદાશ્રી : આ દુષમકાળ છે એટલે શાંતિ રહેતી નથી, તે બળેલો બીજાને બાળી મેલે ત્યારે એને શાંતિ થાય. કોઇ આનંદમાં હોય તે એને ગમે નહીં એટલે પલીતો ચાંપીને તે જાય ત્યારે એને શાંતિ થાય. આવો જગતનો સ્વભાવ છે. બાકી, જાનવરો ય વિવેકવાળાં હોય છે, એ ઝઘડતાં નથી. કૂતરાં ય છે તે પોતાના લત્તાવાળાં હોય તેમની સાથે અંદરોઅંદર ના લઢે, બહારના લત્તાવાળા આવે ત્યારે બધા ભેગાં મળીને લઢે. ત્યારે આ અક્કરમીઓ માંહ્યોમાંહ્ય લઢે છે ! આ લોકો વિવેકશૂન્ય થઇ ગયા છે !

Loading...

Page Navigation
1 ... 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76