Book Title: Klesh Vina nu Jivan
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 59
________________ ૧૦૮ ક્લેશ વિનાનું જીવન ક્લેશ વિનાનું જીવન ૧૦૭ મમતા હતી ? ના. તો મમતા ક્યારથી બંધાઈ? લગ્ન વખતે ચોરીમાં સામસામી બેઠા એટલે તે નક્કી કર્યું કે આ મારા ધણી આવ્યા, જરા જાડા છે ને શામળા છે આ પછી એમણે ય નક્કી કર્યું કે આ અમારાં ધણિયાણી આવ્યા. ત્યારથી “મારા, મારા'ના જે આંટા વાગ્યા તે આંટા વાગ વાગ કરે છે. તે પંદર વર્ષની આ ફિલ્મ છે તેને ‘ન હોય મારા, ન હોય મારા.” કરીશ ત્યારે એ આંટા ઉકેલાશે ને મમતા તૂટશે. આ તો લગ્ન થયા ત્યારથી અભિપ્રાયો ઊભા થયા, ‘પ્રેડિસ” ઊભો થયો કે ‘આ આવા છે, તેવા છે.’ તે પહેલાં કંઈ હતું ? હવે તો આપણે મનમાં નક્કી કરવું કે, “જે છે તે આ છે.’ અને આપણે જાતે પસંદ કરીને લાવ્યા છીએ. હવે કાંઇ ધણી બદલાય ? બધે જ ફસામણ ! ક્યાં જવું ? જેનો રસ્તો નથી એને શું કહેવાય ? જેનો રસ્તો ના હોય તેની કાણ-મોકાણ ના કરાય. આ ફરજિયાત જગત છે ! ઘરમાં વહુનો ક્લેશવાળો સ્વભાવ ના ગમતો હોય, મોટાભાઇનો સ્વભાવ ના ગમતો હોય, આ બાજુ બાપુજીનો સ્વભાવ ના ગમતો હોય, તેવા ટોળામાં માણસ ફસાઈ જાય તો ય રહેવું પડે. ક્યાં જાય છે ? આ ફસામણનો કંટાળો આવે. પણ જવું ક્યાં ? ચોગરદમની વાડો છે. સમાજની વાડો હોય, ‘સમાજ મને શું કહેશે ?’ સરકારની ય વાડો હોય. જો કંટાળીને જળસમાધિ લેવા જુહુના કિનારે જાય તો પોલીસવાળા પકડે. ‘અલ્યા, ભઈ મને આપઘાત કરવા દે ને નિરાંતે, મરવા દે ને નિરાંતે !' ત્યારે એ કહે, “ના. મરવા ય ના દેવાય. અહીં આગળ તે આપઘાત કરવાના પ્રયાસનો ગુનો કર્યો માટે તને જેલમાં ઘાલીએ છીએ !” મરવા ય નથી દેતા ને જીવવા ય નથી દેતા, આનું નામ સંસાર ! માટે રહો ને નિરાંતે.. અને સિગારેટ પીને સૂઇ ના રહેવું ?! આવું છે ફરજિયાત જગત ! મરવા ય ના દે ને જીવવા ય ના દે. માટે જેમ તેમ કરીને “એડજસ્ટ થઇને ટાઇમ પસાર કરી નાખવો એટલે દેવું વળી જાય. કોઇનું પચ્ચીસ વર્ષનું, કોઇનું પંદર વર્ષનું, કોઇનું ત્રીસ વર્ષનું, ના છુટકે ય આપણે દેવું પૂરું કરવું પડે. ના ગમે તો ય એની એ જ ઓરડીમાં જોડે રહેવું પડે. અહીં પથારી બાસાહેબની ને અહીં પથારી ભાઇસાહેબની ! મોઢાં વાંકાં ફેરવીને સૂઇ જાય તો ય વિચારમાં તો બઇસાહેબને ભાઇસાહેબ જ આવે ને ! છૂટકો નથી. આ જગત જ આવું છે. એમાં ય આપણને એ એકલાં નથી ગમતાં એવું નથી, એમને ય પાછા આપણે ના ગમતા હોઇએ ! એટલે આમાં મઝા કાઢવા જેવું નથી. આ સંસારની ઝંઝટમાં વિચારશીલને પોષાય નહીં. જે વિચારશીલ નથી તેને તો આ ઝંઝટ છે એની ય ખબર પડતી નથી, એ જાડું ખાતું કહેવાય. જેમ કાને બહેરો માણસ હોય તેની આગળ તેની ગમે તેટલી ખાનગી વાતો કરીએ એનો શું વાંધો ? એવું અંદરે ય બહેરું હોય છે બધું એટલે એને આ જંજાળ પોષાય, બાકી જગતમાં મઝા ખોળવા માગે તે આમાં તો વળી કંઇ મઝા હોતી હશે ? પોલંપોલ, ક્યાં સુધી ઢાંકવી ?! આ તો બધું બનાવટી જગત છે ! ને ઘરમાં કકળાટ કરી, રડી અને પછી મોટું ધોઇને બહાર નીકળે !! આપણે પૂછીએ, ‘કેમ ચંદુભાઈ ?” ત્યારે એ કહે, ‘બહુ સારું છે.” અલ્યા, તારી આંખમાં તો પાણી છે, મોટું ધોઈને આવ્યો હોય. પણ આંખ તો લાલ દેખાય ને ? એના કરતાં કહી નાખ ને કે મારે ત્યાં આ દુ:ખ છે. આ તો બધા એમ જાણે કે બીજાને ત્યાં દુ:ખ નથી, મારે ત્યાં જ છે. ના, અલ્યા બધા જ રડ્યા છે. એકે એક ઘેરથી રડીને મોઢાં ધોઇને બહાર નીકળ્યા છે. આ ય એક અજાયબી છે ! મોઢાં ધોઇને શું કામ નીકળો છો ? ધોયા વગર નીકળો તો લોકોને ખબર પડે કે આ સંસારમાં કેટલું સુખ છે ?! હું રડતો બહાર નીકળું, તું રડતો બહાર નીકળે, બધા રડતા બહાર નીકળે એટલે ખબર પડી જાય કે આ જગત પોલું જ છે. નાની ઉંમરમાં બાપા મરી ગયા તે સ્મશાનમાં રડતા રડતા ગયા ! પાછા આવીને નહાયા એટલે કશું જ નહીં !! નહાવાનું આ લોકોએ શીખવાડેલું, નવડાવી-ધોવડાવીને ચોખ્ખો કરી આલે ! એવું આ જગત છે ! બધા મોઢાં ધોઇને બહાર નીકળેલા, બધા પાકા ઠગ. એના કરતાં ખુલ્લું કર્યું હોય તો સારું. આપણા ‘મહાત્મા’માંથી કોઇક જ મહાત્મા ખુલ્લું કરી દે છે, ‘દાદા, આજે તો બૈરીએ મને માર્યો !' આટલી બધી સરળતા શેને લીધે આવી ? આપણા જ્ઞાનને લીધે આવી. ‘દાદા'ને તો બધી જ વાત કહેવાય.

Loading...

Page Navigation
1 ... 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76