Book Title: Klesh Vina nu Jivan
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 18
________________ ૨૫ ક્લેશ વિનાનું જીવન દઈએ તો એને દુઃખ કેવી રીતે થાય ? દાદાશ્રી : દુ:ખ એની માન્યતામાંથી ગયેલું નથી ને ? તમે મને ધોલ મારો તો મને દુઃખ નહીં થાય, પણ બીજાને તો એની માન્યતામાં એનાથી દુઃખ છે એટલે એને મારશો તો એને દુ:થશે જ. ‘રોંગ બિલીફ’ હજી ગઇ નથી. કોઇ આપણને ધોલ મારે તો આપણને દુઃખ થાય છે, એ ‘લેવલ'થી જોવું. કો'કને ધોલ મારતી વખતે મનમાં આવવું જોઇએ કે મને ધોલ મારે તો શું થાય ? આપણે કોઇની પાસેથી રૂપિયા દસ હજાર ઉછીના લાવ્યા, પછી આપણા સંજોગ અવળા થયા એટલે મનમાં વિચાર આવે કે ‘પૈસા પાછા નહીં આપું તો શું થવાનું છે !' તે ઘડીએ આપણે ન્યાયથી તપાસ કરવી જોઈએ કે, “મારે ત્યાંથી કોઈ પૈસા લઈ ગયો હોય ને એ મને પાછા ના આપે તો શું થાય મને?” એવી ન્યાયબુદ્ધિ જોઇએ. એમ થાય તો મને બહુ જ દુ:ખ થાય, તેમ સામાને પણ દુઃખ થશે. માટે મારે પૈસા પાછા આપવા જ છે” એવું નક્કી જોઇએ અને એવું નક્કી કરો તો પાછું આપી શકાય. પ્રશ્નકર્તા : મનમાં એમ થાય કે આ દસ કરોડનો આસામી છે તો આપણે તેને દસ હજાર નહિ આપીએ તો કંઇ તકલીફ નહીં થાય. - દાદાશ્રી : એને તકલીફ નહિ થાય એવું તમને ભલે લાગતું હોય, પણ તેવું નથી. એ કરોડપતિ એના છોકરા માટે એક રૂપિયાની વસ્તુ લાવવી હોય તો સાચવી સાચવીને લાવે. કોઇ કરોડપતિને ઘેર તમે પૈસા રખડતા મૂકેલા જોયા ? પૈસો દરેકને જીવ જેવો વહાલો હોય છે. આપણા ભાવ એવા હોવા જોઇએ કે આ જગતમાં આપણાં મન, વચન, કાયાથી કોઇ જીવને કિંચિત્માત્ર દુઃખ ન હો. પ્રશ્નકર્તા : પણ એ રીતે સામાન્ય મનુષ્યને અનુસરવું મુશ્કેલ પડે [૪] ફેમિલી ઓર્ગેનાઇઝેશન' ! આ તે કેવી ‘લાઇફ' ?! ‘ફેમિલી ઓર્ગેનાઇઝેશન'નું જ્ઞાન છે તમારી પાસે ? આપણા હિન્દુસ્તાનને ‘હાઉ ટુ ઓર્ગેનાઇઝ ફેમિલી’ એ જ્ઞાન જ ખૂટે છે. ફોરેનવાળા તો ફેમિલી જેવું સમજતા જ નથી. એ તો જેમ્સ વીસ વરસનો થયો એટલે એનાં માબાપ વિલિયમ ને મેરી, જેમ્સને કહેશે કે, “તું તારે જુદો ને અમે બે પોપટ અને પોપટી જુદાં !' એમને ‘ફેમિલી ઓર્ગેનાઇઝ' કરવાની બહુ ટેવ જ નથી ને ? અને એમની ફેમિલી તો ચોખ્ખું જ બોલે. મેરી જોડે વિલિયમને ના ફાવ્યું એટલે ડાયવોર્સની જ વાત ! અને આપણે તો ક્યાં ડાયવોર્સની વાત ?! આપણે તો જોડે ને જોડે જ રહેવાનું, કકળાટ કરવાનો ને પાછું સૂવાનું ય ત્યાં જ, એની એ જ રૂમમાં ! - આ જીવન જીવવાનો રસ્તો નથી. આ ફેમિલી લાઇફ ના કહેવાય. અરે, આપણી ડોસીઓને જીવન જીવવાનો રસ્તો પૂછયો હોત તો કહેત કે, ‘નિરાંતે ખાઓ, પીઓ, ઉતાવળ શું કામ કરો છો ?” માણસને શેની ‘નેસેસિટી’ છે, તેની પહેલાં તપાસ કરવી પડે. બીજી બધી અન્નેસેસિટી. એ અન્નેસેસિટીની વસ્તુઓ માણસને ગૂંચવે, પછી ઊંઘની ગોળીઓ ખાવી પડે ! આ ઘરમાં શા માટે લડાઇઓ થાય છે ? છોકરા જોડે કેમ વઢવાડ થાય છે ? એ બધું જાણવું તો પડે ને ? આ છોકરો સામો થાય ને એને માટે ડોક્ટરને પૂછીએ કે “કાંઇ બતાવો.” પણ એ શી દવા બતાવે ? એની જ બૈરી એની સામે થતી હોય ને ! આ તો આખી જિંદગી રૂની સર્વે કરે, કોઇ લવિંગની સર્વે કરે, કાંઇ દાદાશ્રી : હું તમને આજે ને આજે તે પ્રમાણે વર્તવાનું કહેતો નથી. માત્ર ભાવના જ કરવાની કહું છું. ભાવના એટલે તમારો નિશ્ચય.

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76