Book Title: Klesh Vina nu Jivan
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 53
________________ ક્લેશ વિનાનું જીવન બન્યું હોય તો તે એક મિનિટમાં તો કેટલું ય દેખાડી દે, એના બધા પર્યાયો’ એટ-એ-ટાઇમ’ દેખાડી દે. આ મોટા મોટા પ્રેસિડન્ટોને મિનિટના બારસો બારસો ‘રિવોલ્યુશન’ ફરતા હોય, તો અમારા પાંચ હજાર હોય. મહાવીરને લાખ ‘રિવોલ્યુશન’ ફરતા ! ૯૫ આ મતભેદ પડવાનું કારણ શું ? તમારી વાઇફ’ને સો ‘રિવોલ્યુશન’ હોય ને તમારા પાંચસો ‘રિવોલ્યુશન’ હોય અને તમને વચ્ચે ‘કાઉન્ટરપુલી’ નાખતાં આવડે નહીં એટલે તણખા ઝરે, ઝઘડા થાય. અરે ! કેટલીક વાર તો ‘એન્જિન’ હઉ તૂટી જાય. ‘રિવોલ્યુશન’ સમજ્યા તમે ? આ મજૂરને તમે વાત કરો તો તમારી વાત એને પહોંચે નહીં. એના ‘રિવોલ્યુશન' પચાસ હોય ને તમારા પાંચસો હોય, કોઇને હજાર હોય, કોઇને બારસો હોય. જેવું જેનું 'ડેવલપમેન્ટ’ હોય તે પ્રમાણે ‘રિવોલ્યુશન’ હોય. વચ્ચે ‘કાઉન્ટરપુલી’ નાખો તો જ એને તમારી વાત પહોંચે. ‘કાઉન્ટરપુલી’ એટલે તમારે વચ્ચે પટ્ટો નાંખી તમારા ‘રિવોલ્યુશન’ ઘટાડી નાખવા પડે. હું દરેક માણસની જોડે ‘કાઉન્ટરપુલી’ નાખી દઉં. એકલો અહંકાર કાઢી નાખવાથી જ વળે તેમ નથી, કાઉન્ટરપુલી પણ દરેકની જોડે નાખવી પડે. તેથી તો અમારે કોઇની જોડે મતભેદ જ ના થાય ને ! અમે જાણીએ કે આ ભાઇના આટલા જ ‘રિવોલ્યુશન’ છે. એટલે તે પ્રમાણે હું ‘કાઉન્ટરપુલી’ ગોઠવી દઉં. અમને તો નાના બાળક જોડે પણ બહુ ફાવે. કારણ કે અમે તેમની જોડે ચાલીસ ‘રિવોલ્યુશન’ ગોઠવી દઇએ એટલે એને મારી વાત પહોંચે, નહીં તો એ મશીન તૂટી જાય. પ્રશ્નકર્તા : કોઇ પણ, સામાના ‘લેવલ’ ઉપર આવે તો જ વાત થાય ? દાદાશ્રી : હા, એના ‘રિવોલ્યુશન’ પર આવે તો જ વાત થાય. આ તમારી જોડે વાતચીત કરતાં અમારાં ‘રિવોલ્યુશન' ક્યાંના ક્યાં જઇ આવે ! આખા વર્લ્ડમાં ફરી આવે !! ‘કાઉન્ટરપુલી’ તમને નાખતાં ના આવડે તેમાં ઓછાં ‘રિવોલ્યુશન'વાળા એંજિનનો શો દોષ ? એ તો તમારો દોષ કે ‘કાઉન્ટરપુલી’ નાખતાં ના આવડી ! ૬ ક્લેશ વિનાનું જીવન અવળું કહેવાથી કકળાટ થયો .... પ્રશ્નકર્તા : પતિનો ભય, ભવિષ્યનો ભય, ‘એડજસ્ટમેન્ટ’ લેવા દેતો નથી. ત્યાં આગળ ‘આપણે એને સુધારનાર કોણ' એ યાદ રહેતું નથી, ને સામાને ચેતવણી રૂપે બોલાઇ જાય છે. દાદાશ્રી : એ તો ‘વ્યવસ્થિત’નો ઉપયોગ કરે, ‘વ્યવસ્થિત’ ફીટ થઇ જાય તો કશો વાંધો આવે તેમ નથી. પછી કશું પૂછવા જેવું જ ના રહે. ધણી આવે એટલે થાળી પાટલો મૂકીને કહીએ કે, ‘ચાલો જમવા !’ એમની પ્રકૃતિ બદલાવાની નથી. જે પ્રકૃતિ આપણે જોઇને, પસંદ કરીને પૈણીને આવ્યા તે પ્રકૃતિ ઠેઠ સુધી જોવાની. માટે પહેલે દહાડે શું નહોતા જાણતા તે આ પ્રકૃતિ આવી જ છે ? તે જ દહાડે છૂટું થઇ જવું હતું ને ! વટલાયા શું કરવા વધારે ? આ કચકચથી સંસારમાં કશો ફાયદો થતો નથી, નુકસાન જ થાય છે. કચકચ એટલે કકળાટ ! તેથી ભગવાને એને કષાય કહ્યા. તમારાં બેની અંદર ‘પ્રોબ્લેમ’ વધે તેમ જુદું થતું જાય. ‘પ્રોબ્લેમ’ ‘સોલ્વ’ થઇ જાય પછી જુદું ના થાય. જુદઇથી દુઃખ છે. અને બધાંને ‘પ્રોબ્લેમ’ ઊભા થવાના, તમારે એકલાંને થાય છે એવું નથી. જેટલાંએ શાદી કરી તેને ‘પ્રોબ્લેમ’ ઊભા થયા વગર રહે નહીં. કર્મના ઉદયથી ઝઘડા ચાલ્યા કરે, પણ જીભથી અવળું બોલવાનું બંધ કરો. વાત પેટમાં ને પેટમાં જ રાખો, ઘરમાં કે બહાર બોલવાનું બંધ કરો. અહો ! વ્યવહાર એટલે જ .... પ્રશ્નકર્તા ઃ પ્રકૃતિ ના સુધરે પણ વ્યવહાર તો સુધરવો જોઇએ ને ? દાદાશ્રી : વ્યવહાર તો લોકોને આવડતો જ નથી. વ્યવહાર કોઇ દહાડો આવડ્યો હોત, અરે અડધો કલાકે ય આવડ્યો હોત તો ય ઘણું થઇ ગયું ! વ્યવહાર તો સમજ્યા જ નથી. વ્યવહાર એટલે શું ? ઉપલક ! વ્યવહાર એટલે સત્ય નહીં. આ તો વ્યવહારને સત્ય જ માની લીધું છે. વ્યવહારમાં સત્ય એટલે ‘રિલેટિવ’ સત્ય તે. અહીંની નોટો સાચી હોય કે

Loading...

Page Navigation
1 ... 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76