Book Title: Klesh Vina nu Jivan
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 27
________________ ક્લેશ વિનાનું જીવન ૪૩ ૪૪ ક્લેશ વિનાનું જીવન ને ? કોણ પપ્પા નથી ? આ બધો કકળાટ એનો એ જ છે ને ? સમજીને પપ્પા ના થાય એવું કંઈ ચરિત્ર કોઇનું ઉદયમાં આવે તો એનાં તો વધામણાં જ લેવાં પડે. બાકી બધા પપ્પા જ થાય છે ને ? બોસે ઑફિસમાં ટેડકાવ્યો હોય ને ઘેર બાબો “પપ્પા, પપ્પા’ કરે. એટલે તે ઘડીએ બધું ભૂલી જાય ને આનંદ થાય. કારણ કે આ પણ એક પ્રકારની મદિરા જ કહેવાય છે, તે બધું ભૂલાવી દે છે ! એક્ય છોકરાં ના હોય ને છોકરો જન્મે તો તે હસાવડાવે, ભાઈને ખૂબ આનંદ કરાવડાવે. ત્યારે એ જાય ત્યારે રડાવડાવે ય એટલું જ. માટે આપણે એટલું જાણી લેવું કે આવ્યા છે તે જાય, ત્યારે શું શું થાય ? માટે આજથી હસવું જ નહીં. પછી ભાંજગડ જ નહીં ને ! આ તો ક્યા અવતારમાં બચ્ચાં ન્હોતાં ? કુતરાં, બિલાડાં-બધે બચ્ચાં, બચ્ચાં ને બચ્ચાં જ કોટે વળગાડ્યાં છે. આ બિલાડીને ય બેબીઓ જ હોય છે ને ! વ્યવહાર તોર્માલિટીપૂર્વક ઘટે ! માટે દરેકમાં નોર્માલિટી લાવી નાખો. એક આંખમાં પ્રેમ ને એક આંખમાં કડકાઇ રાખવી. કડકાઇથી સામાને બહુ નુકસાન નથી થતું, ક્રોધ કરવાથી બહુ નુકસાન થાય છે. કડકાઇ એટલે ક્રોધ નહીં, પણ ફૂંફાડો. અમે પણ ધંધા પર જઇએ એટલે ફૂંફાડો મારીએ, કેમ આમ કરો છો ? કેમ કામ નથી કરતાં ? વ્યવહારમાં જે જગ્યાએ જે ભાવની જરૂર હોય, ત્યાં તે ભાવ ઉત્પન્ન ના થાય તો એ વ્યવહાર બગાડ્યો કહેવાય. એક માણસ મારી પાસે આવ્યો, તે બેન્કના મેનેજર હતો. તે મને કહે કે, “મારા ઘરમાં મારી વાઇફને ને છોકરાંને હું એક અક્ષરે ય કહેતો નથી. હું બિલકુલ ઠંડો રહું છું.” મેં તેમને કહ્યું, ‘તમે છેલ્લામાં છેલ્લા પ્રકારના નકામા માણસ છો. આ દુનિયામાં કશા કામના તમે નથી.' પેલો માણસ મનમાં સમજે કે હું આવું કહીશ એટલે આ દાદા મને મોટું ઇનામ આપી દેશે. મેર ગાંડિયા, આનું ઇનામ હોતું હશે ? છોકરો ઊંધું કરતો હોય, ત્યારે એને આપણે કેમ આવું કર્યું ? હવે આવું નહીં કરવાનું” એમ નાટકીય બોલવાનું, નહીં તો બાબો એમ જ જાણે કે આપણે જે કંઇ કરીએ છીએ તે કરેક્ટ જ છે. કારણ કે બાપાએ એક્સેપ્ટ કર્યું છે. આ ના બોલ્યા, તેથી તો ઘરનાં ફાટી ગયાં છે. બોલવાનું બધું પણ નાટકીય ! છોકરાઓને રાત્રે બેસાડીને સમજાવીએ, વાતચીત કરીએ. ઘરનાં બધા ખૂણામાં પૂંજો તો વાળવો પડશે ને ? છોકરાઓને જરાક હલાવવાની જ જરૂર હોય છે. આમ સંસ્કાર તો હોય છે, પણ હલાવવું પડે. તેમને હલાવવામાં કશો ગુનો છે ? પ્રશ્નકર્તા : દાદા, મારો છોકરો પંદરસો રૂપિયા મહિને કમાય છે. હું રીટાયર્ડ છું, તેની સાથે રહું છું. હવે છોકરા અને વહુ મને ટોક્યા કરે છે કે તમે આમ કેમ કરો છો ? બહાર કેમ જાવ છો ? એટલે હું તેમને કહેવાનો છું કે હું ઘરમાંથી ચાલ્યો જઇશ. દાદાશ્રી : ખવડાવે-પીવડાવે છે સારી રીતે ? પ્રશ્નકર્તા : હા, દાદા. દાદાશ્રી : ત્યાર પછી ચાલ્યો જઇશ એમ ના બોલાય. વખતે કહ્યા પછી જવાનું ના બને, આપણા બોલ આપણે જ ગળવા પડે. પ્રશ્નકર્તા : એટલે મારે એમને કશું જ કહેવાનું નહીં ? દાદાશ્રી : બહ ત્યારે ધીમે રહીને કહીએ કે, આમ કરો તો સારું. પછી માનવું ના માનવું તમારી મરજીની વાત છે, તમારી ધોલ સામાને વાગે તેવી હોય અને તેનાથી સામાનામાં ફેરફાર થતો હોય તો જ ધોલ મારજો ને જો પોલી ધોલ મારશો, તો એ ઊલટો વિફરશે. તેના કરતાં ઉત્તમ તો ધોલ ના મારવી તે છે. - ઘરમાં ચાર છોકરાં હોય તેમાં બેની કંઈ ભૂલ ના હોય તો ય બાપ એમને ટૈડકાય ટૈડકાય કરે અને બીજા બે ભૂલો કર્યા જ કરે તો પણ એને કંઇ ના કરે. આ બધું એની પાછળના ‘રુટકોઝ'ને લઇને છે. એ તો આશા જ ના રાખશો ! પ્રશ્નકર્તા : છોકરાંને ચિરંજીવી કેમ કહેતા હશે ? દાદાશ્રી : ચિરંજીવી ના લખે તો બીજા શબ્દ પેસી જશે. આ છોકરો

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76